SURPRISE/ બર્થડે પહેલા જ મલાઈકા અરોરાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂરને આપ્યું આ સરપ્રાઈઝ

બી-ટાઉનનું પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી. અર્જુન કપૂર 26 જૂન 2022ના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે

Trending Entertainment

બી-ટાઉનનું પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી. અર્જુન કપૂર 26 જૂન 2022ના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે.  બોયફ્રેન્ડ અર્જુન કપૂરના જન્મદિવસ પહેલા જ મલાઈકા તેને સ્પેશિયલ ફીલ કરાવવામાં કોઈ કસર છોડી રહી નથી. જન્મદિવસના 3 દિવસ પહેલા મલાઈકાએ અર્જુનને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું, જેની એક ઝલક અભિનેતાએ પોતાના ચાહકો સમક્ષ દર્શાવી છે.

23 જૂન 2022ના રોજ અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા દ્વારા આપવામાં આવેલા સરપ્રાઈઝની એક ઝલક શેર કરી હતી. ફોટોમાં એક મોટી ભેટ જોઈ શકાય છે. જેને શેર કરતા અર્જુન કપૂરે કહ્યું  કે તેની પ્રેમિકા મલાઈકા તેના જન્મદિવસના 72 કલાક પહેલા તેને સરપ્રાઈઝ કરીને તેના જન્મદિવસના વીકએન્ડની યાદ અપાવવાનું ભૂલી નથી. અભિનેતાએ લખ્યું  72 કલાક પહેલા તે યાદ અપાવે છે કે મારો  જન્મદિવસ આ વીકમાં  છે. મલાઈકા દ્વારા અર્જુનને મોકલવામાં આવેલ ગિફ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ગિફ્ટ રેપમાં પેક કરવામાં આવી છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે વર્ષ 2018 માં તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. અને ત્યારથી તેઓ જાહેરમાં એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમણે સાબિત કરી દીધું છે કે છૂટાછેડાનું લેબલ કે ઉંમરનું અંતર પ્રેમની આડમાં ન આવી શકે.

ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરાએ વર્ષ 2017માં એક્ટર અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. અરબાઝથી તેને એક પુત્ર પણ છે જેનું નામ અરહાન ખાન છે. મલાઈકા અને અર્જુનની ઉંમરમાં લગભગ 12 વર્ષનું અંતર છે.