Not Set/ કચ્છમાં આવતા લોકોને હવે આટલા દિવસ ફરજીયાત ક્વોરેન્ટાઇન રહેવું પડશે

કચ્છમાં બહારથી આવતા કચ્છીઓ માટે રાજ્ય સરકારે માનવીય અભિગમ અપનાવ્યો છે. જિલ્લામાં પ્રવેશ માટે હળવા નિયમો કરવા સાથે કલેકટરને સત્તા સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના અભિગમ બદલ મંત્રી વાસણભાઇ આહિરે આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું કે,કચ્છમાં આવતા કચ્છીઓનું સ્વાગત છે. તેઓ આપણા હમવતનીઓ છે. ત્યારે નિયમપાલન માટે અપીલ કરી હતી હવે, કચ્છમાં મુંબઇથી આવતા લોકોના […]

Gujarat Others
91c86be801c6d1d965105c4137bc18fb કચ્છમાં આવતા લોકોને હવે આટલા દિવસ ફરજીયાત ક્વોરેન્ટાઇન રહેવું પડશે

કચ્છમાં બહારથી આવતા કચ્છીઓ માટે રાજ્ય સરકારે માનવીય અભિગમ અપનાવ્યો છે. જિલ્લામાં પ્રવેશ માટે હળવા નિયમો કરવા સાથે કલેકટરને સત્તા સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના અભિગમ બદલ મંત્રી વાસણભાઇ આહિરે આભાર માન્યો હતો.

તેઓએ જણાવ્યું કે,કચ્છમાં આવતા કચ્છીઓનું સ્વાગત છે. તેઓ આપણા હમવતનીઓ છે. ત્યારે નિયમપાલન માટે અપીલ કરી હતી હવે, કચ્છમાં મુંબઇથી આવતા લોકોના કારણે કોરોનાના કેસો વધતા તેઓને સાત દિવસ માટે સંસ્થાકીય ક્વોરેન્ટાઇ કરવાનો નિર્ણય લેવાયો છે જિલ્લામાં આવતા લોકોને ફરજિયાત 7 દિવસ સરકારી ક્વોરેન્ટાઇમાં રહેવું પડશે.  

માટે સમાજવાડીઓ, ધર્મશાળા, હોસ્ટેલમાં સરકારી ક્વોરેન્ટાઇ ના સ્થળોની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સત્તાવાર જાહેરાત કરી છે મંજુરી વગર કચ્છમાં પ્રવેશ નહી મળે.  ઉપરાંત બહારથી આવતા લોકોને ફરજીયાત નિયમોનું પાલન કરવુ પડશે તે જરૂરી છે મુંબઇથી મોટી સંખ્યામાં લોકો કચ્છમાં આવ્યા છે અને હજુ પણ મોટી સંખ્યામા લોકો આવવાનો અંદાજ છે ત્યારે નિયમો પાળવા જરૂરી બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.