Maharashtra News/ કોંગ્રેસ આજે મહારાષ્ટ્રમાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે

ગઈકાલે મુંબઈમાં મોડી રાત સુધી બેઠક ચાલી હતી; સપાએ મહાવિકાસ અઘાડી પાસેથી 12 બેઠકો માંગી હતી.

Trending India

કોંગ્રેસ આજે (20 ઓક્ટોબર) કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજશે, જેમાં વિધાનસભા(Assembly) ચૂંટણીના ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે. આ પછી કોંગ્રેસ તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. એક દિવસ પહેલા 19 ઓક્ટોબરે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. મહારાષ્ટ્ર ચૂંટણી સ્ક્રિનિંગ કમિટીની પણ 16 ઓક્ટોબરે દિલ્હીના હિમાચલ ભવનમાં બેઠક મળી હતી.

આ પછી, 17 ઓક્ટોબરના રોજ, NCP (SP)ના વડા શરદ પવારે કહ્યું હતું કે મહાવિકાસ અઘાડી (MVA)ની 288 વિધાનસભા બેઠકોમાંથી 200 પર સર્વસંમતિ સધાઈ ગઈ છે. જો કે, એક પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું – હું સીટ શેરિંગ ચર્ચામાં સીધો સામેલ નથી. જયંત પાટીલ (પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ) પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. MVAમાં કોંગ્રેસ, NCP (SP) અને શિવસેના (UBT)નો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

ઓક્ટોબરની રાત્રે અમિત શાહના ઘરે મહાયુતિના ઘટક પક્ષોની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે ભાગ લીધો હતો. બેઠકમાં ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે તમામ વિધાનસભા બેઠકો પર સહમતિ સધાઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ 155 સીટો પર, શિવસેના 78 સીટો પર અને એનસીપી 55 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. બેઠકમાં નાની પાર્ટીઓને પણ કેટલીક બેઠકો આપવા પર સહમતિ બની હતી. ભાજપ તેના ક્વોટામાંથી નાની પાર્ટીઓને સીટો આપશે. કોઈપણ પક્ષ પાસે વિજેતા ઉમેદવાર ન હોય તો 5 જગ્યાએ પ્લસ-માઈનસ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોટો ધડાકો! 10,000 કરોડનું કૌભાંડ; કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું

આ પણ વાંચો:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સમીર વાનખેડેની એન્ટ્રી! જાણો કઈ પાર્ટીમાંથી મળશે ટિકિટ અને ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન, ઝારખંડમાં બે તબક્કામાં, પરિણામ 23 નવેમ્બરે આવશે