Not Set/ લ્યો બોલો !!! અમેરિકાએ ભૂલમાં અફઘાનિસ્તાન પોલીસ પર વરસાવ્યા બોંમ્બ, બોલાવી દીધો ખુર્દો

જગત જમાદારની અત્યંત વિકસીત ગણાતી વાયુસેના પણ આવા લોચા મારે, તે વાતથી નવાઇ લાગવી ખુબ વ્યાજબી છે. અને લોચો પણ કેવા ? ભૂલ પણ કેવી ? જે ખુદ મિત્ર દેશનાં નાગરીકો અને સેનાનાં રક્ષણની જવાબદારી સ્વાકારી છે તેજ દેશનાં 17-17 પોલીસ કર્મીને ફૂંકી મારવાની !!! જી હા વાત થઇ રહી છે જગત જમાદાર અમેરિકા અને […]

Top Stories World
f18 afghanistan refuel 20101205 1 લ્યો બોલો !!! અમેરિકાએ ભૂલમાં અફઘાનિસ્તાન પોલીસ પર વરસાવ્યા બોંમ્બ, બોલાવી દીધો ખુર્દો

જગત જમાદારની અત્યંત વિકસીત ગણાતી વાયુસેના પણ આવા લોચા મારે, તે વાતથી નવાઇ લાગવી ખુબ વ્યાજબી છે. અને લોચો પણ કેવા ? ભૂલ પણ કેવી ? જે ખુદ મિત્ર દેશનાં નાગરીકો અને સેનાનાં રક્ષણની જવાબદારી સ્વાકારી છે તેજ દેશનાં 17-17 પોલીસ કર્મીને ફૂંકી મારવાની !!!

Afghan national police graduation march લ્યો બોલો !!! અમેરિકાએ ભૂલમાં અફઘાનિસ્તાન પોલીસ પર વરસાવ્યા બોંમ્બ, બોલાવી દીધો ખુર્દો

જી હા વાત થઇ રહી છે જગત જમાદાર અમેરિકા અને મિત્ર દેશ અફઘાનિસ્તાનનાં પોલીસ જવાનોની. વાત જાણે એમ છે કે  અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્રારા મોટી ભૂલ કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનનાં હેલમંડ પ્રાંતમાં તાલિબાન આતંકીઓને ઝેર કરવા પહોંચેલી અફઘાનિસ્તાન પોલીસ ઉપર ભૂલથી અમેરિકાએ બોમ્બ વરસાવ્યા છે અને બોમ્બ વરસામાં અફઘાન પોલીસનાં 17 જવાનો શહીદ થયા છે. તો 14થી પણ વધુ પોલીસ જવાનોની હાલત નાજુક હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

103918450 mediaitem103918449 લ્યો બોલો !!! અમેરિકાએ ભૂલમાં અફઘાનિસ્તાન પોલીસ પર વરસાવ્યા બોંમ્બ, બોલાવી દીધો ખુર્દો

વિશ્વ આખું જાણે છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવા અમેરિકન અને અફઘાન સેનાં સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. ત્યારે  અફઘાનિસ્તાનનાં હેલમંડ પ્રાંતના નાહર-એ-સારાજ જિલ્લામાં અફઘાન સેના અને તાલિબાન આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલી રહેલી હતી. અફઘાન સેના દ્રારા અમેરિકન એરફોર્સેની મદદ માંગવામાં આવી હતી. અને જ્યાં સુધી અમેરિકા તરફથી મદદ પહોંચે ત્યાં સુધી હાઇવે પર આતંકવાદીઓને સુરક્ષા ચેકપોસ્ટથી દુર રાખવા માટે અફગાન પોલીસની સેના દ્રારા મદદ લેવામાં આવી રહી હતી.

eliminator લ્યો બોલો !!! અમેરિકાએ ભૂલમાં અફઘાનિસ્તાન પોલીસ પર વરસાવ્યા બોંમ્બ, બોલાવી દીધો ખુર્દો

બધું એક દમ રૂપરેખા પ્રમાણે જઇ રહ્યું હતું અને અફઘાનિસ્તાન પોલીસ સુરક્ષા ચેકપોસ્ટ પાસેથી આતંકવાદીઓને પાછળ ધકેલી રહી હતી. તે જ સમયે અમેરિકન વાયુસેનાએ હવાઇ હુમલા કરી દીધા. આ હુમલામાં આતંકીઓને જેટલું નુકસાન નથી થયું એટલું અફઘાન પોલીસને થયું છે અને અફઘાન પોલીસનાં 17 પોલીસકર્મીઓનાં મોત થયા છે. અમેરિકન એરફોર્સ દ્રારા ટારગેટ ઓળખવામાં કોઇ ભૂલ રહી જતા આ દુર્ધટના ધટી હોવાની વાતને પુષ્ટી આપવામાં આવી છે.