Lifestyle/ ચોખાના લોટના ચીલા બનાવો, બનશે મુલાયમ અને જાળીદાર…ફટાફટ રેસિપી..!

Rice Flour Chilla (ચોખાના લોટના ચીલા) ને તમે નારિયેળની ચટણી, મગફળીની ચટણી અથવા તો લીલી ચટણી સાથે ખાઇ શકો છો. આ વાનગી બાળકોને ટિફિન…

Trending Food Health & Fitness Lifestyle
Rice Flour Chilla, બાળકો, બ્રેકફાસ્ટ, લંચબોક્સ

Lifestyle: નાસ્તો તો એવો હોવા જોઇએ કે જે ખાવાથી પેટ ભરાઇ જાય અને સ્વાદ પણ આવે! સવારે બ્રેકફાસ્ટ માટે ચીલા શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમે ચણાના લોટ અને સોજીના ચીલા ખાઇ-ખાઇને કંટાળી ગયા હો તો આ ચોખાના લોટના ચીલા (Rice Flour Chilla) બનાવો….એ તદ્દન જાળીદાર અને નરમ મુલાયમ બનશે…એને ગરમાગરમ ખાવાની મજા જ કંઇ ઓર છે!

સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક રેસિપી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે ચોખાના લોટના ચીલા!

નાસ્તામાં ચીલા બનાવવાની વાત આવે એટલે આપણને બેસન કે સોજી જ યાદ આવે! લોકો બ્રેકફાસ્ટમાં લગભગ ચણાના લોટના કે પછી સોજીના પુડલા જ બનાવતા હોય છે. પણ હવે નવા વર્ષે જો તમે તમારા મેનુમાં કંઇક નવીન ઉમેરવા માગો છો તો ચોખાના લોટના ચીલા શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ હૅલ્ધી અને ટેસ્ટી વાનગીને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર રીતે બનાવતા થઇ જશો!

Rice Flour Chilla, બાળકો, બ્રેકફાસ્ટ, લંચબોક્સ

ચોખાના લોટના ચીલા (Rice Flour Chilla) સ્વાદિષ્ટ અને હૅલ્ધી વાનગી

જો તમે સવારના નાસ્તામાં કંઇક હળવી, સ્વાદિષ્ટ અને હૅલ્ધી વાનગી (Healthy Breakfast) બનાવવા માગો છો તો આ ચોખાના લોટના ચીલા તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કેવળ 1 વાડકા ચોખાના લોટ અને ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી બનતી આ રેસિપી ફટાફટ બની પણ જાય છે અને શરીરને આખો દિવસ ઊર્જાથી સભર રાખે છે.

એ પોષક તત્વોથી ભરપૂર છે અને આ નાસ્તો બાળકોથી માંડીને વડીલ-વૃદ્ધો સુધી તમામ લોકોને પસંદ પડે છે. સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવી આ વાનગી જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે પણ અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે. તમે એને હળવા ડિનર તરીકે પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

આ ઉપરાંત, ચોખા પાચનમાં તદ્દન હળવા હોવાથી એનું સેવન કરનારને ગૅસ તથા એસિડિટી (Gas or Acidity)ની સમસ્યા થતી નથી. સત્વરે ઊર્જા પ્રદાન કરતા આ નાસ્તાને સવારમાં ખાવાથી દિવસભર શરીરમાં ઊર્જાનું સ્તર (Energy) જળવાઇ રહે છે. વળી, જે લોકો વજન ઝડપથી ઓછું કરવા માગે છે એમણે તો આ રેસિપીને પોતાના રેગ્યુલર ડાયેટ (Regular Diet)માં અવશ્ય સામેલ કરવી જોઇએ. તો ચાલો જાણી લઇએ, ચોખાના લોટના ચીલા બનાવવાની ફટાફટ રેસિપી…

શી રીતે બનાવશો ચોખાના લોટના ચીલા?

ચોખાના લોટના ચીલા બનાવવા માટે તમારે ઘણી જ ઓછી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Rice Flour Chilla, બાળકો, બ્રેકફાસ્ટ, લંચબોક્સ

સામગ્રી

1 વાટકો ભરીને ચોખાનો લોટ અથવા તો આખા ચોખા

સ્વાદાનુસાર મીઠું

કાળા મરીનો પાવડર

ઝીણી સમારેલી કોથમીર

જીરું

ચાટ મસાલો

બારીક સમારેલી મનપસંદ શાકભાજી (વૈકલ્પિક)

ડુંગળી

લીલા મરચા

ગાજર

શિમલા મિર્ચ

Rice Flour Chilla, બાળકો, બ્રેકફાસ્ટ, લંચબોક્સ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક વાડકો ચોખાનો લોટ (Rice Flour) લો. જો એ ન હોય તો તમે સૂકા ચોખાને પણ મિક્સરમાં વાટીને એનો લોટ બનાવી શકશો.

2. હવે આ તૈયાર લોટનું ધીમે-ધીમે પાણી ઉમેરતા જઇને એક સ્મૂધ બેટર બનાવી લેવું.

3. હવે એમાં સ્વાદાનુસાર મીઠું, કાળા મરીનો પાવડર (Salt & Pepper), ઝીણી સમારેલી કોથમીર અને જીરું ઉમેરી લો.

4. ચોખાના લોટના મિશ્રણમાં તમે આવશ્યકતા અનુસાર, શાકભાજી (Vegetables) પણ ઉમેરી શકો છો. પરંતુ આમ તો આ ચીલા સિમ્પલ રીતે ખાવામાં વધારે મજા આવે છે.

5. એક તવો ગરમ કરવો અને એની ઉપર તેલ લગાવી દો. આમ કરવાથી, ચોંટ્યા વિના જ આસાનીથી ચીલા ઉતારી શકાશે.

6. તવો ગરમ થઇ જાય ત્યાર બાદ, એની ઉપર તૈયાર કરેલું બેટર એક કડછી વડે રેડી દો અને એને ફેલાવી લો.

7. હવે એક ઢાંકણ વડે ચીલાને ઢાંકી દો અને નીચેની તરફ બરાબર શેકાવા દો.

8. એક તરફ થઇ જાય એટલે બીજી તરફ પણ એને પલટાવી લેવા અને શેકી લેવા.

તો તૈયાર છે તમારા નરમ-મુલાયમ ચોખાના લોટના ચીલા….આ જાળીદાર ચીલાને તમે નારિયેળની ચટણી, મગફળીની ચટણી અથવા તો લીલી ચટણી સાથે ખાઇ શકો છો. આ વાનગી બાળકોને ટિફિન (Kids’ Lunchbox)માં ભરીને આપવા માટે તદ્દન પરફેક્ટ છે.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…