Lifestyle: મોટા ભાગના લોકો યાત્રાએ જાય અથવા ફરવા જાય ત્યારે પૂરીઓ પેક કરીને લઇ જવાનું પસંદ કરતા હોય છે. ઘણી વાર, સફર દરમિયાન અથવા તો બાળકોના લંચબોક્સ અથવા તો ઓફસ જતા ઘરના સભ્યોના ટિફિનમાં રોટલી પેક (Roti Packing) કરવામાં આવે છે. પરંતુ જો યોગ્ય રીતે એને પેક ન કરવામાં આવી હોય તો એમાં પાણી વળવાથી ખરાબ થઇ જાય છે. ગરમ રોટલીને પેક કરવાથી ટિફિન (Tiffin)માં વરાળ બને છે અને એના લીધે ટિફિનમાં પાણી વળે છે!
ભારતમાં રોટલી એ મુખ્ય ભોજન છે અને એક ભારતીય આહાર (Indian Food) પરોઠા, રોટલી, થેપલા, પૂરી વગેરે વિના અધૂરો ગણાય છે! ભારતીય પરંપરાગત થાળી (Indian Thali)માં રોટલી વિના ચાલતુ નથી હોતુ! રોટલી (Roti), પૂરી, થેપલાં, નાન, પરોઠા વગેરે વિના તો થાળી અધૂરી લાગે છે. ચાહે ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, પંજાબી ખાણું હોય કે પછી ગુજરાતી…શાક કે દાળ સાથે એનો નાતો હંમેશાનો છે! સમગ્ર ભારતમાં કેટલાય પ્રકારની રોટલી જોવા મળે છે અને ઘણા લોકોના ઘરમાં લંચ અને ડિનર (Lunch or Dinner), બંનેમાંથી એક સમયે તો રોટલી અવશ્ય બનતી જોવા મળે છે!

સફર દરમિયાન અથવા તો બાળકોના લંચબોક્સ અથવા તો ઓફસ જતા ઘરના સભ્યોના ટિફિનમાં રોટલી પેક કરવામાં આવે છે. આથી ઘણી વાર તમે જોશો કે, રોટલીની કિનારીઓ ભીની થઇ ગઇ છે. રોટલી ભીની થયા બાદ એ ચીપચીપી (Roti turns Wet) પણ થઇ જાય છે! આવી રોટલીઓને ખાવાની મજા નથી આવતી! જો તમને પણ આ જ સમસ્યા નડતી હોય અને ટિફિનની રોટલીઓ ન ભાવતી હોય તો એનાથી બચવા માટે ટિફિનમાં રોટલી પેક કરવાની આ સરળ ટ્રિક્સ (Tricks) અજમાવી જુઓ….એનાથી લંચ બોક્સ (Lunch Box)માં પેક કરેલી રોટલીઓ તદ્દન સોફ્ટ (Soft Roties) રહેશે અને જરાય ભીની નહિં થાય!
ટિફિનમાં રોટલી પેક કરવાની 4 ટ્રિક્સ (Roti Packing Tricks)
લંચ બોક્સમાં તમે 4 પદ્ધતિ અજમાવીને પરોઠા, રોટલી, થેપલા, પૂરી વગેરેને પેક કરી શકો છો.
1. ટિશ્યૂ પેપરમાં પેક કરો
ટિફિનમાં અત્યંત ગરમ રોટલી, પૂરી અથવા તો પરોઠા (Roti, Puri, Parotha)ને પેક કરવાનું તમારે ટાળવુ જોઇએ. એને સહેજ વાર સુધી ઠંડા થવા દેવા જ્યાં સુધી એની વરાળ (Steam) ઉડી ન જાય! હવે રોટલીને વચ્ચેથી વાળી લો. એને ફોલ્ડ કરીને થોડી નાની કરી લો. આમ કરવાથી રોટલીઓ લાંબા સમય સુધી મુલાયમ બની રહેશે અને ભીની પણ નહિં થાય. હવે એક ટિશ્યૂ પેપર લો અને એમાં રોટલીઓને એક સાથે સારી રીતે પેક કરી લો. રોટલી ટિશ્યૂ પેપરની સહેજ પણ બહાર ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.

2. ફોઇલ પેપર વાપરો
આમ તો, ફોઇલ પેપરનો ઉપયોગ વધારે સુરક્ષિત માનવામાં આવતો નથી. વિશે, કરીને એમાં ગરમાગરમ રોટલી કે જમવાનું પેક કરવાનું ટાળવું જોઇએ. પરંતુ જો તમારી પાસે અન્ય કોઇ વિકલ્પ ન હોય તો તમે ભોજનને ઠંડુ કરીને એલ્યુમિનિયમ ફોઇલ પેપર (Aluminium Foil Paper)માં વીંટાળી શકો છો. રોટલીઓને પણ ઠંડી કરીને જ ફોઇલ પેપરમાં પેક કરવી જોઇએ.
3. કપડામાં રોટલી પેક કરો
રોટલી પેક કરવા માટે કપડા (Cloth)નો ઉપયોગ કરવો એક ઉત્તમ અને સોંઘો વિકલ્પ રહેશે. કપડામાં પેક કરેલી રોટલીઓ ન તો ભીની થાય છે કે ન તો સુકાય છે! કલાકો સુધી રાખવા છતાં પણ એ નરમ રહે છે. તમે લંચ બોક્સમાં કપડામાં રોટલીઓ પેક કરીને રાખી શકો છો. માર્કેટમાં રોટલી રાખવા માટેના ખાસ મલમલના કપડા પણ મળે છે. રોટલી મૂકવાના ગરમામાં અર્થાત્ હૉટકેસ (Hot Case)માં પણ રોટલીઓ રાખી શકો છો. આમ કરવાથી રોટલીઓની કુમાશ જળવાઇ રહેશે.

4. બટર પેપરનો ઉપયોગ
ફોઇલ પેપરની જગ્યાએ ગરમ ભોજન પેક કરવા માટે તમે બટર પેપર (Butter Paper)નો બેશક ઉપયોગ કરી શકો છો. એ પેપર વરાળથી ગળતો પણ નથી અને રોટલીઓ ભીની પણ નથી થતી! તમે એમાં ચોક્કસ લંચ પેક કરી શકો છો. રોટલીને રોલ કરીને બટર પેપરમાં રાખવી, એમ કરવાથી એ સોફ્ટ અને મુલાયમ રહેશે.
આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સોયાબીન ની ચટણી…જબરદસ્ત સ્વાદ…રોટલી-રાઇસ સાથે ખાવાની મજા પડી જશે!
આ પણ વાંચો: સવારે નાસ્તામાં બનાવો કેલ્શયમ અને પ્રોટીનથી ભરપૂર હૅલ્ધી મગ દાળ ચીલા…ટેસ્ટી બ્રેકફાસ્ટ રેસિપી..!
