Not Set/ Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

લોકસભા-2019નાં ચૂંટણી જંગનાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન કાલે યોજાવા જઇ રહ્યું છે. અને PM મોદી જ્યાંથી ચૂંટણી લડી રહ્ય છે તે વારાણસી પર કાલે દુનિયાભરની નજર મંડાયેલી રહેવાની છે ત્યારે મતદાન માટેની તૈયારીએ પણ એટલી જ મહત્વની હોય તે સ્વાભાવીક છે. ચૂંટણી પંચ માટે અંતિમ તબક્કાની આ બેઠક ખાસ મહત્વની છે અને તેથી જ […]

Top Stories India Politics
ન2 Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

લોકસભા-2019નાં ચૂંટણી જંગનાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન કાલે યોજાવા જઇ રહ્યું છે. અને PM મોદી જ્યાંથી ચૂંટણી લડી રહ્ય છે તે વારાણસી પર કાલે દુનિયાભરની નજર મંડાયેલી રહેવાની છે ત્યારે મતદાન માટેની તૈયારીએ પણ એટલી જ મહત્વની હોય તે સ્વાભાવીક છે. ચૂંટણી પંચ માટે અંતિમ તબક્કાની આ બેઠક ખાસ મહત્વની છે અને તેથી જ તો વારાણસીમાં મતદાનની પૂર્વ તૈયારી માટે તંત્ર ખડે પગે દેખાય રહ્યું છે. તમામ મતદાન મથકો પર EVM અને VVPAT ડિસ્પેચ કરી અને કાર્યરતા ચક્કાસવાની સાથે સુરક્ષાની પણ તંત્ર દ્રાર પુખ્તા વ્યવસ્થા કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ પણ તમને ખાસ વારાણસીની તૈયારીઓથી અવગત કરાવવા વારાણસી પહોંચી ગયું છે. ત્યારે જાણો વારાણસીની ચૂંટણી તૈયારીઓની ગ્રાઉન્ડ ઝીરોથી હકીકતો

ન3 Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

વારાણસીમાં EVM ડિસ્પેચ અને ઇન્ટોલેશન કરવાની કાર્યવાહી યુદ્ધનાં ધોરણે કરવામાં આવી રહી છે. જુદા જુદા મતદાન કેન્દ્રો પર અધિકારીઓએ EVMને ડિસ્પેચ કરવાની કામગીરી રહ્યા છે ત્યારે વારાણસીમાં પહોંચેલી મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહીની તાગ મેળવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝની વારાણસીનાં એડિશનલ ડિસ્ટ્રીક મજિસ્ટ્રેટ સાથે ખાસ વાતચીત

ન4 Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

ચૂંટણી મતદાનને લઇને મુખ્ય ચૂંટણી અધિકારીની ફરજ પર નાં વારાણસીનાં એડિશનલ ડિસ્ટ્રીક મજિસ્ટ્રેટ દ્રાર મંતવ્ય ન્યૂઝને તૈયારીઓનો ચિતાર આપવામાં આવ્યો હતો. ADMનાં જણાવ્યા મુજબ ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વારાણસી સંસદીય ક્ષેત્રમાં પણ કુલ 7 વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યારે પૂર્ણ સંસદીક્ષેત્ર માટે કુલ  1290 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે EVM અને VVPAT પહોંચાડી દેવામાં આવ્યા છે.  દરેક મતદાન મથક એક પ્રિસાઇડીંગ ઓફિસર અને 3 પોલીંગ ઓફિસર એમ 4 સરકારી કર્મચારી રાખવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યાવસ્થા ચૂંટણી પંચની માર્ગદર્શીકા મુજબ ત્રી-સ્તરીય ગોઠવવામાં આવી છે. જેમાં સ્ટ્રોંગ રૂમની અંદરની સુરક્ષા એટલે કે ઇન્ટર્નલ કમ્પાર્ટમેન્ટની જવાબદારી CBMFનેં સોંપવામાં આવી છે, તે અઉટર કમ્પાર્ટમેન્ટ આર્મ ફોર્સનાં હવાલે રહેશે જ્યારે આઉટર પેરીફેરીમાં સ્ટેટ પોલીસ ફોર્સ ખડાપગે રાખવામાં આવી છે.

વારાણસીનાં ADMએ જણાવ્યું શું છે EDC સર્ટીફિકેટ ?

ન Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

વારાણસીનાં એડિશનલ ડિસ્ટ્રીક મજિસ્ટ્રેટ દ્રારા મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરાત એ પણ જણાવવામાં આવ્યું હતું કે ફરજ પરનાં ચૂંટણી અધિકારી પોતાનાં મતાધિકારનો ઉપયોગ કઇ રીતે કરે છે. ADMનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી ફરજ પરનાં કર્મચારી એક તો ટ્રેનિંગ સમયે પોસ્ટલ બેલેટના ઉપયોગથી પોતાનો મત અગાઉ જ આપી શકે છે અથવા ચૂંટણી પંચ પાસેથી ખાસ EDC સર્ટીફિકેટ મેળવીને જે મતદાન મથક પર ફરજ પર હોય ત્યા જ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે છે.

v6 Exclusive : જાણો આવી છે વારાણસીનાં ચૂંટણી જંગ માટે મતદાનનાં દિવસે તંત્રની તૈયારી

વારણસીનાં મતદાનની પળે પળની માહિતી આપ સુધી પહોંચાડવાં મંતવ્ય ન્યૂઝ ખાાસ વારાણસીની ધરતી પર છે ત્યારે જોડાયેલા રહો વારાણસીનાં ચૂંટણી જંગને લાઇવ માળવા “મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય વેબ સાઇટ” સાથે