Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : આ રીતે શુકનવંતા ગરબાને ઘરે જ શણગારો કલાત્મક રીતે

અમદાવાદ માંની ભક્તિ સ્તુતિ આરાધનાના દિવસો એટલે કે નવરાત્રી.નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ભક્તિ અને શક્તિના આ તહેવારમાં ગરબો ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે.ગરબામાં દીવ ટમટમતો હોય એ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે તેમાં રહેલા ઝીણા ઝીણા છેદ દ્વારા જે પ્રકાશ રેલાય છે તે સાચેમાં સુંદર હોય છે. આ ગરબો માત્ર સુંદર જ […]

Trending Lifestyle Navratri 2022
ggh નવરાત્રી સ્પેશ્યલ : આ રીતે શુકનવંતા ગરબાને ઘરે જ શણગારો કલાત્મક રીતે

અમદાવાદ

માંની ભક્તિ સ્તુતિ આરાધનાના દિવસો એટલે કે નવરાત્રી.નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે

ભક્તિ અને શક્તિના આ તહેવારમાં ગરબો ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે.ગરબામાં દીવ ટમટમતો હોય એ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે તેમાં રહેલા ઝીણા ઝીણા છેદ દ્વારા જે પ્રકાશ રેલાય છે તે સાચેમાં સુંદર હોય છે.

Related image

આ ગરબો માત્ર સુંદર જ નહી પરંતુ શુકનિયાળ પણ હોય છે.

લાલ સફેદ અને ભૂરી માટીના ગરબા સ્વયં એટલા સુંદર લાગતા હોય છે કે બીજા શણગારની જરૂર પડતી નથી. પરંપરા અનુસાર કોઈક  લાલ ગરબો તો કોઈક  સફેદ ગરબો રાખતા હોય છે.

Image result for ગરબો

આધુનિકતા સાથે ગરબાનું સ્વરૂપ પણ બદલાતું દેખાઈ રહ્યું છે. હાલ બજારમાં સ્ટીલ કે મેટલના ગરબા જોવા મળે છે પરંતુ માટીના ગરબામાં સૌથી વધુ ઉર્જા અને પવિત્રતા હોય છે.

આજે લોકો ગરબાને વધુ આકર્ષણ બનાવવા માટે ઘરે શણગાર કરતા હોય છે. બજારમાં પણ આકર્ષક ગરબા મળતા હોય છે પરંતુ તમે ઘરે પણ ગરબાને શણગારી શકો છો.

ગરબાને શણગારવા માટે તમે સિલ્વર ટીકાનો ઉપયોગ કરી શકો છો. આ ટીકા રંગબેરંગી પણ બજારમાં મળી રહે છે. તમે માટીના ગરબા ઉપર પોસ્ટર કલરથી સારું પેન્ટિંગ પણ કરી શકો છો. એટલું જ નહી પરંતુ ઉનથી પણ તમે ગરબાને શણગારી શકો છો.

જો તમે સફેદ કલરનો  ગરબો લાવ્યા હોવ તો તેની પર લાલ અને લીલા કલરનું ડેકોરેશન કરો. ત્યારબાદ તેના પર સ્ટોન ચોંટાડી શકો છો. આમ બજારમાંથી સાદો માટીનો ગરબો લાવીને તમે તેને ઘરે શણગારી શકો છો. આજે તો ઘણા લોકો ઓર્ડર આપીને ગરબાને ડેકોરેટ કરે છે પરંતુ જાતે ગરબો સજાવવાનો આનંદ જ કઈક અલગ છે.