Political/ ફરી એકવાર રાજકારણમાં અંતરાત્માનો અવાજ સંભળાયો

મૂળ કચ્છી માંડું એવા દિનેશ ત્રિવેદીએ જે ખૂમારી સાથે રેલવે મંત્રીનું પદ છોડ્યું હતું તે રીતે રાજ્યસભામાં પણ બંગાળની હિંસાખોરી સામે વેદના દર્શાવી પક્ષ અને ટીએમસીમાંથી રાજીનામં આપ્યું

Trending Mantavya Vishesh

મૂળ કચ્છી માંડું એવા દિનેશ ત્રિવેદીએ જે ખૂમારી સાથે રેલવે મંત્રીનું પદ છોડ્યું હતું તે રીતે રાજ્યસભામાં પણ બંગાળની હિંસાખોરી સામે વેદના દર્શાવી પક્ષ અને ટીએમસીમાંથી રાજીનામં આપ્યું

દેશના જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે તેમાં બંગાળનું નામ અગ્રસ્થાને છે અને ભાજપે ત્યાં બધી તાકાત કામે લગાડી છે. બે દિવસ પહેલાં એટલે કે બુધ અને ગુરૂવારે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ બંગાળની મુલાકાતે હતાં,  ત્યાં તેમણે મમતા બેનરજીએ કેન્દ્રના નાણા લોકો સુધી પહોંચાડ્યા ન હોવા સહિત અનેક આક્ષેપો કર્યા હતા.

જો કે  બીજા દિવસે મમતા બેનરજીએ એન.જી.ઓ.ની રેલીમાં બોલતા પડકાર ફેંક્યો હતો કે તમે આ અંગેના પૂરાવા લાવો. પૂરાવા ન લાવી શકો તો રાજીનામું આપી દો આ બધી ખેંચતાણ ચાલુ છે ત્યાં મમતા બેનરજીને વધુ એક આંચકો લાગે તેવા સમાચાર આવ્યા છે. તૃણમુલ કોંગ્રેસ સાથે સ્થાપનાકાળથી એટલે ૧૬ વર્ષથી નાતો ધરાવનાર બેરકપુરના પૂર્વ સાંસદ અને એક વર્ષ પહેલા જ રાજ્યસભામાં ચૂંટાયેલા પૂર્વ રેલવેમંત્રી દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં ચર્ચા ચાલુ હતી ત્યારે લાગણીશીલ ભાષામાં વાત કરી બંગાળમાં હિંસા ચાલે છે – અત્યાચાર ચાલે છે, દ્રશ્યો હું સહન કરી શકતો નથી. આખરે તો હું અને આપણે દેશ માટે અહીંયા બેઠા છીએ. મારી કર્મભૂમિ બંગાળમાં સ્વામી વિવેકાનંદ, ટાગોર જેવા મહાપુરૂષની સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ખુદીરામ બોઝ જેવાની ભૂમિ છે. ત્યાં જો આ પ્રકારની હિંસાખોરી ચાલે છે અને તે  ચાલું રહે તો મારો અહીંયા બેસવાનો શું અર્થ ? મારો અંતરાત્મા એમ કહે છે કે મારે સત્વરે રાજ્યસભાનું સભ્યપદ છોડી દેવું જોઈએ. અને હું આ રાજીનામું આપુ છું. જો કે તે વખતે અધ્યક્ષસ્થાને બેઠાલા ઉપસભાપતિએ તેમને રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને સુપ્રત કરવા સલાહ આપી જેના કારણે પોતે શીસ્તના બંધનમાં બંધાઈને મૌન રહ્યા હતા.

તેમણે ટીએમસી છોડવાની પણ જાહેરાત કરી હતી. રાજ્યસભા ગૃહમાંથી બહાર નીકળ્યા બાદ ટીવી ચેનલોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, મારી આત્માના અવાજને હું અનુસર્યો છું. જે રીતે મેં રેલવે મંત્રી રાજીનામું આપ્યું હતું તે જ રીતે હું આ રાજીનામું આપી રહ્યો છું. તેમણે વ્યથા સાથે કહ્યું કે મમતા દીદી વ્યસ્ત રહે છે અને પક્ષનું સુકાન એવા લોકો વ્યક્તિના હાથમાં છે જેને કશી સમજણ પડતી નથી.

Image result for dinesh trivedi

નિષ્ણાતોના કહેવા પ્રમાણે કદાચ રાજ્યસભામાં વિપક્ષ સાથે સંકળાયેલા કોઈ સભ્યે રાજીનામું આપવાની જાહેરાત કરી હોય તેવો આ પ્રથમ બનાવ હશે. દિનેશ ત્રિવેદીએ ૨૦૧૨માં રજૂ કરેલા રેલવે બજેટમાં રેલવે ટિકિટના ભાવમાં માત્ર ૧૦ પૈસાનો વધારો કર્યો હતો તેનાથી નારાજ થયેલા મમતા દીદીએ તેમને રાજીનામું આપવાનું કહેતા ઈમેલથી જ પોતાનું રાજીનામું તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘને રેલવે બજેટ રજુ કર્યાના બીજા જ દિવસે મોકલી આપ્યું હતું.  તે વખતે પણ તેમણે કહેલું કે ૧૦ પૈસાનો બોજ મોટો નથી. પોતે રેલવેને મજબૂત બનાવવા આમ કર્યુ છે. દેશ માટે કર્યું છે. પરંતુ યુપીએ ૨ ને તૂટતો બચાવવા માટે હું રાજીનામું આપું છું. તે વખતે પણ તેમણે ખૂમારીથી હોદ્દો છોડ્યો હતો.

દિનેશ ત્રિવેદી મૂળ કચ્છના છે. તેમણે અભ્યાસ હિમાચલ પ્રદેશની બોર્ડીંગમાં રહી કર્યો છે. કોલેજકાળમાં અને પછી ઉદ્યોગપતિ બન્યા અને બંગાળમાં જ મોટાભાગનું જીવન ગાળ્યું છે. ૧૯૮૦માં કોંગ્રેસમાં રહી રાજકીય સફર શરૂ કરનાર દિનેશ ત્રિવેદી કચ્છમાંથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જો  કે ૧૯૯૦થી ૧૯૯૬ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે હતાં. ત્યારબાદ પણ તેઓ રાજ્યસભામાં હતા. ૨૦૦૯ની ચૂંટણીમાં બંગાળના બેરકપુર સંસદીય મતવિસ્તારમાંથી તૃણમુલ કોંગ્રેસની ટીકીટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા અને કેદ્રમાં રાજ્ય કક્ષાના પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનતા તેઓ કેન્દ્રના પ્રધાન મંડળમાં મમતા બેનરજીના સ્થાને જ રેલવે મંત્રી બન્યા હતા અને ૨૦૧૨માં રેલવે બજેટ રજૂ કર્યા બાદ રેલવે ટિકિટ દર વધારાના પ્રશ્ને મમતા બેનરજીએ તેમને રાજીનામું આપી દેવાનું કહેતા તેમણે ‘ઈ-મેલ’થી પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.

જો કે રાજીનામું આપ્યા બાદ રાજ્યસભા સંકુલમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે ભાજપમાં જોડવા બાબત કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. અત્યારે તો હું મારા પોતાના પક્ષમાં છું એમ કહ્યું છે. જો કે તેમના માટે અટકળો શરૂ થઈ છે તે પ્રમાણે ટીએમસી અને રાજ્યસભા બન્ને છોડી છે. તેઓ ૧૪મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા કલકત્તાના કાર્યક્રમમાં ભાજપમાં સામેલ થઈ શકે છે અને રાજકીય વર્તૂળોમાં થતી અટકળો પ્રમાણે ગુજરાતમાં અહમદ પટેલ અને અભય ભારદ્વાજના દુઃખદ નિધન થવાથી જે બે બેઠકો ખાલી પડી છે અને આ બે બેઠક પૈકી એક બેઠક પર રાજ્ય બહારના મહાનુાવને સ્થાન મળશે તેવી અટકળો પણ થઈ હતી.

Image result for dinesh trivedi kutchhi

 તેવે સમયે હવે આ ચર્ચાતુ નામ દિનેશ ત્રિવેદી જ હશે તેવું મનાય છે અને જો  તેઓ રાજ્યસભાના સાંસદ બનશે તો તેમને કેન્દ્રના પ્રધાનમંડળમાં કેબીનેટ કક્ષાના પ્રધાન તરીકે સ્થાન મળશે. એટલું જ નહીં પરંતુ તેમને રેલવે કે નાણામંત્રી પણ મોદી બનાવી શકે છે.

૨૦૧૪માં પણ મોદીવેવ છતાં પશ્ચિમ બંગાળમાં તો મોટાભાગની બેઠકો ટીએમસીને મળી હતી અને દિનેશ ૬વિેદી પણ બેરકપુરમાંથી સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) એટલે કે સીપીએમના કદાવર નેતાને અઢી લાખ કરતાં વધુ મતે હરાવીને સાંસદ બન્યા હતા. જાે કે ૨૦૧૯માં તેઓ ભાજપના ઉમેદવાર છે કે તેમનો એક વખતનો સાથીદાર હતો તેની સામે હારી ગયા હતા. ત્યારબાદ લોકસભાની ચૂંટણી પછી તરત જ મમતા દીદીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.

Image result for dinesh trivedi

તેઓ જ્યારથી મમતા બેનરજીએ કોંગ્રેસથી જૂદા પડી ટીએમસી એટલે કે તૃણમુલ કોંગ્રેસની સ્થાપના કરી ત્યારથી તેમાં હતાં. મમતા બેનરજીને તેમણે ૨૦૦૬ના કપરા સમયમાં પણ સાથ આપ્યો હતો અને ટકાવી રાખ્યા હતા. આમ પાયાના પથ્થર સમા અને એક જમાનામાં મમતા દીદીની એકદમ નજીક ગણાતા આ મહાનુભાવના રાજીનામાના કારણે બંગાળમાં મમતાદીદીનો જમણો હાથ કપાયો છે તેવું નિરીક્ષક કહે છે. હજી તો પશ્ચિમ બંગાળની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાને વાર છે. ત્યાં ૧૧ ધારાસભ્યો અને એક સાંસદ સુનીલ માંડલ ટીએમસી છોડી ભાજપનો ખેસ પહેરી ચૂક્યો છે. અત્યારે રાજીનામું આપનારાની યાદીમાં દિનેશ ત્રિવેદીનું નામ જાેડાઈ ચૂક્યું છે.

૧૯૯૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તે વખતની અવિભક્ત કોંગ્રેસના સાંસદોને અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરવા સલાહ આપી હતી. દિનેશ ત્રિવેદીએ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપતી વખતે ક્ચ્છી ખૂમારી દેખાડી હતી તેનાથી વધુ ખૂમારી રાજ્યસભામાં બંગાળની હિંસા અંગે પોતે મૌન રહી શકે નહીં તેમ જણાવી ટીએમસી અને રાજ્યસભાનું સભ્યપદ છોડ્યુ છે.

@હિંમત ઠક્કર, લેખક, ભાવનગર 

covid19 / WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…