MANTAVYA Vishesh/ એપિસોડ-1 શું છે અયોધ્યાનો ઈતિહાસ ?

આજે રામ નામનો ગુંજ અયોધ્યાથી લઈને આખા દેશમાં ફેલાયો છે. પરંતુ રામ પહેલાં અયોધ્યા કેવી હતી? અયોધ્યા કોણે વસાવી? ઈતિહાસમાં આ સ્થાન શા માટે આટલું મહત્ત્વનું હતું? રામ નો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ સિવાય બીજે ક્યાંય જોવા મળે છે કે કેમ ?આનાથી પણ વધુ સવાલોના જવાબ માટે જુઓ અમારો વિશેષ અહેવાલ 

Mantavya Exclusive Mantavya Vishesh
અયોધ્યા
અયોધ્યા આખરે ક્યારે સ્થાયી થઈ હતી: અથર્વવેદમાં અયોધ્યાનો પ્રથમ ઉલ્લેખ છે, પરંતુ તેની વાસ્તવિક ઉંમર કોઈને ખબર નથી. અયોધ્યા, રામ અને રામ મંદિરના ઈતિહાસ આપને સામે લાવતી અમારી વિશેષ શ્રેણી ‘રામ જન્મભૂમિનો ઈતિહાસ’ના પહેલા એપિસોડમાં જાણો, ઈતિહાસમાં અયોધ્યાનો ઉલ્લેખ ક્યાં છે.
સરયુના કિનારે જ અયોધ્યા વસી છે. વેદોમાં સરયુનું આહ્વાન ઋગ્વેદના મંત્ર 10,64,9 માં સરસ્વતી અને સિંધુ સાથે કરવામાં આવ્યું છે. જેમાં મંત્ર જણાવે છે કે, વૈદિક કાળમાં સિંધુ અને સરસ્વતીની જેમ સરયુ પણ મુખ્ય એક નદી હતી.
અથર્વવેદમાં અયોધ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો અર્થ થાય છે કે, આઠ ચક્રાકાર મહેલ અને નવ બારણાંવાળી અયોધ્યા દેવોની પૂરી છે, તે ઉર્જાનો સ્ત્રોત છે, જે આનંદ અને પ્રકાશથી ભરપુર છે. તેનાથી આપણે એટલો અંદાજો લગાવી શકીએ કે અર્થવવેદ કાળમાં પણ અયોધ્યા ના માત્ર વસી હતી પણ કેટલી સંપન્ન હતી.
વેદો પછી અયોધ્યા શબ્દનો ઉલ્લેખ સદા શિવ સંહિતા, વિશિષ્ઠ સંહિતા અને શુક સહિતામાં પણ છે જેમાં તેને “સાકેત લોક” અને “રામ લોક” કહેવાયો છે. તમામ વેદો, ઉપનિષદો અને સંહિતાઓના પન્ના ઉથલાવીએ તો અયોધ્યાના 12 નામ અયોધ્યા, આનંદીની, સત્યા, સત, સાકેત, કોશલા, વિમલા, અપરાજિતા, બ્રહ્મપુરી, પ્રમોદવન, સાંતાનિકલોકા અને દિવ્યલોકા મળે છે.
તે વાલ્મીકિ રામાયણના બાલકાંડ પાંચમાં સર્ગમાં 23 શ્લોકોમાં અયોધ્યાનું ભૂગોળ સમજાવાયું છે. એ અનુસાર
વાલ્મીકિ રામાયણના બાલકાંડ માં લખેલું છે, જ્યારે મનુ અને શતરૂપાએ અયોધ્યાની સ્થાપના કરી ત્યારે તે 12 યોજન લાંબી અને ત્રણ યોજન પહોળી હતી. એક યોજન એટલે 13-16 કિમી બરાબર જેટલુ થાય.. સરયુ નદીના કિનારે સંતોષી લોકો સાથેનો ધન-ધાન્યથી સમૃદ્ધ, ઉતરોતર પ્રગતિ કરનારો કોસલ નામનો મોટો દેશ હતો. વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાને કોસલ જિલ્લાની રાજધાની માનવામાં આવે છે. આ હિસાબે જોઈએ તોઅયોધ્યા અંદાજીત 5200 વર્ગ કી.મી.માં ફેલાયેલી હતી . આજનું આધુનિક અયોધ્યા શહેર 120.8 વર્ગ કિમીમાં જ વસેલું છે. એટલે કે વૈદિક કાળની અયોધ્યા આજની અયોધ્યા કરતાં અંદાજીત 44 ગણી બમણી હતી.
ઈતિહાસકારો કહે છે કે અયોધ્યા 3000 વર્ષ જૂની છે… વૈદિક નિષ્ણાતો કહે છે- આ ગણતરી ખોટી છે.
વેદ, પુરાણ, ઉપનિષદ અને વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાનો ઉલ્લેખ છે, પરંતુ આ ગ્રંથોના આધારે અયોધ્યાની ઉંમરની ગણતરી કરવી અશક્ય લાગે છે.
ઈતિહાસકાર એ.એલ.બાશમ અનુસાર, ઋગ્વેદ જેમાં સરયુનો ઉલ્લેખ છે તેનું સંકલન લગભગ 3500 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જ્યારે અથર્વવેદમાં જે અયોધ્યાનો ઉલ્લેખ છે, તેનું સંકલન 3000 વર્ષ પહેલા પૂર્ણ થયું હોવું જોઈએ.
આ કારણથી કેટલાક ઈતિહાસકારો તર્ક કરે છે કે અયોધ્યાની ઉંમર અથર્વવેદની ઉંમર જેટલી હશે. ડૉ. યાકોબી મેકડોનાલ્ડથી લઈને મોનિયર વિલિયમ્સ જેવા ઈતિહાસકારો પણ માને છે કે રામનો જન્મ 2500 થી 3000 વર્ષ પહેલાં થયો હતો.
જો કે, જેઓ વેદ અને પુરાણ પ્રમાણે ગણતરી કરે છે તેઓ આ સાથે સહમત નથી. એવું માનવામાં આવે છે કે વેદ તેમના સંકલન પહેલા ઘણા સમયથી અસ્તિત્વમાં હતા અને શ્રુતિ પરંપરામાં હતા.
એટલે કે લખવાને બદલે બોલતા શીખવાડવામાં આવતાં. શ્રુતિ પરંપરામાં અયોધ્યાનો ઉલ્લેખ અથર્વવેદના સંકલનના ઘણા સમય પહેલા થયો હતો અને તેથી તેનું અસ્તિત્વ પણ આનાથી ઘણું પહેલા હતું.
ઉજ્જૈન સ્થિત વિક્રમ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર બી.કે. શર્મા કહે છે કે ત્રેતાયુગની શરૂઆતમાં રામનો જન્મ થયો હતો. દરેક યુગનો સમય ઉમેરો અને રામનો જન્મ લગભગ 8.70 લાખ વર્ષ પહેલા થયો હશે.
અયોધ્યાનો પ્રથમ આર્કિયોલોજિકલ સર્વે એલેક્ઝાન્ડર કનિંઘમે 1862-63માં કર્યો હતો. આ સર્વેક્ષણમાં બૌદ્ધ સ્મારકોનો જાણકારી મેળવવા માટે કરાયો હતો. અયોધ્યાને લઈને આ ઇતિહાસનો પ્રથમ દસ્તાવેજ માનવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન કનિંઘમે ‘ધનન’ અને ‘વિશાખ’ લેખવાળા સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા એટલું તો જણાવે છે કે, ભગવાન બુદ્ધના સમયમાં અયોધ્યા એક સંપન્ન શહેર હતું, પણ તે પહેલાનો ઉલ્લેખ મળતો નથી. બૌદ્ધ કાળમાં અયોધ્યાની પાસે નવું શહેર બન્યું હતું, જેનું નામ સાકેત હતું. અયોધ્યા અને સાકેતને કેટલાક વિદ્વાનોએ એક જ માન્યા છે, બૌદ્ધ સાહિત્યમાં બંનેનું નામ સાથે મળે છે. બૌદ્ધ માન્યતા અનુસાર, બુદ્ધ દેવ અયોધ્યા અથવા સાકેતમાં 16 વર્ષ સુધી રહ્યા હતા. બૌદ્ધ સાહિત્ય અનુસાર ભગવાન બુદ્ધના કાળમાં અયોધ્યાને વિશાખા પણ કહેવામાં આવતું હતું.
બ્રિટીશ ઇતિહાસકાર જોને પોતાના પુસ્તક ‘INDIA અ હિસ્ટ્રી’માં ઉત્તર પથ જે ગાંધારથી શરુ કરીને મથુરાથી લઈને આજના બાંગ્લાદેશમાં તામ્રલીપતી સુધી ફેલાયેલો હતો અને દક્ષિણ પથ શ્રાવસ્તીથી શરુ કરીને ચિત્રકૂટથી લઈને પ્રતિષ્ઠાન સુધી જતો હતો. આ બંને રસ્તા માનવ સ્થળાંતર અને વેપારના સૌથી મોટા રસ્તા હતા. આ બંને રસ્તા એક-બીજાને જ્યાં ક્રોસ એટલે કે એક બિંદુ પર મળતા હતા, ત્યાં વચ્ચોવચ  અયોધ્યા વસી હતી.
1932માં પ્રકાશિત ‘અયોધ્યા: અ હિસ્ટ્રી’માં લાલા સીતારામે અયોધ્યાનો ઇતિહાસ ગુગલ મેપની જેમ ટ્રેસ કર્યો તેમના મતે છઠ્ઠી શતાબ્દી ઈસા પૂર્વમાં અયોધ્યા કોશલ જનપદની રાજધાની હતી. બુદ્ધ અને મહાવીરના કાળમાં આ એક સમૃદ્ધ નગરી હતી. મુખ્ય કોશલમાં 3 મોટા નગરો હતા. અયોધ્યા, સાકેત અને શ્રાવસ્તી કે સાવત્થી. ક્યારેક ક્યારેક અયોધ્યા નગરીને સાકેત પણ કહેવાઈ છે. પાલી  ભાષાના પ્રોફેસર રીઝ ડેવિડસનું માનવું છે કે, બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત બે અલગ શહેર હતા. તેવું બની શકે કે તે ટ્વીન સીટીઝ હોય. જેમ કે આજે અમદાવાદ અને ગાંધીનગર.
સ્કંદ પુરાણમાં રામ અવતારની વાત કરાઈ છે. શિવ પાસે અજેય બનવાનું વરદાન પ્રાપ્ત કર્યા પછી રાવણે દેવાતોને હેરાન કરવાનું શરુ કર્યું…જેને લઈને સમગ્ર દેવતાઓ નંદી પાસે મદદ હેતુ પહોંચ્યા પરંતુ નંદી પહેલાથી જ રાવણને શ્રાપ આપી ચૂક્યા હતા કે જયારે કોઈ તપસ્વી અને તેનો વાનર સેનાપતિ લંકા આવશે તો રાવણનું મૃત્યુ નિશ્ચિત છે. દેવાતોએ સમગ્ર વાત ભગવાન વિષ્ણુને જણાવી… તેમના કહેવા મુજબ દેવતાઓએ વાનર અવતાર લીધો અને નંદીએ હનુમાન અવતાર લીધો..જયારેભગવાન વિષ્ણુએ સ્વયં રામનો અવતાર લીધો..
ભારતીય ઇતિહાસનો સૌથી લાંબો રાજવંશ માનવામાં આવતા સુર્યવંશએ અયોધ્યાએ સૂર્યવંશી રાજાઓની રાજધાની હતી. વંશાવલીમાં આ કુળના 123 રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાંથી 93એ મહાભારત પહેલાં અને 30એ મહાભારત પછી રાજ કર્યું હતું અથર્વવેદમાં અયોધ્યાને દેવતાઓની નગરી ગણાવવામાં આવી છે, અયોધ્યાના પહેલા 11 સૂર્યવંશી રાજા હતા, ભગવાન રામના પિતા દશરથ અહીંના 63મા રાજા હતા અને રાજા રામનો નંબર 64મો હતો. વેદોમાં માત્ર આ કુળના 21 રાજા માંધાતાનો ઉલ્લેખ મળે છે.
14 વર્ષના વનવાસ પૂર્ણ કરી રામ જયારે અયોધ્યા પરત ફર્યા અને પછી ત્યાં રામરાજ્ય સ્થપાયું. પણ અયોધ્યામાં આ રામરાજ્ય હંમેશા માટે ના રહ્યું. ઈતિહાસ મુજબ અયોધ્યામાં રાજ અને રાજા બદલાતા રહ્યા અને તેની સાથે જ અહીના મંદિરોની સ્થિતિ પણ સુધરી અને બગડી પણ.
રામ રાજ બાદ અયોધ્યાના હાલ કેવી રીતે બગડ્યા અને શું રહ્યું ? આખરે રામ મંદિરને તોડીને મસ્જિદ કોણે અને ક્યારે બનાવી આ તમામ પ્રશ્નોના જવાબ જુઓ આવતીકાલના એપિસોડમાં

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ