Jammu And Kashmir News/ જમ્મુ અને કાશ્મીરના અનેક જિલ્લામાં વાદળ ફાટ્યા અને ભૂસ્ખલનથી જાનહાનિ, વરસાદે પરિસ્થિતિ કઠિન બનાવી

મોડી રાત્રે થયેલા વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ભારે વરસાદ, પૂરના પાણી અને ઢોળાવ

NATIONAL India Trending Breaking News

Jammu And Kashmir: જમ્મુ અને કાશ્મીર છેલ્લા કેટલાંક દિવસોથી કુદરતી આફતોના જપેટમાં આવ્યું છે. મોડી રાત્રે થયેલા વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ભારે વરસાદ, પૂરના પાણી અને ઢોળાવ પરથી ખડકો-માટી ધસી પડતાં અનેક સ્થળોએ જાનહાનિ અને નુકસાન થયું છે.

રામબન જિલ્લામાં વાદળ ફાટ્યું, 3નાં મોત અને અનેક ગુમ

શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ લગભગ 12:30 વાગ્યે રામબન જિલ્લાના રાજગઢ ગામમાં વાદળ ફાટ્યાની ભીષણ ઘટના બની હતી. જોરદાર પાણીના પ્રવાહ અને કાટમાળે ગામને ત્રાટકતા બે ઘર અને એક શાળાની ઇમારત તણાઈ ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે બે હજુ સુધી ગુમ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

NDRF, પોલીસ અને સ્થાનિક રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. પરંતુ ભારે વરસાદ અને પહાડી ભૂપ્રકૃતિને કારણે રાહતકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામતી માટે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

રિયાસી જિલ્લલામાં ભૂસ્ખલનથી એક પરિવારનાં 7નાં મોત

રિયાસી જિલ્લાના બદર મોહર વિસ્તારમાં ભૂસ્ખલન સર્જાતાં એક જ પરિવારના સાત સભ્યો મોતને ભેટ્યા. કાટમાળ નીચે દટાઈ ગયેલા મૃતકોમાં પતિ-પત્ની અને તેના પાંચ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને તેની પત્ની વઝીરા બેગમ તરીકે થઈ છે. બાળકોમાં બિલાલ અહેમદ (13 વર્ષીય), મોહમ્મદ મુસ્તફા (11 વર્ષીય), મોહમ્મદ આદિલ (8 વર્ષીય), મોહમ્મદ મુબારક (6 વર્ષીય) અને મોહમ્મદ વસીમ (5 વર્ષીય)નો સમાવેશ થાય છે.

સ્થાનિક વહીવટીતંત્રે કાટમાળ સાફ કરવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ કઠિન બની છે. સમગ્ર ગામમાં શોક અને ગભરાટનું વાતાવરણ છે.

સતત વરસાદથી પરિસ્થિતિ વણસી

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉભરાઈ રહી છે, રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને અનેક ગામો સંપર્કવિહોણા બની ગયા છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત પાંચમા દિવસે પણ બંધ રહ્યો છે. ઉધમપુર જિલ્લામાં 2,000 થી વધુ વાહનો ફસાયા હોવાનું અહેવાલ છે.

જમ્મુ પ્રદેશમાં નવ રસ્તા ભૂસ્ખલન અને ધોવાણને કારણે બંધ છે, જ્યારે સાંબા, કઠુઆ અને ઉધમપુરના ડઝનબંધ ગામો હજુ પણ સંપર્કથી કટોકટીમાં છે.

પડોશી રાજ્યોમાં પણ કુદરતી આપદા

કુદરતી આફતો ફક્ત કાશ્મીરમાં જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાં પણ કહેર વેરાઈ રહ્યો છે. ગુરુવારે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી પાંચ લોકોનાં મોત અને 11 લોકો ગુમ થયા હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં બિયાસ નદીનો કિનારો ધોવાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વનતારા વાઇલ્ડલાઈફ બચાવ કેન્દ્રની તપાસ, સુપ્રીમ કોર્ટે SITની રચના કરી, માધુરી હાથણીના સ્થાનાંતરણનો વિવાદ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઇન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, ખડગે એ કર્યો ખુલાસો!

આ પણ વાંચો:બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો લોકશાહી માટે મોટી જીત, મતદાર યાદીમાં પારદર્શિતાનો માર્ગ મોકળો