Not Set/ ભારત બંધના એલાન ને મજદૂર સંઘ, બેંકો, સરકારી કર્મચારીઓ, ખેડૂતો, સફાઈ કર્મચારીનું સમર્થન

ભારત બંધ એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ અમદાવાદના તામામ મજૂરો જોડાયા બંધમાં સફાઈ કામદારો પણ જોડાયા બંધમાં રેલવે, મેડિકલ અને ડોકટરોએ બંધના એલાનને નકાર્યું રેલવે કર્મચારીઓ એક કલાકે વિરોધ પ્રદર્શન કરશે શાળા-કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ બેંક કર્મચારીઓ જોડાયા ભારત બંધમાં, સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, સરકારી કર્મચારીઓ વિગેરેને  પોતાના પ્રશ્નો ણે લઈને સરકાર […]

Ahmedabad Gujarat
બંધ ભારત બંધના એલાન ને મજદૂર સંઘ, બેંકો, સરકારી કર્મચારીઓ, ખેડૂતો, સફાઈ કર્મચારીનું સમર્થન
  • ભારત બંધ એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ
  • અમદાવાદના તામામ મજૂરો જોડાયા બંધમાં
  • સફાઈ કામદારો પણ જોડાયા બંધમાં
  • રેલવે, મેડિકલ અને ડોકટરોએ બંધના એલાનને નકાર્યું
  • રેલવે કર્મચારીઓ એક કલાકે વિરોધ પ્રદર્શન કરશે
  • શાળા-કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ
  • બેંક કર્મચારીઓ જોડાયા ભારત બંધમાં,

સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, સરકારી કર્મચારીઓ વિગેરેને  પોતાના પ્રશ્નો ણે લઈને સરકાર વિરુદ્ધ આક્રોશ જોવા મળી મળી રહ્યો છે. અને આ તમામ કર્મચારી આજે ભારત બંધના એલાનમાં જોડાયા છે. જેમાં દેશભરની મોટાભાગની બેન્કના કર્મચારી પણ આ બંધમાં જોડાયા હોવાને કારણે મોટાભાગની બેંક આજે બંધ રહેશે. સાથે અન્ય નાણાકીય વ્યવહારો, વ્યાપાર અને શાકભાજી જેવી ખાધ્ય વસ્તુઓ પર અસર  પણ આ બંધની અસર પડી શકે તેમ છે. આ બંધમાં 175થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે, આ ખેડૂત સંગઠનો દ્વારા પણ આઠ જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું પણ એલાન આપ્યું છે.

ભારત બંધ એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રેલવે, મેડિકલ અને ડોકટરોએ બંધના એલાનને નકાર્યું છે. અને તેઓ આ બંધમાં જોડાવાના નથી. રેલવે કર્મચારીઓ એક કલાકે વિરોધ પ્રદર્શન કરશે. શાળા-કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ છે. તેઓ પણ આ બંધમાં જોડાવાથી ઇનકાર કર્યો છે.

તો બીજી બાજુ બેંક કર્મચારીઓ આ ભારત બંધના એલાનમાં મોટી સંખ્યામાં જોડાયા છે. અને બેંકોની બહાર બેંક બંધના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. બેંક મર્જર સહિત અનેક મુદ્દા સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે. બેંકોની બહાર હડતાળના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. આ અગાઉ પણ બેંકકર્મીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ કરી ચુક્યા છે.

રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ યુનિયન આઇએનટીયુસી, આઇટીયુસી, એચએમએસ, સીટુ, આઇઉટુક, ટીયુસીસી, એસઇડબ્યૂએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી સહિત અનેક વ્યાપારી અને મજૂર, ખેડૂતોના 175થી વધુ સંગઠનો, કેન્દ્રીય કર્મચારીઓ આઠમી તારીખે ભારત બંધ પાળી હડતાળ પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.