દિલ્લી
દક્ષિણ પૂર્વ દિલ્લીના સરિતા વિહાર વિસ્તારમાં એક બેગમાંથી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. લોકોના શ્વાસ ત્યારે થંભી ગયા જયારે બેગને ખોલવામાં આવી અને તેમાંથી મહિલાના શરીરના બે ટુકડામાં લાશ મળી આવી.
મળતી માહિતી મુજબ જયારે એક વ્યક્તિએ ખાલી પ્લોટમાં એક બેગ પડેલી જોઈ, જેના બાદ પોલીસને સુચના આપવામાં આવી. ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે જયારે બેગની જાંચ પાડતાલ કરી ત્યારે બેગમાંથી પોલીસને મહિલાની લાશ મળી આવી. પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ હતી જયારે બેગની અંદર મહિલાના શરીરના બે ટુકડા જોયા.
Delhi: Police found dismembered body of a woman in a bag near Haji colony in Sarita Vihar police station limits yesterday. A case has been registered under sections 302 & 201 of IPC and further investigation is underway.
— ANI (@ANI) June 22, 2018
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી છે. હાલ પોલીસે આઈપીસી કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધ્યો છે. હજુ સુધી મહિલાની કોઈ ઓળખ થઇ નથી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
