Surat/ સુરતના લાભેશ્વર વિસ્તારમાં ગટરીયા પાણી

સુરત સ્માર્ટ સીટી બને તે પહેલાં સુરતના અનેક વિસ્તારની હાલત હજુ પણ ખરાબ છે. સુરતના લાભેશ્વર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે. તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી. જેથી સ્થાનિકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Gujarat Surat
સુરતના પુણાગામના રહેણાક મકાનમાં આગ પુણાગામના ગીતાનગર 11 સુરતના લાભેશ્વર વિસ્તારમાં ગટરીયા પાણી

સુરતના લાભેશ્વર મેઇન રોડ પણ આવેલા ચાર રસ્તા ખાતે છેલ્લા પાંચ દિવસથી ગટરનું પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યું છે .જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. આ વિસ્તારમા અનેક દુકાનો આવેલી છે સાથે જ મેઇન રોડ હોવાના કારણે અહીંયાંથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે.

4 101 13 સુરતના લાભેશ્વર વિસ્તારમાં ગટરીયા પાણી

જોકે પાંચ દિવસથી લીકેજ થતા આ પાણીને લઈ તંત્રને પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ નિભર તંત્રના અધિકારીઓ જેમ મુહરતની રાહ જોતા હોય તેમ જોવા સુધ્ધાં ડોકાયા નથી.

4 101 14 સુરતના લાભેશ્વર વિસ્તારમાં ગટરીયા પાણી

આસપાસના વિસ્તારમાં આવેલ દુકાન દારોને ધંધામાં પણ ખોટ પડી રહી છે. કારણ કે ગટરના પાણીને કારણે ખૂબ દુર્ગંધ ફેલાય છે અને તેના કારણે ગ્રાહકો તેમની દુકાને જતા નથી.

આ પણ વાંચો:મોટા સમાચાર/ગુજરાત ATSને મળ્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ, પાક કનેક્શન અંગે થશે પૂછપરછ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:Realty Transaction/કોણ કહે છે કે મંદી છેઃ ગુજરાતમાં એક જ વર્ષમાં થયા 8.45 લાખ કરોડના રિયલ્ટી સોદા

આ પણ વાંચો:તઘલખી નિર્ણય/નેશનલ મેડિકલ કમિશનનો જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવાનો અવિચારી પરિપત્રઃ કોંગ્રેસ

આ પણ વાંચો:Sabarmati-Congress/સાબરમતીને કેમિકલ ફ્રી બનાવવાના આદેશને ઘોળીને પી ગઈ એએમસીઃ કોંગ્રેસ