Not Set/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં  વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,915 છે

Top Stories Gujarat
5 2 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે કોરોનાના નવા કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ,એકદરે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના નવા 24 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં  વધારો જોવા મળી રહ્યો છે . જેમાં આજે નવો કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,915 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને 21 દર્દીઓ  સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,147 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ  કોરોનાના 168 કેસ એક્ટિવ છે.

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.