New Delhi News/ મોદી ગભરાયેલા છે, કારણ અદાણી કેસ: લોકસભામાં રાહુલનું નિવેદન

Rahul Gandhi એ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી ગભરાયેલા છે કારણ કે અમેરિકામાં અદાણી સામે ચાલી રહેલો કેસ હકીકતમાં મોદી સામેનો કેસ છે

Top Stories India
Rahul Gandhi

New Delhi News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે અમેરિકાની ટ્રેડ ડીલમાં વડાપ્રધાને દેશના હિતો સાથે સમજૂતી કરી છે, કારણ કે મોદી “કોમ્પ્રોમાઈઝ્ડ” છે.

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)દાવો કર્યો કે નરેન્દ્ર મોદી ગભરાયેલા છે કારણ કે અમેરિકામાં અદાણી સામે ચાલી રહેલો કેસ હકીકતમાં મોદી સામેનો કેસ છે. તેમણે કહ્યું કે મોદીજીનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે.

એપસ્ટીન ફાઇલ્સનો પણ ઉલ્લેખ

રાહુલ ગાધીએ વધુમાં જણાવ્યું કે એપસ્ટીન ફાઇલ્સમાં હજુ ઘણું બધું જાહેર થવાનું બાકી છે, જેના કારણે વડાપ્રધાન પર વધુ દબાણ છે. આ બે મોટા “પ્રેશર પોઈન્ટ્સ” છે, એમ રાહુલે કહ્યું.

સરકારનો જવાબ- રાહુલ ગાંધી (Rahul Gandhi) ભ્રમ ફેલાવે છે

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે રાહુલના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું કે રાહુલ (Rahul Gandhi)દેશને ગુમરાહ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ ભારત માટે લાભદાયી છે અને કૃષિ તથા ડેરી ક્ષેત્રને સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવશે.

ટ્રમ્પે ટ્રેડ ડીલની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ભારત પરનો 50% ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.

કોંગ્રેસની ટીકા

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર લખ્યું કે “વોશિંગ્ટનમાં મોગેમ્બો ખુશ હુઆ”, અને દાવો કર્યો કે આ ડીલથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે જ્યારે ભારતીય ખેડૂતોને નુકસાન થશે.

ટ્રમ્પનો મોટો દાવો

ટ્રમ્પે કહ્યું કે ભારત હવે અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુના ઊર્જા, ટેકનોલોજી, કૃષિ સહિતના ઉત્પાદનો ખરીદશે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.

PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

ટ્રમ્પની પોસ્ટ બાદ PM મોદીએ પણ X પર લખ્યું કે ટેરિફ ઘટાડવાનો નિર્ણય ભારત માટે લાભદાયી છે અને તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો.


આ પણ વાંચો :  નરવણેના અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ પડ્યો ભારે, સંસદમાં રાહુલ ગાંધી પર સરકારનો પ્રહાર

આ પણ વાંચો :  સમજો સાહેબ’ — ટ્રમ્પની ટિપ્પણી બાદ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

આ પણ વાંચો : રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિકતા મામલે મોટી રાહત: લખનઉ કોર્ટમાં અરજી ફગાવી