Lifestyle/ કાંદા ભજીયા કુરકુરા નથી બનતા? આ રેસિપીથી એકદમ ક્રિસ્પી બનશે…

વરસાદ વરસતો હોય, ભીની-ભીની સુગંધ આવતી હોય ત્યારે ભજીયા ખાવાનું કોને મન ન થાય? ઘરે જ સૂકી ડુંગળીના ભજીયા બનાવવા માટે તમને આ સામગ્રીની જરુર પડશે.

Trending Tips & Tricks Food Lifestyle

Food Lifestyle: શું તમે પણ છો ભજીયાના શોખીન? જવાબ જો હા છે તો તમે કાંદા ભજીયાની આસાન રેસિપી જરુર ટ્રાય કરવી જોઇએ.

વરસાદ વરસતો હોય, ભીની-ભીની સુગંધ આવતી હોય ત્યારે ભજીયા ખાવાનું કોને મન ન થાય? ઘરે જ સૂકી ડુંગળીના ભજીયા બનાવવા માટે તમને આ સામગ્રીની જરુર પડશે.

સામગ્રી

5-6 કાંદા

1 કપ ચણાને લોટ

1/4 કપ ચોખાનો લોટ

4 બારીક સમારેલા લીલા મરચાં

1/2 ચમચી ચિલી ફ્લૅકસ

1/4 ચમચી હિંગ

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

1/2 ચમચી આખુ જીરું

1/2 ચમચી લસણ-મરચાંની પેસ્ટ

1/2 કપ બારીક સમારેલી કોથમીર

1 ચમચી લાલ મરચું

સ્વાદાનુસાર મીઠું

તળવા માટે તેલ

1. સૂકી ડુંગળીની છાલ કાઢીને તેના બારીક લચ્છા બને એ રીતે સમારી લો. હવે એક બાઉલમાં સમારેલી ડુંગળીના લચ્છા, કોથમીર, મીઠું અને સમારેલું લીલું મરચું નાખો.

2. હવે આ જ બાઉલમાં ચણાનો લોટ તથા ચોખાનો લોટ ઉમેરી લો. તેમાં હળદર, લાલ મરચું, ચિલી ફ્લેક્સ, લસણ-મરચાની પેસ્ટ, ધાણાજીરું અને હિંગ ઉમેરી લો.

3. આ તમામ ચીજવસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો, એ માટે તમે એક ચમચી તેલ અને થોડા પાણીની મદદ લઇ શકો છો.

4. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ સારી રીતે ગરમ થઇ જાય એટલે એક પછી એક કરીને કડાઈમાં ભજીયા નાખો.

5. જ્યારે ભજીયાં સારી રીતે ફ્રાય થઇ જાય અને એનો કલર સોનેરી બ્રાઉન જેવો થઇ જાય ત્યારે કડાઈમાંથી બહાર એક પ્લેટમાં પેપર નેપ્કીન પર કાઢી લો.

6. એક ડિશમાં આ તમામ ભજીયાને ગોઠવી દો. તમારા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા કાંદા ભજીયા સર્વ કરવા માટે તૈયાર છે.

આ ભજીયાંને તમે કોથમીર-મરચાની લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. ચા અથવા સૉસ સાથે પણ એ અત્યંત લિજ્જતદાર લાગે છે. ક્રિસ્પી કાંદા ભજીયા ખવડાવીને તમે મહેમાનોની વાહવાહી લૂંટી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…