ગુજરાત/ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની ચેતવણી : જર્જરિત ઇમારતોને નોટિસ

પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોકળા સફાઈની સાથે 30 જેટલી જર્જરિત ઇમારતો ને નોટિસ પાઠવી ઈમારતો ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. 

Top Stories Gujarat
વિદુર નીતિ 6 પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની ચેતવણી : જર્જરિત ઇમારતોને નોટિસ

રાજ્યમાં પ્રિમોન્સુન કામગીરી જુદીજુદી નાગર પાલિકાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જુનાગઢ નગરપાલિકા દ્વારા પણ પ્રિમોંસૂન કામગીરી આઠ ધરવામાં આવી છે. પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોકળા સફાઈની સાથે 30 જેટલી જર્જરિત ઇમારતો ને નોટિસ પાઠવી ઈમારતો ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે.

આગામી દિવસોમાં ચોમાસુ વિધિવત રીતે શરૂ થશે અને ત્યારે શહેરમાં અનેક જગ્યાએ વોકળા આવેલ હોય જેમાં કાપ અને કચરો ભરાઈ જવાની સમસ્યા ને લઈ ચાલુ વરસાદે પણી રસ્તા પર ફરી વળતા હોય જેને લઈ મનપા દ્વારા જુદા જુદા વોકળાની સફાઈ જે.સી. બી મારફત શરૂ કરવામાં આવી છે. તો ઘણી વખત વરસાદી સિઝનમાં ઇમારત પડી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની પણ સુચના આપવામાં આવી છે.

50 વર્ષ કરતાં પણ જૂની ઇમારતો જે જર્જરિત હાલતમાં છે જેને કારણે ચોમાસામાં આ ઇમારતો અને આજુબાજુમાં રહેતા લોકોને પણ કોઈ નુકસાન ન થાય તેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. હાલ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦ જર્જરિત ઇમારતો ઉતારી લેવાની સૂચના આપી છે અને હજુ ૩૦ જેટલી બિલ્ડિંગને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે ચોમાસામાં ભારે પવનના કારણે કોઈ મોટાં હોર્ડિંગ ન પડે તે માટે શહેરમાં આવેલા અલગ-અલગ 43 જેટલા હોર્ડિંગ્સ અને 11 જેટલી ગ્રેન્ટી બોર્ડની મજબૂતાઈ કરવા સૂચના આપવામાં આવી છે

આમ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી આગામી 10 જૂન પહેલા પૂર્ણ કરી લેવાની ખાતરી આપવામાં આવી છે જોવાનું એ રહ્યું કે આ કામગીરી ક્યારે પૂર્ણ થાય છે.

મનપાની સ્થાયી સમિતીની બેઠક

મનપાની સ્થાયી સમિતીની બેઠક આજ રોજ મળશે. જેમાં  વિકાસના કામોની  ચર્ચા કરવામાં આવી શકે છે.  જેમાં મનપા વિસ્તારના વિકાસ કામોને લઈને ચર્ચા થઈ શકે છે. 2 કરોડના ખર્ચે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. વરસાદી પાણીને બોરમાં ઉતારવાની યોજનાને લઈ ચર્ચા થઈ શકે છે.

Stock Market/ શેરબજાર ખોટમાં ખુલ્યું, નિફ્ટી ફરી 16,500 પોઈન્ટની નીચે

280380924 5116800758416200 8558527110883073848 n.jpg? nc cat=104&ccb=1 7& nc sid=e3f864& nc ohc=XZt xxA59ZwAX9iQ0Od& nc ht=scontent bom1 1 પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની ચેતવણી : જર્જરિત ઇમારતોને નોટિસ