Not Set/ પારંપરિક ખેતી છોડી કરી પ્રાકૃતિક ખેતી, જમીન બની ફળદ્રુપ, ઉત્પાદન અઢળક

ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે આવકમાં પણ વધારો નોંધાયો છે.

Gujarat Others Trending
strome 1 7 પારંપરિક ખેતી છોડી કરી પ્રાકૃતિક ખેતી, જમીન બની ફળદ્રુપ, ઉત્પાદન અઢળક

જેમ શરીરને એનર્જેટીક રાખવા માટે સમયસર ભોજન લઇએ છીએ. આ સાથે એ પણ જરૂરી છે કે, ભોજન ગુણવત્તાસભર હોય. જેને લઇ ખેડૂતો જાગૃત થયા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમજ કોરોના કાળ દરમિયાન લોકોની સ્વાસ્થયને લઇ ચિંતા વધી છે. જેની અસરને પગલે પ્રાકૃતિક રીતે વાવેલા પાકની માગ પણ વધી.

ખેતરમાં ઘઉંનો પાક લહેરાયો

strome 1 8 પારંપરિક ખેતી છોડી કરી પ્રાકૃતિક ખેતી, જમીન બની ફળદ્રુપ, ઉત્પાદન અઢળક

ઉપલેટા તાલુકાના ખેડૂત નારણભાઇ વસરા અને મનોજભાઈ ડેર કે જેવો છેલ્લા 3 વર્ષથી રાસાયણિક ખાતરથી થતી પારંપરિક ખેતી છોડીને હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહયા છે. ગાયના ગૌ મૂત્ર અને છાણમાંથી બનેલા પદાર્થનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. જેના પરિણામે જમીન ફળદ્રુપ બનવાની સાથે પાક પણ 100 % શુદ્ધ મળી રહ્યા છે.

  • ગાય આધારિત ખેતી બની સફળ
  • ખર્ચ ઓછો, આવક વધુ
  • ગ્રાહકો પણ ઘર આંગણે
  • ઉત્પાદનની સાથે આવક વધી

આ ખેતરમાં ઓર્ગેનિક ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોએ વાવેલા પાક માટે તેમને પોષણ ક્ષમ ભાવ ઉપજવા તે મુખ્ય હોય છે. ત્યારે આ ગાય આધારિત ખેતીમાંથી જે પાક ઉતપન્ન થાય છે. તેના વેચાણ માટે ખેડૂતને બજારમાં પણ જવું પડતું નથી. સીધા ગ્રાહક થકી આ પાક વેચાય જાય છે. જેના ભાવ પણ રાસાયણિક ખાતરથી વાવેલા પાક કરતા વધુ મળી રહ્યા છે.

  • ખેડૂતો માટે આશીર્વાદ સમાન ખેતી
  • અન્ય ખેડૂતોને પુરૂ પાડ્યુ પ્રોત્સાહન
  • ખેડૂતો માટે વરદાન બની પ્રાકૃતિક ખેતી
  • ગ્રાહકોને મળ્યું ગુણવત્તાસભર ભોજન

ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે આવકમાં પણ વધારો નોંધાયો છે. આ પહેલને આગળ ધપાવવા માટે ઉપલેટાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપવામાં આવી રહી છે. જો દરેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તો આવતી પેઢી માટે ખુબ જ આશીર્વાદ સમાન છે. સાથે જ શુદ્ધ અને ગુણવત્તાસભર અનાજ મળતા લોકોના સ્વાસ્થય સારુ રહેશે.