Not Set/ પબજી ગેમએ પતિ-પત્નિ વચ્ચે પલીતો ચાંપ્યો,પત્નિએ ગળે ફાંસો ખાઇ આપઘાતનો કર્યો પ્રયાસ

  અમદાવાદ દુનિયા અને દેશભરમાં પબજી નામની વીડીયો ગેઇમ અનેક યુવાનોના જીવન તો બરબાદ કરી રહી છે સાથે સાથે હવે એવા કિસ્સા પણ સામે આવી રહ્યાં છે જેમાં પબજીએ દાંપત્ય જીવનમાં પણ પલીતો ચાપ્યો હોય. અમદાવાદમાં પબજીએ પતિ અને પત્નિ વચ્ચે એવી આગ લગાડી છે જેના કારણે પત્નિ મોતને વહાલુ કરવા તૈયાર થઇ ગઇ હતી. […]

Top Stories
pubg 1 પબજી ગેમએ પતિ-પત્નિ વચ્ચે પલીતો ચાંપ્યો,પત્નિએ ગળે ફાંસો ખાઇ આપઘાતનો કર્યો પ્રયાસ

 

અમદાવાદ

દુનિયા અને દેશભરમાં પબજી નામની વીડીયો ગેઇમ અનેક યુવાનોના જીવન તો બરબાદ કરી રહી છે સાથે સાથે હવે એવા કિસ્સા પણ સામે આવી રહ્યાં છે જેમાં પબજીએ દાંપત્ય જીવનમાં પણ પલીતો ચાપ્યો હોય.

અમદાવાદમાં પબજીએ પતિ અને પત્નિ વચ્ચે એવી આગ લગાડી છે જેના કારણે પત્નિ મોતને વહાલુ કરવા તૈયાર થઇ ગઇ હતી. પત્નીએ પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ તેની ધોલાઇ કરી હતી.પતિને માર મારતા પત્નીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવેલી અંજનપાર્ક સોસાયટીમાં રહેતાં અંજનાબેન પ્રજાપતિના લગ્ન 2007માં નિલેશભાઈ સાથે થયા હતા.જો કે શરૂઆતમાં લગ્નજીવન સારૂ ચાલ્યા પછી અંજના અને નિલેશ વચ્ચે કકળાટ શરૂ થયો હતો.આશાને છેલ્લા છ મહિનાથી પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.અંજનાએ આ ત્રાસ અંગે અગાઉ પણ  ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

અંજના અને નિલેશ વચ્ચેનો ઝગડો તાજેતરમાં એકદમ ઉગ્ર બન્યો હતો.મોડી રાત સુધી પબજી રમ્યા કરતા નિલેશને તેની પત્નિએ પબજી રમવાની ના પાડતા નિલેશે તેને માર માર્યો હતો.એ સિવાય અંજનાને સાસુ-સસરા પણ લડ્યા હતા અને કહ્યું હતું કે તું અમને નથી ગમતી, છૂટાછેડા જોઇએ છીએ કહ્યું હતું.

અંજનાને આ વાત હાડોહાડ લાગી આવતા તેમણે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિ અને સાસુ-સસરાએ તેમને બચાવી લીધા હતા. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ તેમની હાલત સુધારા પર છે.

અંજનાબેને પતિ અને સાસુ-સસરા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.