Lifestyle/ તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !

ઉનાળાની સીઝન ચાલુ થઇ જાય એટલે કેરી, દ્રાક્ષ અને તરબૂચની બોલબાલા પણ વધી જાય છે.

Health & Fitness Lifestyle
તરબૂચની

ઉનાળાની સીઝન ચાલુ થઇ જાય એટલે કેરી, દ્રાક્ષ અને તરબુચની બોલબાલા પણ વધી જાય છે. તરબુચ એક એવું ફળ છે કે નાના બાળકથી લઈને મોટી ઉંમર સુધીના તમામ લોકોને ભાવે. તરબૂચ જેટલું સ્વાદમાં શ્રેષ્ઠ છે તેટલું જ તેના ગુણમાં પણ શ્રેષ્ઠ છે.એવું કહેવામાં આવે છે કે તરબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ગરમીને કારણે તેમના શરીરના ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે છે. તે સોડિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.

જુઓ આ છે તરબુચના ફાયદા

  • વર્કઆઉટ પહેલા તરબુચનું જ્યુસ પીવાથી સ્નાયુઓમાં જે દુઃખાવો થાય છે તેમાં રાહત મળે છે.
  • તરબુચમાં એમીનો એસીડ ભરપુર પ્રમાણમાં મળે છે.
  • આ ફળનો બીજો મહત્વનો ઘટક છે એ છે લાઈકોપીન. તરબુચના માવામાં જે લાલ-ગુલાબી રંગ જોવો છો તે આ ઘટકને આભારી છે.
  • આ ઘટક ડાયાબીટીસ, ન્યુરોડીઝરેટીવ અને વ્યાધીજનક હુમલાઓ સામે રક્ષણ આપે છે.
  • તરબુચના તમે જયારે પીસ કરો છો ત્યારે તેમાંથી ગુલાબી રંગનું જે પાણી નીકળે છે તે ફેકી ન દેતા તેને પીવાથી શરીર સ્વસ્થ રહેશે.
  • ઉપરાંત તરબુચમાં એન્ટીઓક્સીડનટ્સ પણ હોય છે. જે લોહોની નળીની સમસ્યા, હ્રદયના રોગો અને અલ્ઝાઈમર્સ જેવા રોગો થવાનું પ્રમાણ ઘટાડે છે.
  • જો તમે જીમમાં કસરત કર્યા પહેલા તરબુચનું જયુસ પીશો તો તે વધી ગયેલા ધબકારાની સ્પીડને નિયંત્રણ કરશે.
  • તરબુચ એ વિટામીન અને મિનરલનો ખજાનો છે. ૧૦૦ ગ્રામ તરબુચમાં ૩૦ ગ્રામ કેલરી હોય છે. માત્ર આટલું તરબુચ ખાતા ભરપુર માત્રામાં મિનરલ્સ મળે છે.
  • તરબુચમાં વિટામીન સી, ડી, અને બી ઉપરાંત ફોસ્ફરસ,ઝીંક અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે.
  • તમને જણાવી દઈએ કે તરબુચમાં ૯૨% પાણી હોય છે.
  • તરબુચના બીયામાં પ્રોટીન હોય છે અને છાલમાં ડાયેટરી ફાયબર હોય છે.
  • ગર્ભવતી સ્ત્રી માટે તરબુચ જેવું ઉત્તમ બીજું કઈ નથી.

આ પણ વાંચો :શિયાળામાં આ બાબતોનું રાખો ધ્યાન, નહીં થાય ત્વચા ડ્રાય

આ પણ વાંચો :હેલ્દી રિલેશનશીપ રાખવા માટે જરૂરી છે આ ટિપ્સ, તમારો પાર્ટનર ક્યારે નહીં થાય દૂર

આ પણ વાંચો :શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ….