OMG!/ આ વ્યક્તિએ મૃત્યુ પહેલા કુતરાના નામે કર્યા આટલા મિલિયન ડોલર

ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ તો બધાએ જોઈ જ હશે અને તેમાં અક્ષય કુમારને પૈસા માટે કુતરાને પણ ભાઈ બનાવ્યો હતો. એવો જ એક કિસ્સો અમેરીકામાં સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની તમામ મિલકત એક કુતરાને નામે કરી છે.

Ajab Gajab News Trending
Untitled 17 આ વ્યક્તિએ મૃત્યુ પહેલા કુતરાના નામે કર્યા આટલા મિલિયન ડોલર

ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ તો બધાએ જોઈ જ હશે અને તેમાં અક્ષય કુમારને પૈસા માટે કુતરાને પણ ભાઈ બનાવ્યો હતો. એવો જ એક કિસ્સો અમેરીકામાં સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની તમામ મિલકત એક કુતરાને નામે કરી છે.

અમેરિકાના ટેનેસીમાં એક વ્યક્તિએ મારતા પહેલા પોતાના પાલતું કુતરા લુલુ માટે પાંચ મિલિયન ડોલર એટલે કે આશરે 36 કરોડ રૂપિયા મૂકી ને ગયો છે. જેથી કરી તેના મૃત્યુ બાદ પણ તેનો કુતરો એક સારી જિંદગી જીવી શકે. લુલુંની ઉમર હાલમાં અત્યારે 8 વર્ષ છે અને હવે તે ટેનેસીની રાજધાની, નેશવિલેમાં રહેશે.

Untitled 18 આ વ્યક્તિએ મૃત્યુ પહેલા કુતરાના નામે કર્યા આટલા મિલિયન ડોલર

લુલુની સંભાળ લેતી માર્થા બર્ટન કહે છે કે લુલુના માલિક બિલ ડોરિસ એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે કદી લગ્ન કર્યા ન હતા, કુતરાંને ખુબ પ્રેમ કરતા હતા. ગયા વર્ષે બિલ ડોરિસનું અવસાન થયું હતું. બિલ ડોરિસની ઇચ્છા મુજબ, આ બધા પૈસા લુલુ માટે ખર્ચ કરવામાં આવશે.

માર્થાએ જણાવ્યું કે બિલ ડોરિસને કૂતરાઓ ખૂબ પસંદ હતા. માર્થા બિલ ડોરિસની મિત્ર છે અને હાલમાં લુલુની સંભાળ લઈ રહી છે. માર્થા કહે છે કે તે નથી જાણતી કે તે લુલુ પર પચાસ મિલિયન ડોલર ખર્ચ કરી શકશે કે નહીં પરંતુ તે જે ખર્ચ કરશે તે રકમ દર મહિને માર્થાને મેળશે.

લુલુ માટે કોઈપણ ખરીદી કરવામાં આવશે પ્રથમ કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવશે. જો કે, લુલુના મૃત્યુ પછી આ રકમનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ ઉપરાંત, બિલ ડોરિસ પાસે આંતરરાષ્ટ્રીય સહિતની સંખ્યાબંધ જમીનની પણ માલિકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ