Not Set/ દારૂની મહેફિલ માણતા ઉદ્યોગપિતની ફાર્મહાઇસ પર પોલીસનો દરોડો, મહિલાઓ અને પુરુષો સામે નવા કાયદા મુજબ કેસ નોધાયો

વડોદરાઃ રજ્યમાં દારૂબંધીના કડક અમલ થયા બાદ વડોદરામાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી માણતા 250 જેટલા લોકો ઝડપાયા હતા. જેમા 70 મહિલાઓ પણ હતી. વડોદરાના ભીમપુરા નજીક આવેલા અંખડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરતા પાર્ટીમાં મોટા માથાઓ દારૂની પાર્ટી માણતા રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે જાણવા મળતી […]

Gujarat

વડોદરાઃ રજ્યમાં દારૂબંધીના કડક અમલ થયા બાદ વડોદરામાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી માણતા 250 જેટલા લોકો ઝડપાયા હતા. જેમા 70 મહિલાઓ પણ હતી. વડોદરાના ભીમપુરા નજીક આવેલા અંખડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરતા પાર્ટીમાં મોટા માથાઓ દારૂની પાર્ટી માણતા રંગેહાથ ઝડપાયા હતા.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ અખડ ફાર્મ હાઉસના માલિકની ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇ નિમિતે દારૂની મહેફીલ માણતા હતા. જેમા ઉદ્યોગપતિ, કિકેટર અને નામાંકિત હસ્તીઓ પણ સામેલ હતી. વિદેશી બ્રાન્ડના  દારૂની મહેફિલમાં ઇમ્પોર્ટેડ સ્કોચ અને બિયરનો જથ્થો મહેમાનો માટે રખાયો હતો.

પોલીસે રાતે 10 વાગ્યાની આસપાસ ફાર્મહાઇસમાં રેડ કરી હતી ત્યારે ત્યા 200 જેટલા લોકો હાજર હતા. જમાથી 70 મહિલા પણ હતી. પોલીસે ફાર્મમાં તપાસ હાથ ધરતા 10 થી 15 પેટી વિદેશી દારૂની મળી આવી હતી. મોટા ભાગના લોકો નાશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે હાઇફાઇ પાર્ટીમાં દરોડા પાડતા પર્ટીમાં સન્નાટો છવાય ગયો હતો. રાજયમાં દારૂબંધી વધુ કડક બનાવ્યા બાદ જિલ્લા પોલીસે આ અંગે પ્રથમ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ફાર્મ હાઉસના માલિક અને મોટા ગજાના ઉઘોગપતિ જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇ નિમિત્તે દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ પાર્ટીમાં સામેલ થવા આવેલા મહેમાનો જગુઆર, રેન્જરોવર, મર્સિડીસ, બીએમડબ્લ્યુ, ઓડી સહિતની મોંઘીદાટ કાર લઈને આવ્યા હતા.

રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ દારૂનો કાયદો કડક બનાન્યો છે. જેમા દારૂ પિનારને ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ તેને વેંચનારને 10 વર્ષ સુધીની ફરિયાદની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે શું આ પકડાયેલા હાઇફાઇ દારૂની પાર્ટી કરતા ઉદ્યોગપતિ સામે કાર્યવાહી કરશે કે, ભીનું સંકેલી દેવામાં આવશે. જો એવું બનશે તો આ કડક કાયદો રાજ્યના નાના લોકો પૂરતો સમિતિ બની જશે. અને કાયદાને કડક બનાવાની વાત પોકળ સાબિત થાઇ તેમ છે.