Not Set/ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ વિશ્વની આ સૌથી મોટી કંપનીના CEO બનવા અંગે વ્યક્ત કરી પોતાની ઈચ્છા

ન્યુયોર્ક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સરકારમાં વિદેશ મંત્રી રહી ચુકેલા હિલેરી ક્લિંટન હવે રાજકારણનું જીવન છોડીને વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકના CEO બનવા માંગે છે. હાવર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં સવાલનો જવાબ આપતા ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પને પડકાર આપનાર હિલેરી ક્લિંટને આ ઈચ્છા અંગે જણાવ્યું હતું. અમેરિકન મીડિયા વેબસાઈટ CNETના જણાવ્યા મુજબ, […]

World Trending
5823232946e27a1b058b59b7 750 563 અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ વિશ્વની આ સૌથી મોટી કંપનીના CEO બનવા અંગે વ્યક્ત કરી પોતાની ઈચ્છા

ન્યુયોર્ક,

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સરકારમાં વિદેશ મંત્રી રહી ચુકેલા હિલેરી ક્લિંટન હવે રાજકારણનું જીવન છોડીને વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકના CEO બનવા માંગે છે.

હાવર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં સવાલનો જવાબ આપતા ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પને પડકાર આપનાર હિલેરી ક્લિંટને આ ઈચ્છા અંગે જણાવ્યું હતું.

અમેરિકન મીડિયા વેબસાઈટ CNETના જણાવ્યા મુજબ, મૈસાચુસેટ્સના ડેમોક્રેટ એટૉર્ની જનરલ મોરા હીલે જ્યારે પૂર્વ વિદેશ મંત્રીને પુછ્યું કે, તમે કઈ કંપનીના સીઈઓ બનવાનું પસંદ કરશે, તો જવાબમાં હિલેરીએ કોઈ પણ વિચાર કર્યાં વિના ફેસબુકનું નામ લીધું હતું.

પોતાની ઈચ્છા અંગે વધુમાં જણાવતા હિલેરી ક્લિંટને જણાવ્યું, “ફેસબુક એ દુનિયાભરમાં સમાચાર માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આપણા દેશની વસ્તીના ઘણા મોટા વર્ગને આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા જ માહિતી મળતી હોય છે, જે માહિતી સાચી હોય કે ખોટી”.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે હિલેરી ક્લિંટને હાવર્ડ યુનિવર્સિટીમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓને રેડક્લિફ મેડલથી નવાજવામાં આવ્યા હતાં. આ વિશેષ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે, જેઓએ સમાજ માટે પરિવર્તન લાવવા માટે પોતાનો પ્રભાવ છોડયો હોય.

મહત્વનું છે કે, ફેસબુક ડેટા લીક મામલો એ કેમ્બ્રિજ એનાલિટીકા ફર્મ સાથે જોડાયેલુ છે તેઓએ ગેરકાયદેસર રીતે ફેસબુકના કરોડો યુઝરોના ડેટા સાથે છેડ-છાડ કરીને ૨૦૧૬માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરી હતી અને આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો પહોચાડ્યો હતો.

ત્યારથી જ ફેસબુકના યુઝર્સની પ્રાઈવસી અંગે પણ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે આ મામલા અંગે માફી પણ માંગી હતી અને પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.