Not Set/ એશિયન ગેમ્સ 2018 : શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીએ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા, રાહી સરનોબત 27 વર્ષની છે. રાહીએ સૌ પ્રથમ 2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. એશિયન ગેમ્સમાં થાઇલેન્ડની શુટર અને ભારતીય શુટર સરનોબતનો સ્કોર 34 – 34 પર હતો. ત્યારબાદ શૂટ ઓફ મારફતે નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલાં શૂટ ઓફમાં રાહી અને થાઇલેન્ડની શુટર યાંગપૈબૂનએ પાંચ માંથી ચાર […]

Top Stories India Sports
એશિયન ગેમ્સ 2018 : શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીએ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા, રાહી સરનોબત 27 વર્ષની છે. રાહીએ સૌ પ્રથમ 2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. એશિયન ગેમ્સમાં થાઇલેન્ડની શુટર અને ભારતીય શુટર સરનોબતનો સ્કોર 34 – 34 પર હતો. ત્યારબાદ શૂટ ઓફ મારફતે નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલાં શૂટ ઓફમાં રાહી અને થાઇલેન્ડની શુટર યાંગપૈબૂનએ પાંચ માંથી ચાર શોટ માર્યા હતા. જયારે બીજા શૂટ ઓફમાં ભારતની મહિલા શુટરે જીત પોતાનાં નામે કરી લીધી હતી.

નિશાનેબાજીમાં ભારત દેશનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. એશિયન ગેમ્સનાં ત્રીજા દિવસે ગઈકાલે 21 ઓગસ્ટના રોજ  ભારતે 3 મેડલ પોતાનાં નામે લખાવ્યા હતા, જેમાં માત્ર 16 વર્ષનાં સૌરભ ચોધરીએ પોતાની પહેલી જ એશિયન ગેમ માં ગોલ્ડ મેડલ હાસિલ કરી લીધું હતું. જયારે અભિષેક વર્માએ બ્રોન્ઝ જીત્યો હતું. સંજીવ રાજપૂતે સિલ્વર મેડલ હાસિલ કર્યું હતું.

અભિનવ બિન્દ્રાએ ટ્વીટર પર રાહીને અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ,’ફાઈનલ ગેમ એ સૌથી મજેદાર ઇવેન્ટ હતી એશિયન ગેમ્સની. કોન્ગ્રેચ્યુલેશન રાહી !’. રાહી સરનોબત એ  ટ્વીટર પર ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ અને પોતાનાં કોચનો આભાર માન્યો છે અને લખ્યું છે કે આ ગોલ્ડ મહિનાઓ સુધી કરેલાં સખત પરિશ્રમને કારણે મળ્યું છે. આ સિવાય રાહીએ ત્રિરંગા સાથે પોતાનો ફોટો શેર કર્યો છે અને NRAI નો પણ આભાર માન્યો છે કે મારા જીવનનાં આ સૌથી યાદગાર દિવસ માટે તમે મારી પડખે દરેક પરિસ્થિતિમાં ખડે પગે ઉભા રહ્યાં છો.

ગોલ્ડ મેડલ જીતીને 25 મીટરની ઓલિમ્પિકની પિસ્તોલ સ્પોર્ટ ઇવેન્ટ માટે રાહી ક્વોલીફાઈ થઇ ગઈ છે. સરનોબત પહેલી ભારતીય મહિલા શુટર છે જે હવે ઓલિમ્પિકમાં ભારતનું પિસ્તોલ શુટિંગ ઇવેન્ટમાં પ્રતિનિધિત્વ કરશે. આ મહિલા શુટરે ભારતને ગૌરવ અપાવ્યું છે.