Not Set/ દાડમના નાના-નાના દાણા તમારી વધતી જતી ઉમરને છુપાવી શકે છે…..

મુંબઈ દાડમના નાના-નાના દાણામાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે પરંતુ શું તમને એ ખબર છે કે, દાડમના ઉપયોગથી તમે ચમકતી ત્વચા મેળવી શકો છો. ઉપરાંત ચહેરા પરના તમામ ડાઘો પણ દાડમના ઉપયોગથી દૂર કરી શકાય છે. દાડમ વિટામીન અને એન્ટી ઓક્સીડેંટ્‌સથી ભરફૂર ફળ છે,  જે સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય […]

Fashion & Beauty Lifestyle
8 દાડમના નાના-નાના દાણા તમારી વધતી જતી ઉમરને છુપાવી શકે છે.....

મુંબઈ

દાડમના નાના-નાના દાણામાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે પરંતુ શું તમને એ ખબર છે કે, દાડમના ઉપયોગથી તમે ચમકતી ત્વચા મેળવી શકો છો. ઉપરાંત ચહેરા પરના તમામ ડાઘો પણ દાડમના ઉપયોગથી દૂર કરી શકાય છે.

દાડમ વિટામીન અને એન્ટી ઓક્સીડેંટ્‌સથી ભરફૂર ફળ છે,  જે સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દાડમનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વ્યક્તિ ખૂબસૂરત તેમજ ડાઘ વગરની ત્વચા મેળવી શકે છે. તેમજ વધતી ઉંમરના લક્ષણોને પણ તે રોકવામાં મદદ કરે છે.

દાડમના ઉપયોગથી ત્વચાને થતા લાભ નીચે પ્રમાણે છે.

દાડમના બીજ એટલે કે દાણાને વાટીને તેની પેસ્ટ બનાવીને તેની અંદર એક ચમચી મધ નાંખવુ, બન્નેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી તેને મોંઢા પર હલકા હાથે લાગવવુ, થોડા સમય બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખવું, આમ કરવાથી તમારી ત્વચા પહેલા કરતા વધુ ચમકતી દેખાશે.

Pomegranate and Honey pest के लिए इमेज परिणाम

ચકમ અને ચહેરા પરના ડાઘ ઓછા કરવા માટે સૌથી સારો ઉપાય છે કે તમે દાડમ અને દહીંની પેસ્ટ બનાવી મોં પર લગાવો, દાડમના દાણાને વાટીને તેમાં અડધી વાટકી જેટલું દહીં ઉમેરી તેને મોંઢા પર લગાવવાથી મોંઢા પરના ડાઘ દુર થાય છે.

Pomegranate and yogurt pest के लिए इमेज परिणाम

લિંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં રહેલુ છે, જ્યારે દાડમમાં એન્ટી-ઓક્સીડેંટના ગુણો રહેલા છે, આ બન્નેનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે, જેથી આ બન્નેનું મિશ્રણ મોંઢા પર લગાવવાથી મોંઢા પર અલગ જ ચમક આવે છે.

Pomegranate and lemon paste के लिए इमेज परिणाम

દાડમ અને ગ્રીન ટીની પેસ્ટ પણ ચહેરા માટે ખૂબ જ ઉપયોગી છે, ત્વચા પર દાડમ અને ગ્રીન ટીની પેસ્ટ બનાવી લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે તેમજ આંખો નીચે રહેલા કાળા ધબ્બા પણ દૂર થાય છે.

Pomegranate and green tea के लिए इमेज परिणाम