Ahmedabad/ રામોલમાં ટ્રાવેલર્સનાં કાચ તોડનાર આરોપી ઝડપાયો, સાથે ફરિયાદીને પણ પોલીસની નોટિસ!

શહેરના રામોલ વિસ્તારમાં ટ્રાવેલ્સ કંપનીના માલીકને વાહન પાર્ક કરવા બાબતે ધમકી આપનાર અને ટ્રાવેલ્સની બસોના કાચ તોડનાર આરોપીની રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે….

Ahmedabad Gujarat
sssss 105 રામોલમાં ટ્રાવેલર્સનાં કાચ તોડનાર આરોપી ઝડપાયો, સાથે ફરિયાદીને પણ પોલીસની નોટિસ!

@વિશેલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરના રામોલ વિસ્તારમાં ટ્રાવેલ્સ કંપનીના માલીકને વાહન પાર્ક કરવા બાબતે ધમકી આપનાર અને ટ્રાવેલ્સની બસોના કાચ તોડનાર આરોપીની રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. ટ્રાવેલ્સ કંપનીના માલિકની ફરિયાદના આધારે રૂપિયાની માગણી કરતા આરોપીને રાજુભા દુનિયાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ બીજી તરફ ફરિયાદી દ્વારા પોલીસની કાર્યનિષ્ઠા ને ખોટી રીતે બદનામ કરવામાં આવતી હોવાનું પણ સામે આવતા પોલીસે તેને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

sssss 106 રામોલમાં ટ્રાવેલર્સનાં કાચ તોડનાર આરોપી ઝડપાયો, સાથે ફરિયાદીને પણ પોલીસની નોટિસ!

રામોલ પોલીસનાં સકંજામાં ઉભેલા આરોપીનું નામ છે રાજેશ ભદોરીયા ઉર્ફે રાજુ. જેણે રામોલ વિસ્તારના સીટીએમ નજીક ટ્રાવેલ્સનો ધંધો ધરાવતા વિરલ રાવલ ની બસ પર બોથડ પદાર્થ વડે ફટકા મારી ટ્રાવેલ્સ ના કાચ તોડી નાંખ્યા અને નુકસાન કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. ફરિયાદી હિરલ રાવલનો આરોપ છે કે આરોપી રાજુ ભદોરીયા તેને ધમકી આપતો હતો કે જો રોડ પર ગાડી પાર્ક કરવી હોય તો તારે એક લાખ રૂપિયા મને આપવા પડશે. પરંતુ વેપારીએ રૂપિયા ન આપતા માથાભારે રાજુ ભદોરિયા એ ટ્રાવેલ્સની બસના કાચ તોડી નાંખી નુકશાન કર્યું હોવાની ફરિયાદ ના આધારે રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજુ ભદોરીયાને પકડી પાડયો છે.

sssss 107 રામોલમાં ટ્રાવેલર્સનાં કાચ તોડનાર આરોપી ઝડપાયો, સાથે ફરિયાદીને પણ પોલીસની નોટિસ!

ઘટના અંગેની ફરિયાદ નોંધાતા ની સાથે જ રામોલ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. તેમ છતાં ફરિયાદી દ્વારા પોલીસની કાર્યનિષ્ઠા અને બદનામ કરવા બાબતના ખોટા વીડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. ફરિયાદી દ્વારા વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ આરોપી રાજુ ભદોરીયા ને પકડી રહી નથી અને અગાઉ પણ આરોપીએ ગુના કર્યા હોવા છતાં તેની સામે કાર્યવાહી થઇ નથી તેવા આરોપ લગાવાયા હતા. પરંતુ ફરિયાદી વિરલ રાવલ દ્વારા જનતા સમક્ષ વાયરલ કરવામાં આવેલા સમાચાર પાયાવિહોણા છે તેવું પોલીસે જણાવ્યું છે. એટલું જ નહીં આરોપી રાજુ ભદોરીયા એ અગાઉ જ્યારે ગુના હતા ત્યારે પણ તેને પોલીસે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હોવાની સત્તાવાર હકીકત રજુ કરવામાં આવી છે.. અને સાથે સાથે ફરિયાદી વિરલ રાવલને સોશિયલ મીડિયામાં ખોટા વિડીયો વાયરલ કરી પોલીસ ની પ્રતિષ્ઠા ખંડિત કરવા બદલ ખુલાસો આપવા બાબત ની નોટિસ પાઠવવામાં આવી છે.

sssss 108 રામોલમાં ટ્રાવેલર્સનાં કાચ તોડનાર આરોપી ઝડપાયો, સાથે ફરિયાદીને પણ પોલીસની નોટિસ!

રામોલની ઘટનાને પગલે એક વાત ફલિત થાય છે કે પોલીસ ગુનેગારોને પકડવા સતત કાર્યશીલ હોય છે અને પકડી પણ પાડે છે. પરંતુ ફરિયાદી કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ કે વિડીયો વાયરલ કરીને પોલીસ તંત્રની છબીને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જે રાજ્ય પોલીસનું મનોબળ નબળું પાડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો