ગુજરાત/ બનાસની ધરાનાં જુના કોંગ્રેસીઓ હવે ભાજપમય

અમદાવાદ ખાતે ધાનેરાના દિગ્ગ્જ કોંગી નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા જોઇતા પેટેલે પણ કોંગ્રેસના હાથને છોડી ભાજપના કંદને ધારણ કરી લેતા બનાસની ધરતી પરથી હવે કોંગ્રેસ રાજકીય પક્કડ ગુમાવવા લાગ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 19T162027.324 બનાસની ધરાનાં જુના કોંગ્રેસીઓ હવે ભાજપમય

@સરફરાઝ નાગોરી

Ahmedabad News: એક સમયે કોંગ્રેસનું ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં હવે જુના જોગીઓ પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો રંગ ધારણ કરી રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ બનાસકાંઠા કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી તેમજ તેમના પુત્રે કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે અમદાવાદ ખાતે ધાનેરાના દિગ્ગ્જ કોંગી નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા જોઇતા પેટેલે પણ કોંગ્રેસના હાથને છોડી ભાજપના કંદને ધારણ કરી લેતા બનાસની ધરતી પરથી હવે કોંગ્રેસ રાજકીય પક્કડ ગુમાવવા લાગ્યું છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએતો, લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે અમદાવાદ ખાતે યોજાયેલી ભાજપની વેલકમ પાર્ટીમાં બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ સહીત ડીસામાં 2022માં ભાજપ સામે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારનાર  ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે પણ આજે વિધિવત રીતે ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.

બનાસકાંઠાના કોંગ્રેસ-આપના  આગેવાનો સહીત 300થી કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં

અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે  અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ  ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કોણ છે જોઇતા પટેલ ?

જોઇતાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની છે. તેઓ  પ્રખર કોંગ્રેસી નેતા તરીકેની છબી ધરાવે છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ  આવ્યા છે . તેઓ વર્ષ 1980- 85 , 1985-90 અને 2012થી 2017 એમ કુલ ત્રણ ટર્મ સુધી ધાનેરાના ધારાસભ્ય તરીકે સેવાઓ આપી ચુક્યા છે. આ ઉપરાંત વર્ષ 2014ની લોકસભામાં પણ તેઓ કોંગ્રેસ તરફથી બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડી ચુક્યા છે. હાલ માં તેઓ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે. જોકે, દેશભરમાં કોંગ્રેસની કથળતી જતી સ્થિતિ વચ્ચે હવે બનાસકાંઠા કોંગ્રેસના આ દિગ્ગ્જ ચૌધરી નેતાએ પણ કોંગ્રેસને અલવિદા કહી આજે વિધિવત કેસરિયો રંગ ધારણ કરી લીધો છે…

જોઇતા પટેલના આવવાથી બનાસકાંઠામાં જંગી મતોથી જીતીશું: હરિ ચૌધરી,પૂર્વ સંસદ

દેશભરમાંથી તૂટી રહેલી કોંગ્રેસના કાંકરા હવે પોતાના ગઢમાં પણ ખરવા માંડયા છે. વર્ષ 2022ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આખા ગુજરાતમાંથી માત્ર 17 બેઠકો મળી હતી તેમ છતાં બનાસકાંઠામાંથી કોંગ્રેસ 9 માંથી 4 સીટો જીતવામાં સફળ રહ્યું હતું. ત્યારે આજે ધાનેરા કોંગ્રેસના દિગ્ગ્જ નેતા જોઇતાભાઈ સહીત અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા બનાસકાંઠાના આગેવાનોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બનાસકાંઠાથી ચાર વખત સંસદ રહી ચૂકેલા હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતુંકે,જોઇતાભાઈનો ધાનેરા બેલ્ટ પર જબરજસ્ત  પ્રભુત્વ છે.તેમના આવવાથી ભાજપ આ લોકસભાની ચૂંટણીમાં  રેકોર્ડબ્રેક જીત મેળવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ