Not Set/ ક્રિકેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ

ગ્લેન મેકગ્રા હાલમાં પોતાના ઘરે આઈસોલેશનમાં છે અને તેની તબિયત સારી છે. તે ત્રણ દિવસ સુધી સિડની ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં અને જો રમત ચોથા દિવસ સુધી ચાલશે તો તે સામેલ થઈ શકશે.

Top Stories Sports
ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ

ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને આ કારણોસર તે સિડનીમાં યોજાનારી પિંક ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં. પિંક ટેસ્ટ મેચ દ્વારા, ગ્લેન મેકગ્રા સ્તન કેન્સરથી પીડિત લોકોને મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરે છે અને તેના વિશે જાગૃતિ ફેલાવે છે. આ બધુ તે તેની પત્નીની યાદમાં કરે છે. જો કે, તે હવે પહેલા ત્રણ દિવસ આ ટેસ્ટ મેચનો ભાગ રહેશે નહીં.

આ પણ વાંચો – Covid-19 / BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, Omicron ની રિપોર્ટ આવી નેગેટિવ

ગ્લેન મેકગ્રા હાલમાં પોતાના ઘરે આઈસોલેશનમાં છે અને તેની તબિયત સારી છે. તે ત્રણ દિવસ સુધી સિડની ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં અને જો રમત ચોથા દિવસ સુધી ચાલશે તો તે સામેલ થઈ શકશે. જો કે, મેકગ્રા સોમવારે વર્ચ્યુઅલ રીતે ટીમ સાથે જોડાશે અને બન્ને ટીમોને બેગી પિંક કેપ્સ આપવામાં આવશે. મેકગ્રા ફાઉન્ડેશનનાં ચીફ એક્ઝિક્યુટિવ હોલી માસ્ટર્સે જણાવ્યું હતું કે, અમે ગ્લેન મેકગ્રા અને તેમના પરિવારને ખૂબ સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. અમે અમારા ભાગીદાર ક્રિકેટર્સ ઓસ્ટ્રેલિયા અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડનાં આભારી છીએ. આ સિવાય અમે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને બ્રોડકાસ્ટર્સનો પણ તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન ટીમ એશીઝ સીરીઝ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ત્રીજી એશીઝ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. રમતનાં ત્રીજા દિવસે, ઑસ્ટ્રેલિયન ટીમે ઈંગ્લેન્ડને ઇનિંગ્સ અને 14 રનથી હરાવીને એશીઝ સીરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ ઘણી નબળી રહી હતી. કાંગારૂ ટીમ હવે બાકીની મેચો પણ જીતવા માંગશે.

આ પણ વાંચો – Shocking / જો મને ધોનીની જેમ BCCI દ્વારા ટેકો મળ્યો હોત તો હુ એક મહાન ક્રિકટર બની શક્યો હોત : હરભજન સિંહ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલરોની યાદીમાં બીજા નંબરે ગ્લેન મેકગ્રા છે. તેણે 124 ટેસ્ટ મેચમાં 563 વિકેટ ઝડપી છે. આ દરમ્યાન તેની બોલિંગ એવરેજ 21.64 રહી છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 29 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી.