કૃષિ આંદોલન/ ગાઝીપુર બોર્ડર પર ચુસ્ત નાકા બંધી, એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપર….

ગાઝીપુર બોર્ડર પર ચુસ્ત નાકા બંધી, એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપર….

Top Stories India
ગાઝીપુર ગાઝીપુર બોર્ડર પર ચુસ્ત નાકા બંધી, એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપર....

દિલ્હી પોલીસે યુપી ગેટ પર ગાઝીપુર તરફની સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અનેક લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવ્યા બાદ હવે મેરઠ એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપરની મોટા ખીલા મારવામાં આવ્યા છે. આને કારણે દિલ્હી અને ગાઝિયાબાદ વચ્ચે પગપાળા રસ્તો પણ બંધ થઇ ગયો છે. માર્ગ બંધ થવાને કારણે મુસાફરો અટવાઈ પડ્યા છે.

યુપી ગેટ બોર્ડર પર ફરી ખેડૂતોની સંખ્યા વધી રહી છે. વિવિધ સંગઠનોના લોકો આંદોલનને સમર્થન આપવા પહોંચી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડુતોની વધતી હિલચાલ અને હિંસા બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વધુ કડક કરી દીધી છે. મેરઠ એક્સપ્રેસ વે થી  દિલ્હીના તમામ માર્ગો બે દિવસથી બંધ છે. આ બે દિવસમાં ઘણા સ્તરના બેરિકેટ્સ લગાવવામાં આવ્યા હતા. સાથે કાંટાળા તાર છે.

સોમવારે, દિલ્હી પોલીસે ગાજીપુરથી ડાબર તિરહે તરફ જતા માર્ગ ઉપર સ્પાઇક્સ (મોટા લોખંડના ખીલા ) મૂક્યા છે. તમામ રસ્તાઓ બંધ થવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ડ્રાઇવરો દિલ્હી જઇ શક્યા નહીં. કેટલાક ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે ગાઝિયાબાદની મોટાભાગની સરહદો બંધ છે. દિલ્હી પહોંચી રહ્યા નથી.

ગાઝિયાબાદ તરફ પોલીસ દળ ઓછો થયો

એક તરફ દિલ્હી પોલીસ સુરક્ષાના ઘેરાને મજબૂત બનાવી રહી છે, ત્યારે ગાઝિયાબાદ તરફનો પોલીસ બંદોબસ્ત ઓછો થયો છે. જોકે, સાદા કપડામાં પોલીસકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તે ખેડૂતો પર નજર રાખી રહી છે.

ખેડુતોનો  આરોપ છે કે રેશન વિગેરે બંધ કરવા પર પ્રતિબંધ મુક્યા છે

દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે તેનાથી ખેડૂત નેતાઓ ગુસ્સે છે. ખેડુતોએ મંચ પરથી જણાવ્યું હતું કે, અમારું આંદોલન શાંતિપૂર્વક ચાલુ રહેશે. રેશન અને દૂધનો પુરવઠો ધારણા સ્થળ સુધી પહોચી ના શકે માટે આવા બેરીકેટ અને રોડ ઉપર ખીલા મારવા માં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…