વિકાસપુરુષ/ 7 ઓક્ટોબર 2001 અને 7 ઓક્ટોબર 2023, ગુજરાત મોડેલ, સીએમથી પીએમ

ગુજરાતમાં ભૂકંપ 2001માં આવેલા ભૂકંપ પછી સરકારની નબળી કામગીરીના લીધે ચિંતાનો માહોલ હતો અને સરકારમાં, ભાજપમાં અને લોકોમાં નિરાશાનો માહોલ હતો ત્યારે તેમા આશાનો દીપક પ્રગટાવવાનું કામ કર્યુ હતુ આજના દિવસે શપથ લેનારા સીએમે.

Mantavya Exclusive
YouTube Thumbnail 2 4 7 ઓક્ટોબર 2001 અને 7 ઓક્ટોબર 2023, ગુજરાત મોડેલ, સીએમથી પીએમ

અમદાવાદઃ ગુજરાતમાં ભૂકંપ 2001માં આવેલા ભૂકંપ પછી સરકારની નબળી કામગીરીના લીધે ચિંતાનો માહોલ હતો અને સરકારમાં, ભાજપમાં અને લોકોમાં નિરાશાનો માહોલ હતો ત્યારે તેમા આશાનો દીપક પ્રગટાવવાનું કામ કર્યુ હતુ આજના દિવસે શપથ લેનારા સીએમે. બધા સમજી ગયા હશે કે આ સીએમ કોણ હશે. આ સીએમ છે આજના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે ભરેલા હરણફાળની ચર્ચા ફક્ત રાજ્યમાં જ નહી સમગ્ર દેશમાં થવા લાગી. તેમના અસરકારક નેતૃત્વના લીધે ગુજરાતના વિકાસનું નવું જ મોડેલ ઉદભવ્યું, જે ગુજરાત મોડેલ તરીકે ગણાવવા લાગ્યુ. આ જ ગુજરાત મોડેલની સફળતાના સથવારે તેમણે એક રાજ્યના સીએમથી પીએમ સુધીનો પથ કાપ્યો. સીએમ તરીકે રાજ્યને અને પીએમ તરીકે દેશને તે નવી ઊંચાઈ બક્ષી રહ્યા છે.

તેમણે સીએમ બનવા દરમિયાન રીન્યુએબલ એનર્જીના મોરચે શરૂ કરેલી કામગીરી હવે રાષ્ટ્રીય સ્તરે વેગ પકડી ચૂકી છે. વર્તમાન દાયકાના અંત સુધીમાં ફક્ત ગુજરાત જ નહી દેશનું 50 ટકા વીજ ઉત્પાદન અક્ષય ઉર્જાના સ્ત્રોતો થકી થતું હશે. પહેલા ગુજરાતના શહેરો જ નહી પણ ગુજરાતના ગામડામાં ચોવીસ કલાક વીજળી પૂરી પાડીને ખેડૂતોની સમૃદ્ધિના મોરચે નવા જ પગરણ માંડ્યા હતા. હવે તેમણે સીએમમાંથી પીએમ બન્યા પછી સમગ્ર દેશમાં 24 કલાક વીજળીનો મુદ્રાલેખ આપ્યો છે. તેને તે તેમના શાસનના દાયકાના અંત પૂર્વે પૂરો કરવાનો ઇરાદો ધરાવે છે.

વર્લ્ડ બેન્કના જ રિપોર્ટ મુજબ મોદી 2014માં પીએમ બન્યા ત્યારે ભારતીય શહેરોમાં સરેરાશ વીજળી દૈનિક ધોરણે 12 કલાક જ મળતી હતી. એટલે કે એક ભારતીય શહેરને સરેરાશ બાર કલાકના ધોરણે વીજળી મળતી હતી. જ્યારે 2023માં દેશના દરેક શહેરને પ્રતિ દિન 23 કલાક વીજળી મળે છે. આમ 2024ના અંત સુધીમાં દેશના બધા જ શહેરોને 24 કલાક વીજળી મળતી થઈ જશે. આ રીતે 2014માં દેશના ગામડામાં દૈનિક ધોરણે માંડ આઠ કલાક વીજળી મળતી હતી, જે પ્રમાણ વધીને 2023માં 20 કલાક થઈ ગયું છે. 2025ના અંત સુધીમાં દેશના બધા જ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી મળતી થઈ જશે. આ ઉપરાંત તેઓ પીએમ બન્યા તે પહેલા દેશના ગામડાઓમાં બ્રોડબેન્ડ નેટવર્ક જેવું કશું હતું જ નહી, આજે દેશના બે લાખ ગામડા બ્રોડબેન્ડથી જોડાઈ ગયા છે અને આગામી દાયકામાં છ લાખ ગામડા બ્રોડબેન્ડથી જોડાઈ જશે.

Modi Shapath 7 ઓક્ટોબર 2001 અને 7 ઓક્ટોબર 2023, ગુજરાત મોડેલ, સીએમથી પીએમ

તેમણે ગુજરાતમાં સીએમ તરીકે બજાવેલી સફળ કામગીરીના લીધે આજે દરેક ગુજરાતી કુટુંબને ઘરે બેઠા પાણી, 24 કલાક વીજળી મળી છે. નર્મદાના પાણી ગામડેગામ પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે કામગીરી શરૂ કરી હતી. CM  બન્યા પછી તેમણે કૃષિ, શિક્ષણ, પાણી, વીજળી અને રસ્તા પર કરેલા કામને આજે પણ લોકો યાદ કરે છે. તેની સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મોરચે પણ તેમણે મજબૂત કામગીરી બજાવી ગોધરા પછી કોઈ રમખાણ થવા દીધા ન હતા.

તેમણે સીએમ તરીકે કાર્યભાર સંભાળ્યો તે સમયે ગુજરાતના શિક્ષણમાં ડ્રોપઆઉટની સમસ્યા હતા. બાળકોનું શિક્ષણ ચિંતાનો વિષય હતો. તેના સમાધાન માટે તેમણે 2003માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. તેના લીધે આજે શાળા છોડવાનો દર 37 ટકાથી ઘટીને આજે બે ટકા થયો છે.

તેમણે નર્મદા પ્રોજેક્ટનું કામ બળદગાડાની ગતિએ ચાલતું હતું, તેને બજેટ ફાળવણી બમણી કરી તેની ગતિ વધારી. સૌરાષ્ટ્ર માટે સૌની, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ અને કચ્છ માટે બ્રાન્ચ કેનાલ પ્રોજેક્ટ અમલમાં લાવ્યા હતા.

ગુજરાતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હતા. તેના પગલે મોદીએ સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવનું આયોજન કર્યુ હતુ. ખેડૂતોને લેબ ટુ લેન્ડ અભિગમ દ્વારા નવી ટેકનોલોજી અને નવા સાધનો અંગે કૃષિ નિષ્ણાતો દ્વારા જાણકારી અપાઈ. તેથી ખેડૂતોએ નવી પદ્ધતિ અપનાવતી તેમની ઉપજ વધી. આ સિવાય ખેડૂતોને માઇક્રો ઇરિગેશન તરફ પ્રેર્યા, બાગાયતી ખેતી માટે પ્રોત્સાહન આપ્યા. તેની સાથે ખેડૂતને એગ્રી આંત્રપ્રિન્યોરની ઉપમા આપી. તેના કારણે ગુજરાતના ખેતરોમાં વીજળી અને પાણીની ઉપલબ્ધતાના લીધે ખેડૂતો એક જ સીઝનમાં વધુ પાક લઈ શકે છે. ગુજરાત આજે મગફળી અને એરંડાના ઉત્પાદનમાં મોખરે છે. કપાસના ઉત્પાદનમાં ટોચ પર છે.

મોદી સીએમ તરીકે તે સમજતા હતા કે કૃષિની સાથે-સાથે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવું તેટલું જ જરૂરી છે. આ માટે સૌપ્રથમ પગલું ઉદ્યોગોને સરકારી નાગચૂડમાંથી મુક્ત કરવામાં આવે તે છે. તેથી તેમણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં પગલાં ત્યારથી લેવા માંડ્યા હતા. આના સંદર્ભમાં જ તેમણે વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવ શરૂ કર્યો હતો. વાસ્તવમાં કોઈપણ સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ સુધી પહોંચવાનો અને તેમના રોકાણ માટે પ્લેટફોર્મ પૂરુ પાડવાનો પ્રથમ પ્રયાસ હતો. આના પછી તેમણે ઉદ્યોગો માટે સરકારી પ્રક્રિયાઓ સરળ બનાવવાનો પ્રારંભ કર્યો. એક પછી એક વાઇબ્રન્ટ મહોત્સવ દ્વારા ઉદ્યોગો માટે લાલજાજમ બીછાવી. તેના પગલે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી. તેના કારણે બંધ થવાના આરે આવેલી જીઆઇડીસીમાં પ્રાણ પૂરાયા. તેની સાથે લોકોને પણ રોજગારીની તકો ઉપલબ્ધ. આજે તેના લીધે ગુજરાત ઉદ્યોગોનું હબ મનાય છે.

 

આ પણ વાંચોઃ માયાજાળ/ અમેરિકા ઝડપી લે તે પહેલા સાગરે ભારતીય પોલીસ સમક્ષ સરન્ડર કરી લીધું

આ પણ વાંચોઃ માયાજાળ/ અમેરિકા ઝડપી લે તે પહેલા સાગરે ભારતીય પોલીસ સમક્ષ સરન્ડર કરી લીધું

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ભારત સાથેની દુશ્મની કેનેડાને કેટલી પડશે મોંધી, કેટલું નુકસાન થશે?