Not Set/ લવ જેહાદ મામલે NIAનો દાવો, મુસ્લિમ સંગઠનો ધર્મ પરિવર્તન માટે અપનાવતા વશીકરણનું શસ્ત્ર

દિલ્લી, કેરળના બહુચર્ચિત હાદિયા લવ જેહાદ મામલે તપાસ કરી રહેલી NIA દ્વારા એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. NIAનાં મત મુજબ મુસ્લિમ સંગઠનો ધર્મ પરિવર્તન માટે ‘વશીકરણ’ની ટેકનિકનો ઉપયોગ કરતા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે, પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત કેટલાક ધાર્મિક મામલામાં સહયોગ કરવાવાળા કેન્દ્ર સત્યસારિણી વ્યક્તિને વિશ્વાસ અપાવતા હતા કે […]

Top Stories
Kerala love jihad1 લવ જેહાદ મામલે NIAનો દાવો, મુસ્લિમ સંગઠનો ધર્મ પરિવર્તન માટે અપનાવતા વશીકરણનું શસ્ત્ર

દિલ્લી,

કેરળના બહુચર્ચિત હાદિયા લવ જેહાદ મામલે તપાસ કરી રહેલી NIA દ્વારા એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. NIAનાં મત મુજબ મુસ્લિમ સંગઠનો ધર્મ પરિવર્તન માટે ‘વશીકરણ’ની ટેકનિકનો ઉપયોગ કરતા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે, પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત કેટલાક ધાર્મિક મામલામાં સહયોગ કરવાવાળા કેન્દ્ર સત્યસારિણી વ્યક્તિને વિશ્વાસ અપાવતા હતા કે બીજા ધર્મના લોકો તેનાથી હીન છે અને તેના માટે શકય છે કે ‘વશીકરણ’ની ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.

NIAના ખુલાસા બાદ સત્યસારિણી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ઇસ્લામિક જ્ઞાનનો પ્રસાર કરતા હતા. પરંતુ NIAની તપાસમાં સામે આવ્યું છે કે, સત્યસારિણી કેન્દ્ર ઉપદેશક લોકોના મનને ટાર્ગેટ કરતાં હતા અને તેઓને એ વિશ્વાસ અપાવાની કોશિશ કરતાં હતા કે ગેર-મુસ્લિમ લોકો નરક (જહન્નુમ) જેવી યાતાનાનો સામનો કરશે.

ઉલ્લેખનિય છે કે, NIA દ્વારા આ બહુચર્ચિત લવ જેહાદના ૧૧ કેસની તપાસ કરવામાં આવી છે જેમાંથી ૯ કેસમાં સત્યસારિણી કેન્દ્ર છે જેને મરકમ હિદાયા દાવા ઇન્સ્ટિટ્યુટના નામથી પણ ઓળખાય છે. બીજી બાજુ સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી છે કે, આ લોકોને સત્યસારિણી ઇસ્લામી અભ્યાસ કેન્દ્રમાં ૨મહિનાના ધાર્મિક કોર્સ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તપાસ કરનારી એજન્સીઓને પીએફઆઇ-સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓની કાર્યપ્રણાલી અંગે એક પેટર્ન જોવામાં આવી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે લોકોને સત્યસારિણી કેન્દ્રમાં લઇ જવા મનાવવા માટે લાલચ, સજા અને જોર-જબરદસ્તીનોસ સહારો લેવામાં આવ્યો. તેમજ લોકોને કેન્દ્રમાં મોકલ્યા બાદ બ્રેનવોશિંગ અને મુસ્લિમો પર કથિત અત્યાચારોનો વીડિયો દેખાડીને તેમનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું.

બીજી બાજુ NIA દ્વારા લગાવવામાં આરોપોને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાએ રદ્દ કરી દીધા છે. PFIના પબ્લિક રિલેશન્સ ડાયરેકટર મોહમ્મદ શૂમને જણાવ્યું હતું કે, તપાસ એજન્સી જાણી જોઇને એક શાંતિપ્રિય અને કાયદાને માનનાર સંગઠનની છબીને કલંકિત કરી રહ્યાં છે, જે દેશને નબળા તબક્કાના સામાજિક ઉત્થાન અને ન્યાય માટે સંઘર્ષ કરે છે.

મહત્વનું છે કે, NIA જે લવ જેહાદ મામલાની તપાસ કરી રહ્યું છે તેમાં મહિલાઓની સાથો-સાથ કેટલાંક પુરુષોના કેસો પણ સામેલ છે. આ મામલામાં બહુચર્ચિત હદિયા કેસ પણ સામેલ છે જેમાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ નિર્ણય આપ્યો કે તે પોતાના પતિની સાથે રહેવા માટે આઝાદ છે.