માંગરોળ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં ભાજપ સરકાર દ્વારા જનતાને આપેલ અચ્છે દિનની નનામી કાઢવામાં આવી હતી.આ વિરોધમાં કોંગી નેતાઓ દ્વારા “સસ્તા દારૂ મહેંગા તેલ”, “ભાજપ તેરા કૈસા ખેલ”ના નારા લગાવ્યા હતાં.જો કે આ વિરોધ અને રેલી માટે પોલીસ મંજૂરી ન હોવાથી માંગરોળ પોલીસે સ્થળ પર જઈ વિરોધ કરી રહેલા કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓને ડીટેઈન કર્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ નજરકેદ કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.રોજ પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માંગરોળ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર દ્વારા પ્રજાને આપવામાં આવેલ અચ્છે દિનની સ્મશાનયાત્રા કાઢી પ્લેકાર્ડ બેનરો સાથે વિરોધ કરી દેખાવો કર્યો હતો.”સસ્તા દારૂ મહેંગા તેલ” “ભાજપ તેરા કૈસા ખેલ”ના નારા લગાવ્યા હતાં.જો કે આ વિરોધ અને રેલી માટે પોલીસ મંજૂરી ન હોવાથી માંગરોળ પોલીસે સ્થળ પર જઈ વિરોધ કરી રહેલા કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓને ડીટેઈન કર્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ નજરકેદ કરવામાં આવ્યા હતા
ઇરફાન મકરાણી, શાહબુદ્દીન મલેક,પ્રકાશ ગામીત, રૂપસિંગ ગામીત,શામજી ચૌધરી, જગતસિંહ વસાવા,હરેશ વસાવા,કૌશલ વ્યાસ સહિત 40 જેટલા કોંગી કાર્યકરોને ડીટેઈન કરાયા હતાં.જો કે કોંગ્રેસ દ્વારા ભાવવધારો પાછો ખેંચવાની માંગ પર અડગ રહ્યા હતાં.
આ પણ વાંચો :PM મોદી ફરીએક વાર આવશે ગુજરાત, ગયા મહિને પણ કર્યો હતો રોડ શો
આ પણ વાંચો : ‘આપની સરકાર બનશે તો ગુજરાતમાં પણ દિલ્હી જેવું ઉત્તમ શિક્ષણ હશે’, જીતુ વાઘાણીને મનીષ સિસોદિયાનો
આ પણ વાંચો : કોંગ્રેસ છેલ્લા 50 વર્ષથી એલિસબ્રિજ બેઠક જીતવા માટે ઉધામાં કરી રહી છે ….
આ પણ વાંચો :ચાંદીબજારમાં રંગરેલીયા માનવતાના CCTV વાયરલ થયા બાદ યુવકે પીધું ઝેર