T20 Cup/ જમ્મુ કાશ્મીરમાં વધતી આંતકી ઘટનાઓને ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા માટે માંગ

જાન ગુમાવનારા શખ્સના પિતાએ કહ્યું હતું કે, આ અંગે સરકારે એક્શન લેવા જોઈએ. આ ઉપરાંત હું કેન્દ્ર સરકાર પાસે જાન ગુમાવનારા વ્યક્તિના પરિવાર માટે 50 લાખ રૂપિયાની માંગણી પણ કરી રહ્યો છું.

Top Stories India
giriraj singh જમ્મુ કાશ્મીરમાં વધતી આંતકી ઘટનાઓને ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા માટે માંગ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સતત પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. ગત અઠવાડિયે એક જવાન શહીદ થઇ ગયા હતા. પાકિસ્તાન તરફથી ભારતમાં સતત ઘુસણખોરી કરવામાં આવી રહ્યા છે.એવામાં બોર્ડર પર ઘણીવાર અથડામણ થઇ જતી હોય છે. આ વચ્ચે આતંકીઓ દ્વારા હવે હવે સામાન્ય માણસોને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં થોડા સમય પહેલા આંતકવાદીઓએ પાણીપુરી વેચનારા વેપારીને નિશાને લીધો હતો અને તેની હત્યા કરી દીધી હતી. બાંકામાં રહેનારા આ વ્યક્તિના પિતાએ હવે માંગ કરી છે કે, ભારત પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરના રોજ થનારી મેચ રદ કરવામાં આવે.

જાન ગુમાવનારા શખ્સના પિતાએ કહ્યું હતું કે, આ અંગે સરકારે એક્શન લેવા જોઈએ. આ ઉપરાંત હું કેન્દ્ર સરકાર પાસે જાન ગુમાવનારા વ્યક્તિના પરિવાર માટે 50 લાખ રૂપિયાની માંગણી પણ કરી રહ્યો છું.

આ મુદ્દે કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જો સંબંધ સારા ન રહે તો આ મુદ્દે પણ વિચાર કરવામાં આવે. પાકિસ્તાનનો આતંકવાદ ધરાવતા દેશ તરીકેનો ચહેરો હવે ખુલીને સામે આવી ગયો છે. પાકિસ્તાને આ ઘટનાનું પરિણામ ભોગવવું પડશે.તેમણે ભારત પાકિસ્તાન મેચ અંગે પણ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન સમર્થિત કાશ્મીરમાં લોકો આતંકવાદને સમર્થન આપી રહ્યું છે તો આ મુદ્દે વિચાર કરવો જોઈએ.