- વરસાદમાં વિજળી પડવાની ઘટનામાં વધારો
- વિજળી પડવાની ઘટનામાં 18ના મોત
- મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવાશે
- મૃતકના પરિવારોને 4 લાખ સહાયની જોગવાઇ
રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે.
માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે.
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે કપાસના પાકને માવઠાથી સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં કપાસનો પાક પલળી ગયો છે. જિલ્લાના તમામ 4 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકામાં પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ચણા, જીરું, વરિયાળીના પાકને પણ નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પડેલાં કમોસમી વરસાદમાં સૌથી વધારે દુઃખી જગતનો તાત થયો છે. માવઠાના કારણે સિઝનલ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતના તૈયાર પાકનો સોથ બોલી ગયો છે. વરસાદ બાદ ખેતરે ગયેલી ખેડૂતમહિલાની દૃશ્યો જોઈ આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. મહિલાએ ચોધાર આંસુએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, અમે ગરીબ ખેડૂતો દેવું કરીને બે રૂપિયા કમાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ. ઉછીના પૈસા લઈને વાવેતર કર્યું હતું. આંખો સમક્ષ એક ઝાટકે જ મહેનત પાણીમાં ધોવાઇ ગઇ. દક્ષિણ ગુજરાતના સુરત સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલની વહેલી સવારથી મિની વાવાઝોડા સાથે વરસાદે શહેરને ધમરોળ્યું હતું.
મોડીરાત સુધીમાં 4.6 ઇંચ વરસાદ નોંધાતા નવેમ્બરમાં માવઠાનો રેકોર્ડ તૂટ્યો છે. તોફાનથી શહેરમાં 30થી વૃક્ષો જમીનદોસ્ત થતાં 3 વાહનને નુકસાન થયું હતું. મિની વાવાઝોડા વેળા 55થી 60 કિલોમીટરની મહત્તમ ગતિ નોંધાઇ હતી. શિયાળામાં માવઠાને પગલે ભારે નુકસાની સર્જાઇ હતી. જાણે આકાશમાંથી આફત વરસી હોય તેમ બજારમાં જવા માટે તૈયાર પોંક, પાપડી, તુવેર અને ગુવાર સહિતનો ઊભો પાક ધોવાયો હતો. મોટાપાયે નુકસાનીના લીધે ધરતીપુત્રોમાં ભારે નિરાશા ફેલાઇ છે. વર્ષ સુધીની મૂડી સમાન ઊભો પાક કમોસમી વરસાદના લીધે નષ્ટ થતાં નિર્ભર પરિવારોની આંખો ભીની થઇ ગઇ હતી.
સમગ્ર દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક પૈકીનો એક શેરડીનો હોય છે. દક્ષિણ ગુજરાતનું સહકારી માળખું સુગર મિલો ઉપર આધારિત છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવામાં આવે છે અને ખાંડનું મબલખ ઉત્પાદન પણ અહીં જ થાય છે. છેલ્લા બે દિવસથી આવેલા માવઠાને કારણે શેરડીના ઊભા પાકને નુકસાન થયું છે. નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં પીલાણનું કામ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે. એકાએક આવેલા કમોસમી વરસાદના કારણે તમામ સુગર મિલો દ્વારા શેરડીના પીલાણનું કામ બંધ કરી દીધું છે. અંદાજે હવે ત્રણથી ચાર દિવસ બાદ જ પીલાણનું કામ શરૂ થશે. જેના કારણે ખેડૂતો અને સુગર મિલોને આર્થિક નુકસાન થશે.
સહકારી અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ થયો છે, તેના કારણે દક્ષિણ ગુજરાતના શેરડી સહિતના પાકોને ખૂબ જ નુકસાન થયું છે. જ્યારે પણ આ પ્રકારે કમોસમી વરસાદ આવતો હોય છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા કિસાન સહાય યોજના હેઠળ સર્વે કરાવીને ખેડૂતોને થયેલા નુકસાનની માહિતી એકત્રિત કરીને શક્ય તેટલી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવતી હોય છે. મુખ્યમંત્રી દ્વારા ફરી એક વખત વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરાવીને ઝડપથી ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતનાં બંદરો પરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હજુ પણ વરસાદની આગાહી હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા હોવાને કારણે આ સમય દરમિયાન દરિયો ખેડવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. આથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી માછીમારોને દરિયો ખેડવા જવા માટે પરવાનગી અપાઈ નથી.
રાજ્યમાં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને 4 લાખ સહાયની જોગવાઇ કરી છે.અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી 24નાં મોત થયા છે.
રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 24 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 24 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.
અંબાલાલ પટેલ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે.રાજ્યમાં તારાજી સર્જનાર વરસાદે વિવિધ ખેતીમાં પાકમાં નુકસાન સર્જ્યું છે. ખેતી પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતમાં મુકાયા છે, ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સહાય માટે રજૂઆત કરી છે.
અત્રે જણાવીએ કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાધનપુર, સાંતલપુર, સમી તાલુકામાં સહાય માટે રજૂઆત કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને રવીપાકમાં મોટુ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં જીરાનું પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે કમોસમી વરસાદે ઉભા પાકમાં ભારે નુકસાન પહોંચાડ્યો છે. જેના પગલે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સહાયની માંગ કરી છે.
માવઠાના કમોસમી વરસાદે ઉત્તર ગુજરાતમાં તારાજી વેરી છે. બનાસકાંઠા, પાટણના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે.કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે કપાસના પાકને માવઠાથી સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં કપાસનો પાક પલળી ગયો છે.
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:હેબતપુરનો 26 વર્ષીય યુવક ઘર પાસેના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો
આ પણ વાંચો:ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી
આ પણ વાંચો:અમદાવાદના ચાંદલોડિયા, જગતપુર, છારોડી, ત્રાગડમાં સ્ટોર્મ વોટેર ડ્રેનેજ લાઇનને મંજૂરી
આ પણ વાંચો:માવઠાથી ખેતીને નુકસાનની સંભાવના, ભાજપ નેતાએ ખેડૂતોને વળતર ચૂકવવા સરકારને કરી રજૂઆત