Lifestyle: રાત્રે અથવા બપોરે ઘણીવાર લંચ કે ડિનરમાં બનાવેલી રોટલી વધતી હોય છે! આ રોટલીઓનો ઉપયોગ કરીને તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. આ પૈકી એક છે વધેલી રોટલીના ચૂરમાની રેસિપી (Churma Recipe)….આ ચૂરમું એટલું તો સ્વાદિષ્ટ બનશે કે તમારા બાળકો વારંવાર એ ખાવા માટે માગશે!
વાસી રોટલીઓ ખાવાના સ્વાસ્થ્ય લાભ
દરેક વ્યક્તિને લોઢીમાંથી ગરમા ગરમ રોટલી ઉતરે એ ખાવાનું ગમે છે, પરંતુ જ્યારે બચેલી રોટલી એટલે કે વાસી રોટલી ખાવાની વાત આવે છે, ત્યારે લોકોની ભૂખ ઓછી થઈ જાય છે. જો તમે પણ તેને ખાવાનું ટાળો છો અને આ રોટલી પ્રાણીઓની સામે ફેંકી દો છો, તો આ લેખ વાંચવો જ જોઈએ. તમને જણાવી દઈએ કે પ્રાચીન કાળથી લોકો વહેલી સવારે વાસી રોટલી ખાતા આવ્યા છે, જેની પાછળ ઘણા સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. શું તમે તેમના વિશે જાણો છો?
વાસી રોટલી ખાવાથી તમારા માટે રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે, તમારે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન કરવાની જરૂર છે. વાસી રોટલી ખાવાથી વધતા વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદો થઈ શકે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, તેના પોષક તત્વો કસરત કરતા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે.
શિયાળા (Winter)માં તો રોટલીઓ ખરાબ થાય એની ચિંતા નથી હોતી પણ ઉનાળા (Summer)માં એનો ઝડપથી ઉપયોગ કરવો પડે છે નહિં તો એ વાસી રોટલીઓ (Leftover Rotis) ખાવાલાયક રહેતી નથી! આવી બચી ગયેલી રોટલીઓની આ ખાસ રેસિપી (Recipe) તમે ટ્રાય કરી શકો છો જેમાં તમને ઝાઝી મહેનત નહિં પડે અને મસ્ત મજાનું તીખું કે ગળ્યું ચૂરમું પણ તૈયાર થઇ જશે…તો એના માટે કઇ સામગ્રી (Ingredients) જોઇશે અને શી રીતે બનાવશો એ અંગે વિગતે જોઇશું…
શી રીતે બનાવશો વાસી રોટલીઓનું ચૂરમું?
વાસી રોટલીઓનું ચૂરમું બનાવવા માટે અહિં અમે 2 વિધિ લઇને આવ્યા છીએ જે પૈકીની તમને મનપસંદ હોય એ રેસિપી તમે ફૉલો કરી શકો છો. એમાંથી એક છે ગળ્યા ચૂરમાની રેસિપી અને બીજી છે તીખા ચૂરમાની રેસિપી…
ગળ્યા ચૂરમાની રેસિપી (Sweet Churma Recipe)

સામગ્રી
વાસી રોટલીઓ
2 ચમચી દેશી ઘી
સ્વાદાનુસાર ગોળ
આવશ્યકતા અનુસાર ડ્રાયફ્રુટ્સ
ઇલાયચી પાવડર
બનાવવાની વિધિ
1. સૌપ્રથમ વાસી રોટલીઓને તોડીને એના નાના-નાના ટુકડા કરી લેવા.
2. હવે એક તાવડીને ગૅસ પર મૂકી એમાં દેશી ઘી (Desi Ghee) ઉમેરો.
3. ઘી ગરમ થાય એટલે એમાં વાસી રોટલીઓ શેકી લેવી.
4. આ શેકાયેલી રોટલીઓને એક બાઉલમાં કાઢી લેવી અને એનો મિક્સરમાં ભૂકો કરી લેવો, તમે ઇચ્છો તો એના ટુકડા પણ રાખી શકો છો.
5. હવે આ જ તાવડીમાં 2 ચમચી ઘી નાખીને થોડો સમારેલો ગોળ (Jaggery) ઉમેરવો અને એનો હળવો પાયો બનાવો.
6. હવે એમાં વાસી રોટલીઓનો ભૂકો ઉમેરીને ગૅસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી લેવો.
7. ઉપરથી સૂકો મેવો (Dry Fruits) અને ઇલાયચી પાવડર ઉમેરવો.
7. આ મિશ્રણમાંથી તમે ઇચ્છો તો લાડુ (Laddu) પણ બનાવી શકો અથવા એમ જ ખાઇ શકો છો. આ ચૂરમું એટલું તો સ્વાદિષ્ટ બનશે કે તમારા બાળકો વારંવાર એ ખાવા માટે માગશે!

તીખા ચૂરમાની રેસિપી (Spicy Churma Recipe)
સામગ્રી
વાસી રોટલીઓ
2 ચમચી દેશી ઘી
મનપસંદ શાકભાજી
જરુર મુજબ પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કડાઇમાં પાણી ગરમ કરીને એમાં બારીક સમારેલી મનપસંદ શાકભાજી (Vegetables) સમારીને ચઢવા દો.
2. હવે એમાં તમને ગમે તે મસાલા ઉમેરો અને સ્વાદાનુસાર મીઠું (Salt) પણ ઉમેરો.
3. હવે રોટલીના ટુકડા એમાં ઉમેરી દો અને રંધાવા દો.
4. એક ઉકાળો આવે પછી ગૅસ ધીમો કરી દેવો.
5. પાંચ મિનિટમાં તો એ થઇ જશે અને ઉપરથી થોડું ધી ઉમેરો.
6. જ્યારે એનું ટેક્સ્ચર ચૂરમા જેવું લાગે ત્યારે ગૅસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લો.
તો તૈયાર છે તમારું ગળ્યા અને તીખા ચૂરમાની વાનગી…એક વાર બનાવશો તો ખાઇને ખુશ થઇ જશો!
આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…
આ પણ વાંચો: ફૂલેલી, નરમ, પાતળી રોટલી કોને ખાવી ન ગમે? લોટ બાંધવાથી શેકવા સુધીની રોટી મેકિંગ રેસિપી ટિપ્સ..!
આ પણ વાંચો: જો તમને વાસી રોટલી ખાવાના 5 ફાયદા ખબર હોય, તો તમે પણ રાત્રે ઘણી બધી રોટલી બનાવશો!
