Lifestyle: મોટા ભાગે ગૃહિણીઓને રાત્રે ચોખા વાપરવા સારા કે ઘઉંનો લોટ (Rice or Wheat Flour), એ સવાલ થતો હોય છે. આનો જવાબ છે કે, રાત્રે રોટલી (Roti) ખાવાથી વજન ઘટે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે જ્યારે, ચોખામાંથી બનેલી વાનગી પચવામાં હળવી હોય છે અને એના સેવનથી ગાઢ નિંદ્રા (Sound Sleep) મેળવવામાં મદદ મળે છે.
રાત્રિભોજન (Dinner)માં ખીચડી, પુલાવ, ભાત કે પછી રોટલી? આ માત્ર રસોડાના મેનેજમેન્ટનો નહિં પરંતુ, સ્વાસ્થ્ય (Health) અને નિંદ્રાને લગતો પ્રશ્ન પણ છે. ભારતીય પરંપરાગત ઘરના રસોડામાં આ બંને વિના ચાલતું નથી પરંતુ, શું ખાવું એ તો તમારા સ્વાસ્થ્ય, પાચનશક્તિ અને જીવનશૈલી (Lifestyle) સાથે સંકળાયેલી બાબતો છે જે દરેક વ્યક્તિએ અલગ-અલગ હોઇ શકે છે. તો ચાલો હવે જાણીએ કે, સામાન્ય દ્રષ્ટિએ જોતાં તમારા સ્વાસ્થ્ય અને નિંદ્રા માટે શું ઉચિત છે…

રોટલી-ફાઇબર અને એનર્જીથી ભરપૂર
રોટલી ઘઉંથી બને છે અને એમાં ફાઇબર, પ્રોટીન અને કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ (Fiber, Protein, Carbohydrates) હોય છે જે લાંબો સમય પેટ ભરેલું હોવાનું મહેસૂસ કરાવે છે અને શરીરને ધીરે-ધીરે ઊર્જા (Energy) પ્રદાન કરતી રહે છે.
રોટલી કે ઘઉંની વાનગી ખાવાના ફાયદા
1. બીપી કંટ્રોલ- રોટલીનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેથી એ બ્લડ શુગર (Blood Sugar)ને જાળવી રાખવામાં મદદ કરે છે.
2. પાચન સુધારે- ફાઇબરની માત્રા વધુ હોવાથી પાચન તંત્રને મજબૂત બનાવે છે.
3. વજન ઘટાડે- રોટલી ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી જેથી ઓવરઈટિંગથી બચી શકાય છે.

રોટલી ક્યારે ન ખાવી?
જો તમને કબજિયાત (Indigestion) કે પાચનની તકલીફ રહેતી હોય તો રોટલી ખાવાથી પેટમાં ભાર લાગે છે. મોડી રાત્રે રોટલી કે ઘઉંની અન્ય વાનગી ખાવાથી એ પચવામાં ઘણો વધારે સમય લે છે. આથી, આવી સમસ્યા ધરાવતા લોકોએ રાત્રે રોટલી કે ઘઉંની બનેલી વાનગી ખાવી જોઇએ નહિં.
ભાત- હળવા અને ઝડપથી પચી જાય
ચોખામાં સ્ટાર્ચ (Starch)ની માત્રા ઘણી વધઉ હોય છે જેથી એ જલદી પચી જાય છે. ખાસ કરીને, સાદા ભાત કે ખીચડી રાતના જમણ માટે હળવો અને પેટ માટે અનુકૂળ આહાર ગણાય છે.

ચોખાની વાનગી ખાવાના ફાયદા
1. સોડિયમ ઓછું સ્તર- ચોખામાં સોડિયમ (Sodium)ની માત્રા ઓછી હોય છે, જેથી એનું સેવન હાઈ બ્લડ પ્રેશર (High BP) વાળા દર્દીઓ માટે ફાયદાકારક છે.
2. નિંદ્રામાં મદદ કરે- ભાત કે ખીચડીમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં સેરેટોનિન અને મેલાટોનિન ના સ્તરમાં વૃદ્ધિ કરે છે જેથી, એ ખાધા પછી ગાઢ નિંદ્રા આવે છે.
3. પચવામાં સરળ- ચોખાને આપણું શરીર જલદી પચાવી શકે છે જેથી, રાત્રે પેટ હળવું રહે છે.
ચોખા ક્યારે ન ખાવા?
1. ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓએ ચોખાનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું જોઇએ.
2. જો તમે વજન ઘટાડવા ડાયેટિંગ (Dieting) કરતા હો તો, સફેદ ચોખા સીમિત માત્રામાં ખાવા જોઇએ.
આમ, આહારવિદોના મતે, રાત્રિ ભોજનમાં રોટલી કે ઘઉંની બનેલી વાનગીઓ અને ચોખા એટલે કે ભાત, ખીચડી, પુલાવ વગેરે ખાવાના પોત-પોતાના ફાયદા અને નુકસાન છે જે, તમારી પ્રકૃતિ પર નિર્ભર કરે છે. જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હો કે બ્લડ શુગર કંટ્રોલ કરવા ઇચ્છો છો તો તમારા માટે ઘઉં કે એની બનેલી વસ્તુઓ ઉચિત છે. જ્યારે, સારી નિંદ્રા, હળવો આહાર અને બહેતર પાચન જોઇએ તો ચોખા કે એમાંથી બનેલી વસ્તુઓનું સેવન તમારા માટે યોગ્ય રહેશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:પ્રોટીનનો ખજાનો છે ફણગાવેલા ચણા…સ્વાસ્થ્ય માટે ઉત્તમ ચટપટી રેસિપી..!
આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…
