Relationship News/ શું કામની વ્યસ્તતા વચ્ચે બાળકો સાથેનું અંતર વધી રહ્યું છે? અજમાવો આ 6 સુપર હેક્સ, સંબંધ બની જશે મજબૂત

આજના વ્યસ્ત જીવનમાં વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળકો (child)સાથે સમય વિતાવવો મુશ્કેલ બન્યો છે. પરંતુ નિષ્ણાતો મુજબ, સંબંધ સુધારવા માટે કલાકોની નહીં, પણ થોડી ક્ષણોની જરૂર છે.

Trending Tips & Tricks Lifestyle Relationships
Is the child not listening to you?

Parenting Hacks: આજના આધુનિક યુગમાં પતિ-પત્ની બંને વર્કિંગ હોય છે. ઓફિસનું કામ, ઘરની જવાબદારી અને સોશિયલ લાઈફ વચ્ચે માતા-પિતા ઘણીવાર બાળકો (child) ને પૂરતો સમય આપી શકતા નથી. રાત્રે થાકીને આવે ત્યારે બાળકો સૂઈ ગયા હોય અથવા ફોનમાં વ્યસ્ત હોય. આના કારણે ઘણા પેરેન્ટ્સને ‘ગિલ્ટ’ (અપરાધભાવ) થાય છે કે તેઓ સારા માતા-પિતા નથી બની રહ્યા.

પરંતુ મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકો સાથે બોન્ડિંગ બનાવવા માટે તમારે આખો દિવસ તેમની સાથે રહેવાની જરૂર નથી. તમારે ‘Quantity Time’ (વધારે સમય) નહીં, પણ ‘Quality Time’ (શ્રેષ્ઠ સમય) આપવાની જરૂર છે. અહીં કેટલીક એવી સરળ રીતો (Hacks) આપી છે જેનાથી તમે ઓછા સમયમાં પણ બાળકોના બેસ્ટ ફ્રેન્ડ બની શકો છો.

childbonding

1.સવારની શરૂઆત ‘જાદુઈ ઝપ્પી’થી કરો (Start with a Hug)

દિવસની શરૂઆત કેવી રીતે થાય છે તે બહુ મહત્વનું છે.

શું કરવું: સવારે ઉઠાડતી વખતે બાળકો પર બૂમો પાડવાને બદલે અથવા સીધા “બ્રશ કરી લે, મોડું થાય છે” કહેવાને બદલે, તેમને પ્રેમથી વહાલ કરો. એક ‘ગુડ મોર્નિંગ હગ’ (Hug) કે પપ્પી આપો.

ફાયદો: તમારી આ 2 મિનિટની હૂંફ બાળકનો આખો દિવસ સુધારી દેશે અને તેને સુરક્ષિત મહેસૂસ કરાવશે.

childbonding

2.ઘરના કામમાં તેમને ‘પાર્ટનર’ બનાવો

જો તમારી પાસે અલગથી રમવાનો સમય નથી, તો ઘરના કામને જ બોન્ડિંગ ટાઈમ બનાવી દો.

શું કરવું: રસોઈ કરતી વખતે, કપડાં ઘડી કરતી વખતે કે ગાડી સાફ કરતી વખતે બાળકોને સાથે રાખો. તેમને નાના કામ સોંપો, જેમ કે- “બેટા, મને શાકભાજી ધોઈ આપને” અથવા “પ્લેટ્સ ગોઠવી દે ને”.

ફાયદો: આનાથી કામ પણ થઈ જશે, બાળક (child) ને જવાબદારી પણ સમજાશે અને તમને બંનેને વાતો કરવાનો સમય પણ મળી જશે.

childbonding

3.’નો ગેજેટ ઝોન’ બનાવો (No Phone Policy)

બાળકો (child) ને ફરિયાદ હોય છે કે મમ્મી-પપ્પા હંમેશા મોબાઈલમાં હોય છે.

શું કરવું: જ્યારે તમે ઓફિસથી ઘરે આવો, ત્યારે શરૂઆતની 20-30 મિનિટ ફોન સાઈડમાં મૂકી દો. આ સમય માત્ર ને માત્ર બાળક (child) નો હોવો જોઈએ.

ફાયદો: જ્યારે તમે આંખમાં આંખ મિલાવીને તેમની વાત સાંભળો છો, ત્યારે બાળકને લાગે છે કે તે તમારા માટે દુનિયામાં સૌથી મહત્વનો છે.

childbonding

4.લંચ બોક્સમાં ‘લવ નોટ’ (Surprise Notes)

તમે ભલે ઓફિસમાં હોવ, પણ તમારો પ્રેમ બાળકની સાથે સ્કૂલે જઈ શકે છે.

શું કરવું: ક્યારેક તેમના ટિફિન બોક્સમાં એક નાનકડી ચિઠ્ઠી (Note) મૂકો. તેના પર સ્માઈલી દોરો અથવા લખો- “All the best for today” કે “Love you beta”.

ફાયદો: બપોરે જ્યારે તે ડબ્બો ખોલશે અને આ ચિઠ્ઠી વાંચશે, ત્યારે તેના ચહેરા પરનું સ્મિત તમારા સંબંધને મજબૂત બનાવશે.

childbonding

5.રાત્રે સૂતી વખતે ‘હાર્ટ-ટુ-હાર્ટ’ વાતચીત (Bedtime Rituals)

રાતનો સમય બાળકો (child) ના મન પર સૌથી ઊંડી અસર કરે છે.

શું કરવું: સૂતા પહેલા 10 મિનિટ તેમની પાસે બેસો. તેમને પૂછો- “આજે સ્કૂલમાં સૌથી મજાની વસ્તુ કઈ બની?” અથવા “આજે કોઈ મિત્ર સાથે ઝઘડો થયો?”

ફાયદો: રાત્રે ક્યારેય બાળક (child) ને ખીજાવું નહીં. પ્રેમથી કરેલી વાતો તેને મીઠા સપના આપશે અને તે તમારી સાથે બધું શેર કરતા શીખશે.

childbonding

6.વીકએન્ડ પર એક ખાસ પ્રવૃત્તિ (child)

રજાના દિવસે આળસ કરવાને બદલે એક પ્લાન બનાવો.

શું કરવું: બાળક (child) ને પૂછો કે તેને શું કરવું છે? ડ્રોઈંગ, સાયકલિંગ કે પિઝા બનાવવા? તેની પસંદગીની એક પ્રવૃત્તિ સાથે મળીને કરો.

બાળકોને મોંઘા રમકડાં કે ગેજેટ્સ નથી જોઈતા હોતા, તેમને માત્ર તમારું ધ્યાન (Attention) જોઈએ છે. આ નાની-નાની આદતો અપનાવશો તો તમારી બિઝી લાઈફમાં પણ બાળક સાથેનો તમારો સંબંધ અતૂટ અને પ્રેમભર્યો બની રહેશે.


આ પણ વાંચો: શું ઓરલ સેક્સથી કેન્સર થઈ શકે છે? નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ શરૂઆતી લક્ષણોને અવગણશો નહીં

આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ

આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?