Not Set/ દાઝી ગયેલા વાસણોથી છો પરેશાન,ચમકાવવા માટે અપનાવો આ રીત

  સારી સારી વાનગીઓ જમવી દરેકને ગમે છે પરંતુ તેના પછી વાસણની સફાઈ કરવામાં દમ નીકળી જાય છે. આ વાનગીઓ પાત્રમાં ચોટવાથી વાસણમાં કાળા ડાઘ પડી જાય છે.આ ડાઘને કાઢતાં કલાકો લાગી જાય છે. આ દાઝેલા વાસણોની સફાઈ ચુટકીઓમાં કરવા માટે અપનાવો આ ટ્રીક્સ. સમારેલી ડુંગળીને બળી ગયેલા વાસણમાં નાંખો. તેમાં થોડું પાણી નાંખો, તેને […]

Lifestyle
clean uncleanable scorched spots from pots pans.w1456 દાઝી ગયેલા વાસણોથી છો પરેશાન,ચમકાવવા માટે અપનાવો આ રીત

 

સારી સારી વાનગીઓ જમવી દરેકને ગમે છે પરંતુ તેના પછી વાસણની સફાઈ કરવામાં દમ નીકળી જાય છે. આ વાનગીઓ પાત્રમાં ચોટવાથી વાસણમાં કાળા ડાઘ પડી જાય છે.આ ડાઘને કાઢતાં કલાકો લાગી જાય છે. આ દાઝેલા વાસણોની સફાઈ ચુટકીઓમાં કરવા માટે અપનાવો આ ટ્રીક્સ.

  • સમારેલી ડુંગળીને બળી ગયેલા વાસણમાં નાંખો. તેમાં થોડું પાણી નાંખો, તેને ગરમ કરો. થોડા સમયમાં વાસણ પરથી બળી ગયેલ ભાગ ઉપરની તરફ આવા લાગશે, પછી વાસણ ઘસવાના સાબુ કે લિક્વીડથી વાસણને ઘસીને સાફ કરી લો. વાસણમાંથી ડાઘ ઝડપથી દૂર થશે.
  • એલ્યુમિનિયમના વાસણમાં જો પીળા ડાઘ કે બળી ગયેલા ડાઘ હોય તો તે વાસણમાં પાણી નાંખીને ગરમ કરો, તેમાં આંબલી કે લીંબુના ફૂલ નાંખી, તે પાણીને ગરમ થવા દો. તેનાથી ડાઘ દૂર થશે અને વાસણ ચમકશે.
  • બેકિંગ સોડા અને લીંબુ બંને માંથી કોઇ વસ્તુ હાજર ન હોય તો મીઠાનો ઉપયોગ કરો, બળી ગયેલા વાસણમાં મીઠું નાંખીને તેમાં ગરમ પાણી નાંખો, અને વાસણમાં તે પાણીને ચારે બાજુ ફેલાવી લો. ત્યારબાદ તેને ઘસો થોડા જ સમયમાં તે વાસણ પહેલાંની જેમ ચમકવા લાગશે.