રેસીપી/ કાકડીની પચડી બનાવવાની રીત, આજે કરો ઘરે ટ્રાય

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં 2 ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં આદૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.

Food Lifestyle
mahu yhn કાકડીની પચડી બનાવવાની રીત, આજે કરો ઘરે ટ્રાય

સામગ્રી

1 કપ કાકડીના ટુકડા
1/2 કપ જેરી લીધેલું દહીં
3 ટીસ્પૂન નાળિયેરનું તેલ
1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
1/2 કપ કાંદાના ટુકડા
1 લાંબી ચીરી પાડેલો લીલો મરચો
મીઠું  (સ્વાદાનુસાર)
1/2 ટીસ્પૂન રાઇ
5 થી 6 કિલોગ્રામ કડી પત્તા
1 સૂકો લાલ મરચા (પન્ડી) , ટુકડા કરેલો
2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા

બનાવવાની રીત  

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં 2 ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં આદૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.

પછી તેમાં કાકડી, લીલા મરચાં અને 1 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 4 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, ઠંડું થવા બાજુ પર રાખો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

હવે બાકી રહેલું 1 ટીસ્પૂન નાળિયેરનું તેલ એક નાના નૉન-સ્ટીકમાં પૅનમાં ગરમ કરી તેમાં રાઇ નાંખો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, લાલ મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.

આમ તૈયાર થયેલા વઘારને કાકડી-દહીંના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો. આ પચડી ને ઠંડી થવા રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક માટે મૂકો.ઠંડી પીરસો.

આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !