acb caught/ બે લાખની લાંચ લેતા અખબારના તંત્રી સહિત બે જણા એસીબીની જાળમાં ફસાયા

દુકાનદારને ત્યાં એસજીએસટીના દરોડા પડતા મદદ કરવાને બહાને લાંચ માંગી હતી

Top Stories Gujarat
Beginners guide to 2024 03 30T195252.917 બે લાખની લાંચ લેતા અખબારના તંત્રી સહિત બે જણા એસીબીની જાળમાં ફસાયા

Gujarat News : મોબાઈલની દુકાનમાં એસજીએસટીના દરોડા પડતા તેમાં મદદ કરવા માટે બે લાખની લાંચ લેનારા એક સાપ્તાહિક અખબારના તંત્રીને એસીબીએ ઝડપી લીધો હતો. જ્યારે તેના સાગરીત સામે ગુનો નોંધ્યો હતો.

આ કેસની વિગત મુજબ ફરિયાદીના ભાઈ મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં  4 થી 5 મહિના અગાઉ એસજીએસટીની રેડ પડી હતી. એસજીએસટીની કાર્યવાહીમાં મદદ કરવા અને તેમાં સરળતા કરી આપવા માટે એસજીએસટીના અધિકારીઓ અને તેમના વતી જનસહાયક સમાચાર સાપ્તાહિકના તંત્રી કિરણસિંહ વી.ચંપાવતે 50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અંતે આ સોદો 21 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. જેમાં પહેલા હપ્તા પેટે બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બાકીની રકમ અન્ય બે હપ્તામાં ચુવકણી કરવાનું નક્કી થયું હતું.

બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ સરદારનગર ઈન્દીરા બ્રિજ પાસે રવિ પાન પેલેસ પર જાળ બિછાવી હતી. જેમાં આરોપી કિરણસિંહ ચંપાવતે તેના સાગરીત અને નાના ચિલોડામાં રહેતા નિતેષ એસ.ટેકવાનીને લાંચની રકમ આપી દેવા ફરિયાદીને જણાવ્યું હતું. જેમાં 2 લાખ રૂપિયાની લાંચ લેતા કિરણસિંહ ચંપાવતને એસીબીએ ઝડપી લીધો હતો. પોલીસે બન્ને વિરૃધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી