Not Set/ ઇજિપ્ત/ મીસ્રમાં ભારતીયોને લઈ જતી બસને અકસ્માત, 22ના મોત

ઈજિપ્તના મીસ્રમાં એક રોડ દુર્ઘટનામાં બસને  અકસ્માત નડ્યો હતો, જેમાં આશરે 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.આ બસમાં 16 ભારતીયો પણ પ્રવાસ કરતા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. રાજધાની કાહિરામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. Embassy of India […]

Top Stories India
aamaya ઇજિપ્ત/ મીસ્રમાં ભારતીયોને લઈ જતી બસને અકસ્માત, 22ના મોત

ઈજિપ્તના મીસ્રમાં એક રોડ દુર્ઘટનામાં બસને  અકસ્માત નડ્યો હતો, જેમાં આશરે 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.આ બસમાં 16 ભારતીયો પણ પ્રવાસ કરતા હતા.

મળતી માહિતી મુજબ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. રાજધાની કાહિરામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે ટ્વિટર પર તેની એક પોસ્ટમાં વિદેશ મંત્રાલયને ટેગ કરતાં લખ્યું છે કે, ‘ઇજિપ્તના એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓની એક બસનો અકસ્માતથયો હતો. એમ્બેસીના અધિકારીઓ સુએઝ સિટી અને કાહિરાની હોસ્પિટલોમાં હાજર છે. હેલ્પલાઈન નંબરો + 20-1211299905 અને + 20-1283487779 ઉપલબ્ધ છે.’

બીજી તરફ ન્યૂઝ એજન્સી દ્વારાઆપવામાં આવેલ માહિતી અનુસાર બંદર સઈદ-દમિત્તા હાઇવે પર બસની ટ્રક ટકરાતા આ ઘટના બની છે. ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. જો કે, મૃત્યુ પામનારાઓમાં કેટલા ભારતીય પ્રવાસીઓ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.