Not Set/ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં રાજયની ૧૮૨ બેઠકો પરના ઉમેદવારોના નામો પર ચર્ચા કરીને આખરી મહોર મારવામાં આવશે. જયારે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ઉમેદવારોની સત્તાવાર પ્રથમ યાદી અંગે ચર્ચા કરવામા આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૮૨ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવા […]

India
inc logo દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં રાજયની ૧૮૨ બેઠકો પરના ઉમેદવારોના નામો પર ચર્ચા કરીને આખરી મહોર મારવામાં આવશે. જયારે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ઉમેદવારોની સત્તાવાર પ્રથમ યાદી અંગે ચર્ચા કરવામા આવી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૮૨ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવા માટે ગત શુક્રવારે પણ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ સહિતના આગેવાનો સમક્ષ બાળાસાહેબ થોરાટના અધ્યક્ષતા વાળી સ્ક્રિનિંગ કમિટીએ ઉમેદવારોની યાદી રજૂ કરી હતી. વર્કિંગ કમિટીના સદસ્યોએ સ્ક્રિનિંગ કમિટીએ આપેલી ઉમેદવારોના નામની યાદી ઉપર ચર્ચા કરીને ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની કેન્દ્રીય વર્કિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલી આ યાદીમાં પાટીદારો અને ઓબીસી સમાજ સાથે થયેલી સમજૂતિ મુજબના ૩૦થી વધુ ઉમેદવારો ઉપરાંત મહિલાઓ અને યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાર્ટી દ્વારા વર્તમાન ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાની ખાતરી આપવામાં આવી છે. આમ છતાં પક્ષના જ પાંચ જેટલા ધારાસભ્યોએ સ્વેચ્છાએ સામેથી ચૂંટણી લડવા ઈનકાર કરી દીધો હતો. જેના કારણે પક્ષ દ્વારા આ પાંચ બેઠકો પર નવા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે તેમ છે.