Politics/ ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે?

બંગાળ વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભાજપ અને ટીએમસીને એકાએક નેતાજી યાદ આવી ગયા : જો કે, નેતાજીના આદર્શો પ્રમાણે આજનો એક પણ રાજકારણી ચાલે છે ખરો ?

Mantavya Exclusive
gandhiji sardar and netaji ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે?

બંગાળ વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભાજપ અને ટીએમસીને એકાએક નેતાજી યાદ આવી ગયા : જો કે, નેતાજીના આદર્શો પ્રમાણે આજનો એક પણ રાજકારણી ચાલે છે ખરો ?

આઝાદીની જંગ વખતે લડવૈયાઓ દ્વારા  ‘શૂરા જાગ જો રે…’ વાળું ગીત ગાવા ઉપરાંત રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘામી રચિત ગીતો પણ વ્યાપક પ્રમાણમાં ગવાતા હતા. આ તો આઝાદીની વાત હતી. પરંતુ આઝાદી બાદ ચૂંટણી મોટો ધ્યેય બની રહ્યો છે. કોઈ રાજકારણીને ચૂંટણીનો પડકાર થાય એટલે તરત કશુંક યાદ આવવાની વાતનો પ્રારંભ થાય છે. તેમાંય કોઈ રાજ્યમાં સરકાર હોય કે ન હોય પણ ચૂંટણી ઢંઢેરામાં તો ઘણા વાયદા હોય છે. અને પછી પણ આ વાયદા બજારનો ખેલ શરૂ થઈ જાય છે તે હકિકત છે.

himmat thhakar ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે?

પશ્ચિમ બંગાળ આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકારણીઓ જાગી ગયા છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનનો અંત લાવવાના નિર્ધાર સાથે કેન્દ્રીય બજેટમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે બંગાળ માટે પ્રોજેક્ટનો વરસાદ વરસાવી દીધો. પશ્ચિમ બંગાળની સાથે આસામ સહિતના અન્ય ચાર રાજ્યોને પણ આ પ્રકારનો લાભ મળ્યો. જો કે આ નવું નથી ચૂંટણી પર ઘણા ખેલ ખેલાતા હોય છે. સત્તાપક્ષની જેમ વિપક્ષ પણ આવા પ્રકારની રમત રમતા હોય છે તેમાં કશું નવું નથી.

Image result for gandhiji, sardar and netaji

ગુજરાતમાં ગાંઘી-સરદાર- તો બંગાળમાં ગુરુદેવ-નેતાજી

૨૦૧૪ની ચૂંટણી પહેલા લોખંડી પુરૂષ સરદાર સાહેબના નામે ખૂબ રાજકારણ ખેલાયું. સરદાર સાહેબને કોંગ્રેસે અન્યાય કરેલો તેવી વાતો ખૂબ ચગાવાઈ હતી. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બાબતમાં પણ ઘણી મનઘડત વાતો રાજકારણીઓ દ્વારા થઈ છે. હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી છે અને માટે જ નેતાઓને અને રાજકારણીઓને અચાનક નેતાજી યાદ આવ્યા છે. બરાબર ચૂંટણી ટાણે નેતાજીની યાદ આવવાનું શરૂ થાય છે. ૨૦૧૫ની ચૂંટણી પહેલા નેતાજીની ફાઈલો એક પછી એક જાહેર કરાઈ અને નેતાજીના પરિવારના સભ્યને મમતા બેનર્જી સામે મેદાનમાં ઉતારાયા હતા, પરંતુ તે વખતે ભાજપનો આ ખેલ ચાલ્યો નહોતો. હવે આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપે પરિવર્તન રથને ભ્રમણ કરાવતા પહેલા આજ ખેલનો પ્રારંભ કર્યો છે. જેમ ગુજરાતના આનેક રાજકારણીઓની હેસિયત સરદાર સાહેબના પગ સુધીની પણ નથી, છતાં એ વેતિયા રાજકારણીઓ સરદાર સાહેબના નામને વટાવવાની એક પણ તક જતી કરતાં નથી. પશ્ચિમ બંગાળમાં નેતાજી અંગેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મંચ પર દેખાયા. પરંતુ મમતા બેનર્જી બોલવા ઉભા થયા કે, તરત જ પહેલા જય શ્રી રામ અને ત્યારબાદ મમતા બેનર્જી વિરોધી નારા શરૂ કરાયા. જેથી મમતાએ આ કાર્યક્રમનો પ્રવચન વગર ત્યાગ કર્યો. આ બાબતને ભાજપના નેતાઓએ મમતા દીદીએ નેતાજીનું અપમાન કર્યું છે, તેવી આક્ષેપબાજી શરૂ કરી. તો બીજી બાજુ ટીએમસીએ ભાજપ સામે વળતા પ્રહારો કર્યા.

Image result for gandhiji, sardar and netaji

આજકાલ નામકરણથી ચૂંટણીમાં જીતનો પથ કંડારાય છે

બંગાળમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાને હજી વાર છે, ત્યારે કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશની ૩૮૦ શાળાઓ અને ૬૮૦ હોસ્ટેલનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ રેસીડેન્સીયલ સ્કૂલ રાખવાનું નક્કી કર્યું. આ અંગે કેટલાક સ્થળોએ તો બીજા નામો હતાં તે પણ બદલી નાખ્યા અને આ બાબતમાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના નામ હેઠળ ચાલતી શાળાઓમાં આ પ્રકારની યોજના અમલી બનાવી. આ બાબતમાં આગળ વધી કેન્દ્રના એચ.આરડી એટલે કે શિક્ષણ મંત્રાલયે પાંચ વિશ્વ વિદ્યાલયોમાં નેતાજીના નામે ખાસ વિભાગ બનાવવાની જાહેરાત કરી. હવે આ ખાસ વિભાગ દ્વારા છાત્રોને સૈનિક પ્રશિક્ષણ આપવાનો ક્રેડીટ બેઝડ કાર્યક્રમ તૈયાર કરાયો અને આ ઈન્ટર્નશીપ જેવા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સામેલ કરી ઈન્ટર્નશીપની તક અપાશે. ૨૦૧૫થી મંત્રાલય ચાલે છે, પરંતુ તેનું અલગ બજેટ રજૂ થતું નથી. રેલવે મંત્રાલય દ્વારા ૧૮૮૬થી જે ટ્રેન ચાલાવવામાં આવે છે અને જેને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે તે હાવડા-કાલકા મેલ દેશની જૂની ટ્રેન સેવા છે. ૧૮૬૬થી આઝાદી સુધી આ ટ્રેનનું નામ હાવડા પેશાવર એક્સપ્રેસ હતું. ઈતિહાસમાં ઉલ્લેખ પ્રમાણે ૧૮મી જાન્યુઆરી ૧૯૪૧ના રોજ અંગ્રેજોને થાય આપી નેતાજી સુભાષચંદ્ર બોઝ ધનબાદ જીલ્લાનાં ગોમો જંકશનથી આ ટ્રેનમાં બેસીને આગળ ગયા બાદ વિદેશ ગયા હતા અને ત્યાંથી અંગ્રેજો સામે લડત ચલાવી હતી. હવે કેન્દ્ર સરકારે આ ટ્રેનનું નામ નેતાજી એક્સપ્રેસ કરવાની જાહેરાત થઈ છે. જોગાનુજોગ અન્ય બાબતોની જેમ આ બાબત પણ કેન્દ્ર સરકારને પશ્ચિમ બંગાળની ચૂંટણી ટાણે જ યાદ આવી છે.

Image result for netaji express train

ચૂંટણી આવી નામકરણ યોજના લાવી

ભલે રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં ઘણી વાતો સામે આવીતી નથી, પરંતુ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે પણ રાજ્ય સરકારની ઘણી બાબતોમાં નેતાજીનું નામ જોડવાની શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની નેતાજી વિષયક હિલચાલનો જવાબ આપતા હોય તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાબેનર્જીએ કોલકત્તા પોલીસમાં નેતાજીના નામથી નવી બટાલિયન જોડવાની જાહેરાત કરી છે. આ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે નેતાજીની ૧૨૫મી જન્મ જંયતિના દિને પરાક્રમ દિવસની ઉજવણી કરી હતી. આવતા દિવસોમાં પણ મમતા બેનર્જીની સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના ગામ સાથે જોડતી અનેક યોજનાઓ ઉભી કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને નોબલ પારિતોષિક વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર (ઠાકુર) એક લોકપ્રિય નામ છે અને હવે બન્ને પક્ષોએ આ બન્ને મહાનુભાવોના નામનો મહત્તમ ઉપયોગ કરવાની સ્પર્ધા શરૂ કરી છે.

Image result for gandhiji, sardar and netaji

આજનાં રાજકારણીઓ ચાલી શકશે નેતાજીનાં પગલે

કોઈપણ મહાપુરૂષના નામે લોકોને લાભકર્તા કોઈપણ યોજના શરૂ થાય તેમાં કોઈને જરા પણ વાંધો હોઈ શકે નહિ અને હોવો પણ ન જાેઈએ. પરંતુ મહાપુરુષના નામનો દુરૂપયોગ તો ન જ થવો જોઈએ. ટીએમસી હોય કે ભાજપ – કોંગ્રેસ કે કોઈપણ પક્ષ હોય તેમાં એવી હિંમત છે ખરી કે જેના આગેવાનો નેતાજીના ચીંધેલા માર્ગે ચાલી શકે. નેતાજીએ તો આઝાદ હિંદ ફોજ રચી બ્રિટીશ સલ્તનતને બરાબર પડકારી હતી. નેતાજી સાચી વાત કોઈને પણ કહેવા ટેવાયેલા હતા. નેતાજીએ આઝાદીના જંગ સુધી સબબ કામગીરી કરી હતી. નેતાજીએ તો બ્રીટીશ સલ્તનતને દેશ બહાર રહીને બરાબર હંફાવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું અધિવેશન પણ ગુજરાતના હરિપુરા ગામે મળ્યું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. નેતાજીએ ક્યારેય પોતાનો માર્ગ બદલ્યો નહોતો. પોતાની દિશા બદલી નહોતી. જ્યારે આજના રાજકારણીઓ પછી ગમે તે પક્ષ સાથે જોડાયેલો હોય તેને વિચારધારા બદલચતા વાર લાગતી નથી. ખાસ કરીને સત્તાપર આવ્યા પહેલા ભારતના રાજકારણીઓ જે ભાષામાં વાત કરતાં હોય છે તે ભાષા સત્તાપર આવ્યા બાદ બદલાઈ જાય છે. આજના રાજકારણીઓએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે અને લઘુમતી મત મેળવવા માટે અનેક તરકીબો અજમાવવા પ્રયાસ કર્યા છે અને વિપક્ષ પર તૃષ્ટીકરણનો આક્ષેપ કરનારા પક્ષના નેતા પણ એક યુનિવર્સિટીમાં જઈને બીન સાંપ્રદાયિકતાનો બોધ આપતા થઈ ગયા છે.

Image result for gandhiji, sardar and netaji

નેતાઓ યાદ રાખે – સરદાર સાહેબે કદી પક્ષ બદલ્યો નથી

ગાંધીજીનું નામ ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષે ખૂબ વટાવ્યું છે. હવે ભાજપ આજ નામનો ખૂબ ઉપયોગ કરે છે. ગાંધીજીના નામે અલગ અલગ વાતો કરે છે. પરંતુ હકીકતમાં ગાંધી ચીંધ્યા માર્ગે કોઈ રાજકીય પક્ષ કે રાજકારણી ચાલે છે ખરા ? ગાંધીજી લોકોના અવાજને બરોબર સાંભળતા હતા. પરંતુ આજના રાજકારણીઓ લોકમતનીઐસી કી તૈસી કરતાં જોવા મળી રહ્યા છે. આ વાત નવી નથી જ્યારે સરદાર પટેલને નામ વટાવનારા રાજકારણીઓ એક વાત ભૂલી જાય છે કે સરદાર સાહેબ જ્યારથી જાહેર જીવનમાં આવ્યા, ત્યારથી આ જીવન એક જ પક્ષમાં રહ્યા હતા અને તેઓ ગાંધીજીને પોતાના ગુરૂ માનતા હતા.

સરદારનાં લોખંડી નિર્ણયને અન્યાયનું નામકરણ 

ગુરૂના સૂચન મુજબ ૧૯૩૯ના સમયગાળામાં બહુમતી સમર્થન હોવા છતાં કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું નહોતું. તે તેમનો પોતાનો લોખંડી નિર્ણય હતો, જ્યારે સરદાર સાહેબના પોતાના નિર્ણયને લોકો સમક્ષ જુદી રીતે એટલે કે સરદાર સાહેબને થયેલા અન્યાય તરીકે રજૂ કરીને પોતાનો ખેલ પાડી રહ્યા છે. સરદાર સાહેબે પોતાના ગુરૂના આદેશને ક્યારેય ઉથાપ્યો નહોતો. જ્યારે આજના રાજકારણીઓ પોતાને રાજકારણમાં આગળ લાવનારા ગુરુકે આજની ભાષામાં જેને ગોડફાધર પણ કહેવામાં આવે છે હાંસિયામાં ધકેલી દઈ હડધૂત કરતાં પણ અચકાયા નથી હવે આપણા આજ રાજકારણીઓએ સરદાર સાહેબના નામે ખેલ ખેલવાનું શરૂ કર્યું છે ઘણીવાર તો રાજ્યો પ્રમાણે મહાપુરુષના નામનો ઉપયોગ કરવાની સ્ટાઈલ પણ બદલતી જ રહે છે.

Image result for swami vivekananda

અરે કદાચ હજુ રાજકીય પક્ષોને યાદમાં નથી આવ્યુ કે વિવેકાનંદ પણ બંગાળી હતા

નામકરણ અને નામ વટાવવાની વાત છે, ત્ચારે ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે કદાચ લાગી રહ્યું છે કે, રાજકારણીઓ અને રાજકીય પક્ષો ચૂંટણીનાં ટેન્શનમાં હોય અને એ વાત વિસરી ગયા હોય કે સ્વામી વિવેકાનંદ પણ બંગાળી હતા અને પૂર્વે તેના નામે ઘણું કરવામાં આવ્યું છે. બંગાળની ચૂંટણીમાં તેના નામે પણ વોટ મળી શકે તેમ છે. જો કે આજકાલનો રાજકીય પ્રવાહ જોયા પછી કહી શકાય કે ઘીરજ રાખો  ઘીરજ રાખો સ્વામીજીનું નામ પણ આવશે મેદાનમાં….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…