Not Set/ રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત છે જ્યારે પણ લાભ મળે લઈ લેવો : ડો. ચિરાગ માત્રાવડિયા

સરકારના નિર્દેશ પ્રમાણે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં પ્રથમ દિવસે 3,000 કેન્દ્રો પર

Top Stories
1

ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ

સૌરાષ્ટ્રના ખ્યાતનામ તબીબ ડો.ચિરાગ માત્રાવડિયા પાસે રસી અંગેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે જાણો

સરકારના નિર્દેશ પ્રમાણે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં પ્રથમ દિવસે 3,000 કેન્દ્રો પર લગભગ પોણા બે લાખ જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. દરેક રસીકરણ સત્રમાં 100 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.જેમાં રાજકોટમાં પણ 6 સ્થળો પર વડાપ્રધાન મોદી દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દેશમાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડ અને કોવિક્સિન રસી સૌપ્રથમ ફ્રન્ટલાઈન વોરિયર્સ ત્યાર બાદ 50 વર્ષથી વઘુ ઉંમરના વૃદ્ધોને રસીકરણ કરવામાં આવશે. “મેં પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રસીકરણનો લાભ લીધો છે, કોરોનાની રસી ખૂબ જ સુરક્ષિત છે અને તે લીધા બદલ મને ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે. માટે જ્યારે પણ લાભ મળે ત્યારે દરેક વ્યક્તિએ રસીકરણ કરાવી લેવું જોઈએ”

Coronavirus vaccines: five key questions as trials begin

પ્રથમ તબકકામાં થયેલા રસીકરણ અંતર્ગત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કોરોના વોરિયર્સને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના કોરોના વોરિયર્સ તબીબોએ રસીકરણ કરાવ્યું હતું આ વખતે ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓને રસીકરણના સ્થળે મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જેમાં મેડિકલ ઓફિસર, ફામર્સિીસ્ટ, અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ, કોવિડ ડયુટીના અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

FIR / વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ, બે શખ્સો પોલીસન..

અફવાઓ થી ડરો નહીં શક્ય બને ત્યારે રસીકરણનો લાભ લો

સૌ પ્રથમ તો કોરોના જેવી વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં તબીબ તરીકે સેવા કરતા હોય ત્યારે ટૂંકા સમયગાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વદેશી રસી બનાવવાનો વિચાર મૂર્તિમંત થયો છે. તેમજ પ્રથમ દિવસે સરકાર સામેથી બોલાવી અને રસી મુકવા માટે આમંત્રિત કરે ત્યારે મને ચોક્કસપણે ગર્વની લાગણી થાય છે. જેને હું સામાન્ય જનતાની સાથે વહેંચવા માગું છું અને લોકોને કહેવા માગું છું કે રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત છે માટે અફવાઓ પર ધ્યાન ન આપતા તેનાથી ડરો નહીં પરંતુ શક્ય બને ત્યારે યાદી મુજબ લાભ લો. જેટલો વહેલો રસીકરણનો લાભ લેશો તેટલો લોકોને વ્યક્તિગત, સમાજને તેમજ દેશને ફાયદો થશે.

Coronavirus Vaccine Latest News Update: BioNTech, Pfizer report progress in COVID-19 vaccine trial

Covid-19 / કોરોનાથી રાજ્યમાં થયા ફક્ત 2 લોકોનાં મોત, આટલા આવ્યા નવા કેસ…

સમાનતા સાથે રસીકરણનું સરકારનું માઈક્રો મેનેજમેન્ટ

દેશભરમાં રસીકરણના વિશાળ આયોજન અંતર્ગત માત્ર મહાનગરોમાં જ નહીં બધા જ શહેરોમાં એક સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક બાજુ દિલ્હીમાં એઈમ્સ ખાતે ડો.ગુલેરિયા જ્યારે રસી મુકાવતા હોય ત્યારે તે જ સમયે રાજકોટમાં તબીબ તરીકે હું ડો. ચિરાગ માત્રાવડિયા રાજકોટની હોસ્પિટલમાં રસી મુકાવતો હોય એટલું જ નહીં મારી સાથેના કોવિડ વોર્ડમાં કાર્ય કરતા આયા બહેન સહિત તમામ સ્ટાફને પણ એકસાથે રસી મુકવામાં આવી હોય, ત્યારે સમાનતા સાથેના આયોજનમાં બધાને એક સાથે આવરી લેવા તે માટેનું સરકારનું મેનેજમેન્ટ કાબિલે તારીફ છે. આટલા મોટા રસીકરણ અભિયાનમાં કોઈની સાથે ભેદભાવ રાખવામાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવે તે ખરેખર મોટી બાબત ગણી શકાય. આ ઉપરાંત કેટલીક ગેરમાન્યતાઓ છે જેને અહીં દૂર કરવાની કોશિશ કરી છે.

Election / આ તારીખ પહેલા યોજાઇ શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટ…

રસીકરણની સામાન્ય આડઅસર સામે લાભ અનેક ગણો

મેં શહેરના અન્ય તબીબોની સાથે રસીકરણ કરાવ્યું છે, ત્યારબાદ ખૂબ જ સામાન્ય તેમજ દુખાવા રહિત અનુભૂતિ થઈ છે. કશું લીધું હોય તેવું લાગી રહ્યું નથી. રસીથી લોકોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. રસી કોરોના સામે રક્ષણ માટે છે. એક વખત રસી લીધા બાદ કોરોના થવાની શક્યતા નહિવત રહે છે. રસી લીધા બાદ ખૂબ જ હળવા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. જેમકે તાવ આવવો, નબળાઇ લાગવી, શરદી થવી, ઇન્જેક્શનની જગ્યા પર દુખાવો થવો વગેરે. પરંતુ આ લક્ષણો કોઈને થાય તો કોઈને ન પણ થાય. પરંતુ રસીકરણની આડઅસરના ખૂબ જ સામાન્ય લક્ષણો છે. તેની સામે મળતા લાભની ટકાવારી અનેક ગણી છે. રસીકરણ લોકોની સુરક્ષા માટે છે અસુરક્ષા માટે નહીં, રસીકરણનો લાભ શક્ય તેટલો વહેલી તકે યાદી મુજબ જ્યારે પણ જ્યારે પણ મળે ત્યારે લઈ લેવો જોઈએ.ઓપન માર્કેટમાં રસી જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે શક્ય તેટલી વહેલી તકે રસી મુકાવી લેવી જોઈએ.

Gujarat / પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમને લઇને સામાન્ય વહીવટ વિભાગે બહ…

કઈ વ્યક્તિ રસીકરણનો લાભ લઇ શકે ?

India rolls out COVID-19 vaccination campaign to its 1.3 billion people - Axios

દરેક વ્યક્તિને એ પ્રશ્ન હોય છે કે હું રસીકરણ કરાવી શકું છું કે નહીં ? મારો તમામ લોકોને જવાબ છે 18 વર્ષથી ઉપરની ઉંમરના કોઈપણ વ્યક્તિએ રસી લઈ શકે છે. અને જેઓ બીમાર હોય તેમણે રસી પહેલાં લેવી જોઈએ. સગર્ભા પણ રસી મુકાવી શકે છે રસીની કોઈ આડઅસર નથી.સરકારના દિશા નિર્દેશ પ્રમાણે તૈયાર કરવામાં આવેલી રસી માટે સગર્ભાને રસી મૂકવા માટેની મનાઈ કરવામાં નથી, તેઓ પણ લઈ શકે છે પરંતુ તે માટે ના ડેટા આગામી થોડા સમયમાં જાહેર થઈ શકે છે. બાળકો માટેના ટ્રાયલ જ કરવામાં આવ્યા નથી, અને બાળકોને રસીકરણની યાદીમાં સમાવવામાં આવ્યા નથી કારણ કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. આ માટે બાળકોને હાલ રસીકરણ કરાવવાની જરૂર નથી. વળી આટલા મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું હોય ત્યારે વસ્તીની સરખામણીમાં રસીની વધારે ઉપલબ્ધતા હાલ શક્ય નથી.

મોટી ઉંમરની વ્યક્તિએ રસી શા માટે મૂકવી જોઈએ ?

મોટી ઉંમરની વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આ માટે એક વખત કોરોના થયા બાદ તેઓમાં સાજા થવાની સરેરાશ યુવાન વયની વ્યક્તિ કરતા ઓછી હોય છે. મોટી ઉંમરની વ્યક્તિએ તે માટે રસીકરણનો લાભ લેવો જોઈએ કારણ કે તેઓ પર જોખમ ઘરની અંદર રહેવા છતાં વધી જતું હોય છે. તેઓ બહાર ન જતા હોય પરંતુ ઘરના અન્ય સભ્યો જ્યારે બહાર જાય ત્યારે સંક્રમણનો ખતરો વધી જાય છે. પરંતુ એક વખત રસીકરણ કર્યા બાદ તેઓની સુરક્ષામાં વધારો થશે અને મૃત્યુ દરમાં ઘટાડો થશે. આ માટે સરકારે કોરોના રસિકરણમાં તેઓને ફ્રન્ટલાઈન વોરિયર બાદ પ્રાધાન્ય આપ્યું છે.

જાહેરાત / CM રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કર…

આપણા દેશમાં બનેલી રસી આપણી આબોહવા માટે અનુકૂળ

Coronavirus vaccine update: Serum Institute of India to start Phase II clinical trials of Oxford COVID-19 vaccine; here is all you need to know | The Times of India

અન્ય દેશોમાં રસીની આડઅસરના કારણે મોત થાય છે ત્યારે લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હું લોકોને કહીશ કે બીજા દેશમાં કોરોનાનો પ્રકાર અને લક્ષણો અલગ હોઈ શકે છે. વિદેશમાં રસી અને આપણા દેશની રસીની સ્ટોરેજ કેપેસિટી અલગ છે. અન્ય દેશોની રોગપ્રતિકારક શક્તિને આપણા દેશની રોગપ્રતિકારક શક્તિ અલગ હોય છે. ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ અન્ય દેશના લોકો કરતાં વધારે હોય છે. આપણી રસી આપણા દેશમાં જ સંશોધન કરી અને વિકસાવવામાં આવી છે. તેમજ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી નામાંકિત કંપની દ્વારા પણ ઓક્સફોર્ડના નિષ્ણાંતોની સાથે મળીને બનાવવામાં આવી છે. આપણી રસી 2 થી 8 ડિગ્રી પર સ્ટોર કરવામાં જોખમ ખૂબ જ ઓછું રહેલું છે. આપણા દેશની રસીનજ આપણા દેશની આબોહવા તેમજ અનુકૂલન પ્રમાણે રચના કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…