Not Set/ ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!

ભાજપે સરકારી કાર્યક્રમો અને કેન્દ્રીય પ્રધાનોની ફોજ ઉતારવાનું શરૂ કર્યુ: આમ આદમી પાર્ટી જનસંવેદના યાત્રાના નામે વ્યાપ વધારે છે તો કોંગ્રેસ કાર્યક્રમો આપે છે પણ સંગઠનનું માળખુ ગોઠવી શકી નથી!!!

Mantavya Exclusive India
aap 3 ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ગુજરાતમાં કાયદેસર રીતે તો વિધાન સભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૨માં આવી રહી છે અને ગુજરાત સરકારે તો વિકાસ કામોની ઝડપ વધારી છે તો બીજી બાજુ કેન્દ્ર અને ગુજરાત શાસક પક્ષ ભાજપે સંગઠનાત્મક રીતે પણ તૈયારી શ‚ કરી દીધી છે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપ તરફી પરીણામોએ જે જૂવાળ ઉભો કર્યો છે તેનું મતદાનમાં ‚પાંતર કરવા માટે અત્યારથીજ પાકી ગોઠવણ શ‚ થઈ રહી છે. થોડા સમય પહેલા ગુજરાત વિધાન સભા ભાજપ પક્ષની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પણ આપી દીધો છે. આ અંગે દરેક ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોને કામે લાગી જવા સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી શાસનના પાંચ વર્ષ પ્રસંગની ઉજવણી પ્રસંગે જે કાર્યક્રમો જાહેર કરી તેનો અમલ કરવામાં આવનાર છે તેનાં પણ અત્યારથીજ ભરપુર પ્રચાર શ‚ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ ઉપરાંત કેન્દ્રમાં ગુજરાતના જે ૬ પ્રધાનો છે તેમને રાજ્ય માટે અલગ અલગ જવાબદારી સોંપી દેવાઈ છે. આ કેન્દ્રીય પ્રધાનો કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પરસોત્તમભાઈ ‚પાલા, ડો.મહેન્દ્ર મુંજપરા, શ્રીમતી દર્શનાબેન જરદૌશ અને રાજ્ય કક્ષાનાં પ્રધાન દેવુસિંહ ચૌહાણને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી દેવાઈ છે. ૧૬મી ઓગષ્ટથી પાંચ દિવસ માટે આ કેન્દ્રિય પ્રધાનો પોતાને સોંપાયેલા જિલ્લાઓમાં ફરી વળશે. કેન્દ્રીય પ્રધાનોની આ યાત્રાને જન આશીર્વાદ યાત્રા એવું નામ આપવામાં આવ્યું છે અને આ જન આશીર્વાદ યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં મનસુખભાઈ માંડવીયા અને ડો.મુંજપરા વિવિધ વિસ્તારોમાં જશે અને જન જન સુધી ભાજપના કાર્યક્રમો પહોંચાડશે. આમ ભાજપે ૨૦૨૨ની ચૂંટણીને એક પડકાર ગણી અત્યારથી જ કેન્દ્રીય પ્રધાનોની ફોજને ગુજરાતમાં ફરતી કરી દેવાનું શરૂ કર્યુ છે.

himmat thhakar 1 ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!

જયારે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભલે ભવ્ય ન કહેવાય પરંતુ પ્રથમવાર મેદાનમાં ઉતરીને રાજકીય નિરીક્ષકો જેને નોંધપાત્ર ગણે છે તેવી સફળતા મેળવનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ પણ જન સંવેદના યાત્રા શરૂ કરી છે તેઓ પણ અનેક અવરોધો વચ્ચે પણ રાજ્યનાં તમામ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને નોંધપાત્ર બાબત એ છે કે, આ યાત્રા દરમિયાન જ્યાં જાય છે ત્યાં તેની તાકાત મજબૂત બની રહી છે અનેક અવરોધો ઉભા કરવાનાં પ્રયાસો છતાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ અને ભાજપના વાડ પર બેઠેલા કેટલાક આગેવાનો કાર્યકરો તો આ પક્ષમાં જોડાઈ રહ્યા છે તો બીજી બાજુ જે મતદારો ભાજપ અને કોંગ્રેસ બન્નેનો વિકલ્પ શોધતા હતા તેને આ વિકલ્પ મળી રહ્યો છે સુરત સહિતના ઘણાં સ્થળોએ કોઈપણ વિચાર ધારામાં ન માનતા બુધ્ધીજીવી વર્ગ સહિતનો મોટો સમુદાય ‘આપ’ તરફ વળી રહ્યા છે.

aap ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!
આ એક જેવી તેવી સિદ્ધી તો ન જ કહેવાય. ‘આપ’ના દિલ્હીનાં આગેવાનોએ પણ ગુજરાતના આંટાફેરા શરૂ કરી દીધા છે. આમ ભાજપ અને આમ આદમી પાર્ટી ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. તેવે સમયે કોંગ્રેસ ભલે આવેદન પત્રો આપવા સહિતના નાના આંદોલનો કે ખેડૂત કાયદા સામે દેખાવો કરી અટકાયત વહોરી સંતોષ માને છે. પોતાના મજબૂત સંગઠનના માધ્યમથી સરકારની વાત જનજન સુધી પહોંચાડવા કાર્યક્રમોની હારમાળા કરી રહ્યો છે. ભલે તેની પાસે આ માટે અત્યારે તો સરકારી સાધનો પણ છે. તેનો ઉપયોગ કરી લોકો સુધી પોતાની વાત પહોંચાડે છે અને લાંબા શાસનના કારણે જે એન્ટી ઈન્કમબન્સી ઉભી થઈ છે તે તોડવાનો પ્રયાસ કરે છે. જેનો લાભ ભાજપ કે આમ આદમી પાર્ટીને મળી ન જાય તેવો વ્યૂહ ગોઠવે છે.

aap 1 ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!

સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસ મોવડી મંડળે તેમના રાજીનામા સ્વીકારી તેમના અનુગામીની શોધ શરૂ કરી છે. પરંતુ ચૂંટણી પરિણામોને ચાર માસ પૂરા થવા આવ્યાં છતાં આ શોધ હજી પૂર્ણ થઈ નથી. આ આગેવાનો હજી હોદ્દા પર ચાલુ જ છે. પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનું દુ:ખદ નિધન થયા બાદ તેમના અનુગામીની પણ નિમણૂંક કોંગ્રેસના દિલ્હી સ્થિત મોવડી મંડળે કરી નથી. જ્યારે અપવાદ રૂપ બે-ચાર જિલ્લાને બાદ કરતાં કોઈ સ્થળે હજી સુધી દેશની કે વિશ્ર્વની સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસનું સંગઠન માળખુ લાંબા સમય છતાં ગોઠવાયું નથી. જ્યાં ગોઠવાયું છે ત્યાં પણ હુ ફુઈનેે રતનીયા જેવી હાલત છે.

aap 2 ભાજપ ‘આપ’નો ચૂંટણી મોડ! કોંગ્રેસ ગોથા ખાય છે!!
જો કે રૂપાણી સરકારનાં પાંચ વર્ષની ઉજવણી સામે ગુજરાત કોંગ્રેસે પણ સમાંતર કાર્યક્રમો તા.૧લી થી ૯મી ઓગષ્ટ સુધી યોજવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં શિક્ષણ બચાવ, આરોગ્ય બચાવ અન્ન અધિકાર અભિયાન, મહિલા સુરક્ષા અભિયાન શ‚ કરી મંદી મોંઘવારી અને અસુરક્ષાની ભાવનાથી પ્રજા પીડાઈ રહી છે તેમ જણાવીને આ શાસકીય નિષ્ફળતા છૂપાવવા માટે ઉજવણીના નામે સરકારી ખર્ચે તાયફા કરી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા પ્રયાસો કરી રહી છે.

જો કે કોંગ્રેસે ભલે આવા કાર્યક્રમો જાહેર કર્યા હોય પરંતુ સારી વાત છે પણ તેણે આ બધી બાબતોની સાથે સંગઠનને મજબૂત બનાવવા માટે અને વધુ તૂટતું રોકવા માટે પ્રયાસો કરવાની જ‚રત છે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ભાજપ કે આમ આદમી પાર્ટી તરફ જતા રોકવા માટે અભિયાન શરૂ કરવાની જરૂરત છે. જો આમ થશે તો જ કોંગ્રેસની હાલત સુધરશે તેવું મોટાભાગના વિશ્ર્લેષકો માને છે. જો કોંગ્રેસ સંગઠન મજબૂત નહિ બનાવે અને યોગ્ય રીતે જન સંપર્ક નહિ કરે તો કદાચ કોંગ્રેસના પરાજયોની પરંપરામાં વધુ એક હારનો ઉમેરો થશે. કોંગ્રેસે હવે ચૂંટણીના વર્ષમાં લોકોની વેદનાને અને મૂળભૂત પ્રશ્ર્નોને વાચા આપવાની જરૂરત છે. જાસુસી કાંડ સામે આક્ષેપબાજીના બદલે બીજી લહેર વખતે લોકોને ઓક્સિજનની ઘટ સહિતની જે મુશ્કેલી પડી તેનો અંત લાવવાની જરૂરત છે. જો આમ થશે તો જ તેનો હેતુ બર આવશે અને ‘બધુ અમા‚’ની બીન લોકશાહી વાતો છે તેનો મૂકાબલો કરી શકશે.