Vadodara/ મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો, શાકભાજીનાં ભાવો પર માવઠાની અસર યથાવત

એક તરફ કોરોનાવાયરસનાં કારણે લોકો પહેલા જ હેરાન પરેશાન થઇ ગયા છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આમ એક તરફ રાજ્યમાં કોરોના તો બીજી તરફ મોંઘવારી બેકાબૂ જોવા મળી રહી હતી. ત્યારે વળી રાજ્યમાં પડેલા વરસાદનાં કારણે સામાન્ય નાગરિક હવે વધુ પરેશાન થવા જઇ રહ્યો છે. જણાવી દઇએ […]

Gujarat Vadodara
zzas 66 મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો, શાકભાજીનાં ભાવો પર માવઠાની અસર યથાવત

એક તરફ કોરોનાવાયરસનાં કારણે લોકો પહેલા જ હેરાન પરેશાન થઇ ગયા છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આમ એક તરફ રાજ્યમાં કોરોના તો બીજી તરફ મોંઘવારી બેકાબૂ જોવા મળી રહી હતી. ત્યારે વળી રાજ્યમાં પડેલા વરસાદનાં કારણે સામાન્ય નાગરિક હવે વધુ પરેશાન થવા જઇ રહ્યો છે. જણાવી દઇએ કે, વડોદરામાં શાકભાજીનાં ભાવો પર માવઠાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. 

zzas 68 મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો, શાકભાજીનાં ભાવો પર માવઠાની અસર યથાવત

આપને જણાવી દઇએ કે, અહી શાક માર્કેટમાં બટાકાનાં ભાવમાં ઘણો ઉછાળો આવ્યો છે. 20 રૂ.કિલો વેચાતા બટાકાનાં ભાવ આજે 40 રૂ.થઇ ગયા છે. વળી મેથીનાં ભાવમાં પણ બમણો વધારો જોવા મળી રહ્યો છે. 15 રૂ.કિલો મેથીનો ભાવ આજે 30 રૂ.કિલો થઇ ગયો છે. કોરોનાકાળમાં એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારી બેકાબૂ જોવા મળી રહી હતી.

zzas 69 મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો, શાકભાજીનાં ભાવો પર માવઠાની અસર યથાવત

આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયેલા જોવા મળ્યાં હતા. જેને લઇને મધ્યમ વર્ગને કયુ શાક ખાવું તેને લઇને મનમાં સવાલો થઇ રહ્યાં હતા. જો કે હાલમાં વડોદરા શહેરની વાત કરીએ તો અહીનાં રહીશો માટે આ સવાલ આજે પણ બની રહ્યો છે. બટાકા અને મેથીનાં ભાવમાં વધારાથી તેમના પોકેટ પર સીધી ભરણ વધી રહ્યુ છે. જો કે આવતા સમયમાં આ ભાવોમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે.

Mehsana: અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘા…

Covid19: રાજ્યનાં ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને થયો કોરોના…

drawing: આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવ…

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો