Not Set/ અમેરિકામાં જોવા મળી ગ્લોબલ વોર્મિંગની અસર, ડેથ વેલીમાં તાપમાન 56 ડિગ્રીએ પહોંચ્યું

દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ કેટલો મોટો મુદ્દો છે, તે હવે લોકો ધીમે ધીમે સમજી રહ્યા છે. જો કે હવે ગ્લોબલ વોર્મિગનાં કારણે ક્લાઇમેટ એટલી હદ સુધી ચેન્જ થઇ ગયુ છે કે જેની અસર હવે જોવા મળી રહી છે.

Top Stories World
11 255 અમેરિકામાં જોવા મળી ગ્લોબલ વોર્મિંગની અસર, ડેથ વેલીમાં તાપમાન 56 ડિગ્રીએ પહોંચ્યું

દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ કેટલો મોટો મુદ્દો છે, તે હવે લોકો ધીમે ધીમે સમજી રહ્યા છે. જો કે હવે ગ્લોબલ વોર્મિગનાં કારણે ક્લાઇમેટ એટલી હદ સુધી ચેન્જ થઇ ગયુ છે કે જેની અસર હવે જોવા મળી રહી છે. તાજેતરમાં અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

11 256 અમેરિકામાં જોવા મળી ગ્લોબલ વોર્મિંગની અસર, ડેથ વેલીમાં તાપમાન 56 ડિગ્રીએ પહોંચ્યું

રથયાત્રા 2021 / અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા CM રૂપાણી,પાંચમી વાર થયું સૌભાગ્ય પ્રાપ્ત

ઇંડુ ફોડશો તો ઓમેલેટ બનવુ નક્કી

અમેરિકા અને કેનેડા જેવા પશ્ચિમનાં દેશોમાં આ દિવસોમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. તાપમાન તેનો રેકોર્ડ રોજ તોડી રહ્યો છે. કેલિફોર્નિયાની પ્રખ્યાત ડેથ વેલીમાં તાપમાન 130 ડિગ્રી ફેરનહિટ એટલે કે 56 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જેના કારણે, તે ફરી એક વખત પૃથ્વીનો સૌથી ગરમ ભાગ બની ગયો છે. જી હા તમે પણ આ વાતથી ચોક્કસ ચોંકી ઉઠ્યા હશો. આજે હાલમાં વિશ્વની સૌથી વધુ ગરમી અમેરિકાનાં કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીમાં થઈ રહી છે. અહીં તાપમાનનો પારો નવો ગરમીનો રેકોર્ડ બનાવી રહ્યો છે. અહીં આ સપ્તાહમાં તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જો તમે આ સ્થાન પર ખુલ્લામાં ઇંડુ ફોડશો તો તે ઓમેલેટ પણ બની શકવુ નક્કી છે. ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, 7 જુલાઈ, 1931 નાં રોજ, ટ્યુનીશિયાનાં કેબિલીમાં, તાપમાન 55 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

11 257 અમેરિકામાં જોવા મળી ગ્લોબલ વોર્મિંગની અસર, ડેથ વેલીમાં તાપમાન 56 ડિગ્રીએ પહોંચ્યું

બેકાબુ મહામારી / દેશ અને દુનિયામાં કોરોનાએ ઉચક્યું માથું, વિશ્વભરમાં અંદાજે 3.43 અબજ લોકોને અપાઇ રસી

ભીષણ ગરમીનાં કારણે લોકો ખૂબ પરેશાન

ડેથ વેલીમાં સૌથી વધુ ગરમી 10 જુલાઈ, 1913 નાં રોજ નોંધાઈ હતી. ત્યારે ગ્રીનલેન્ડ રૈંચ, જેને હવે ફર્નેસ ક્રીક કહેવામાં આવે છે, તેનું તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ આંકડો સાચો નથી. જ્યારે, તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. રવિવારે ડેથ વેલીનાં મધ્યમાં ફર્નેસ ક્રીક વિઝિટર્સ સેન્ટરની બહાર લાગેલા થર્મોમીટરમાં તાપમાન 134 ડિગ્રી ફેરનહિટ પર પહોંચ્યું ગયુ હતુ. આ પૃથ્વીનું સૌથી વધુ તાપમાન હતું. તે રવિવારે બપોરે વધીને 178 ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચી ગયુ હતુ. લગભગ સમગ્ર પેસિફિક ઉત્તર પશ્ચિમમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ દિવસોમાં દક્ષિણ ઓરેગોનનાં જંગલમાં ભારે આગ લાગી છે. જેના કારણે પણ અહીં તાપમાન ખૂબ વધી ગયું છે. ઓરેગોનમાં, ભીષણ ગરમીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ભીષણ ગરમીનાં કારણે લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે.

11 258 અમેરિકામાં જોવા મળી ગ્લોબલ વોર્મિંગની અસર, ડેથ વેલીમાં તાપમાન 56 ડિગ્રીએ પહોંચ્યું

પ્રકૃતિનું ભયાનક સ્વરૂપ / ધર્મશાળામાં ભારે વરસાદનાં કારણે અચાનક બની પૂરની સ્થિતિ, Video

ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટપણે દેખાઇ

આપને જણાવી દઇએ કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એક મોટી મુસિબત બનીને આપણી સમક્ષ વિનાશની શરૂઆત કરી રહ્યુ છે. જે દુનિયાનાં ઘણા દેશો હવે ધીમે ધીમે સ્વીકારી રહ્યા છે. પરંતુ જાણકારોનું કહેવુ છે કે, હવે આ મામલે સમગ્ર વિશ્વએ ઘણુ મોડુ કરી દીધુ છે. ત્યારે જો બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી ગ્લોબલ વોર્મિંગ શબ્દ વધારે પ્રચલિત નથી,અને ભાગદોડમાં રહેતા ભારતીઓ માટે તેનું વધારે મહત્વ પણ નથી. પણ વિજ્ઞાનની દુનિયાની વાત કરીએ તો, ગ્લોબલ વોર્મિંગને લઇને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે અને તેને 21 મી સદીનો સૌથી મોટો ખતરો માનવામાં આવી રહયો છે. અત્યાર સુધી તમે ગ્લોબલ વોર્મિંગની ઉપરથી વાતો સાંભળી હશે, પણ જરા ઉંડાણમાં જાઓ તો તમને ખબર પડશે કે તે કેટલું મહત્વનું છે, આખી દુનિયા તેનાથી પ્રભાવિત થઇ રહી છે અને જો તેને સંભાળવામાં ન આવ્યુ તો આ ગ્લોબલ વોર્મિંગ ત્રીજા વિશ્વયુદ્ધ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. આ ખતરો કોઇ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાય તેના કરતા પણ મોટો છે.