Not Set/ ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી

રાજકોટ, આજે સમગ્ર દેશમાં ધુળેટીના તહેવારની ઉજવણી થઇ રહી છે.ત્યારે અમરેલી સહિત બીજા ઘણા ગામો છે જ્યાં તેઓ ધુળેટીના રંગે રંગાઇ ગયા છે. અમરેલીના દિગ્ગજ નેતાઓ પણ મન ભરીને ધુળેટીના રંગે રંગાયા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર રંગો ઉડાવીને આ પર્વની ઉજવણી કરી છે. બીજી બાજુ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં પણ યુવાનોએ રંગોની […]

Top Stories Gujarat Others Trending
ttp 9 ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી

રાજકોટ,

આજે સમગ્ર દેશમાં ધુળેટીના તહેવારની ઉજવણી થઇ રહી છે.ત્યારે અમરેલી સહિત બીજા ઘણા ગામો છે જ્યાં તેઓ ધુળેટીના રંગે રંગાઇ ગયા છે.

અમરેલીના દિગ્ગજ નેતાઓ પણ મન ભરીને ધુળેટીના રંગે રંગાયા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર રંગો ઉડાવીને આ પર્વની ઉજવણી કરી છે.

ttp 5 ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી

બીજી બાજુ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં પણ યુવાનોએ રંગોની જગ્યાએ જુતા અને શાકભાજીના વાર કર્યા હતા..જેને જુતુ વાગે તેનું આખુ વર્ષ સારૂ જાય તેવી માન્યતા પણ રહેલી છે.

ttp 6 ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી

હોળી પર્વની ઉજવણી કરવા રાજકોટ વાસીઓ શ્યામલાલની હવેલીએ પોહચ્યાં છે. હોળી તહેવાર હિન્દૂઓ માટે એક આસ્થાનો તહેવાર હોય છે ત્યારે શયામલાલજીની હવેલી જે રાજકોટની જુના માં જૂની હવેલી છે જેને આશ્રય 350 વર્ષ થઇ ગયા છે. જે વૈષ્ણવોનો આસ્થાનું કેન્દ્ર છે તે શ્યામલાલજીની હવેલીમાં આજે કૃષ્ણભક્તોએ ઠાકોરજીને હોળી રમાડી આનંદ અનુભવ્યો. જે પરંપરાથી શ્રીનાથજી હોળી રમવામાં આવે છે તે પરંપરા આ હવેલીમાં હોળી રમાઈ છે. રાજકોટ સહીત આજુ બાજુ ના ગામ અને શહેરથી આ હવેલી ખાતે લોકો આવે છે અને ધન્યતા અનુભવે છે.

ttp 7 ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી

વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ રાજસ્થાની સમાજ દ્વારા શહેરનાં ન્યાયમંદિર વિસ્તારમાં એકત્ર થઇ રંગોનું પર્વ મનાવાયું હતું. શહેરભરમાં વસતાં રાજસ્થાની સમાજનાં લોકો એક સ્થળે ભેગા થઇ ધુળેટીનાં રંગોમાં તરબોળ થયાં હતાં.

ttp 8 ગુજરાત રંગાયું ધુળેટીના રંગે, અહીં જાણો અમરેલી, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કેવી રીતે કરવામાં આવી ઉજવણી