Not Set/ આજના દિવસ માટે બન્યા છે આ ખાસ ગણપતિ બાપ્પાના ગીતો

મુંબઈ સામાન્ય રીતે ગણેશ ફેસ્ટિવલ દેશભરમાં મનાવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્ર આ તહેવારનો કંઈ અલગ જ રંગ જોવા મળશે અને કદાચ આ જ કારણ છે કે બોલિવૂડ વાળા પણ ગણેશ ફેસ્ટિવલમાં પૂરી રીતે રંગાઈ જાય છે. અને જો વાત બોલિવૂડના લોકોના ફેવરેટ તહેવારની હોય તો ફિલ્મોમાં તેનો નજારો તો જોવા મળવાનો તો છે. તો આવો […]

Entertainment Videos

મુંબઈ

સામાન્ય રીતે ગણેશ ફેસ્ટિવલ દેશભરમાં મનાવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્ર આ તહેવારનો કંઈ અલગ જ રંગ જોવા મળશે અને કદાચ આ જ કારણ છે કે બોલિવૂડ વાળા પણ ગણેશ ફેસ્ટિવલમાં પૂરી રીતે રંગાઈ જાય છે. અને જો વાત બોલિવૂડના લોકોના ફેવરેટ તહેવારની હોય તો ફિલ્મોમાં તેનો નજારો તો જોવા મળવાનો તો છે.

તો આવો આજે જોઈએ કોઈ એવી જ ફિલ્મોના સોંગ જેમાં ગણેશ ફેસ્ટિવલમાં ધૂમ જોવા મળશે.

જુડવા 2

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રીલીઝ થયેલ આ ફિલ્માં  વરુણ ધવન જુડવાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક ગીત ‘સુન ગણપતિ બાપ્પા મોરયા’ને કમ્પોઝ કરવામાં આવ્યું હતું. આ સોંગને સાજીદ વાજીદ અને અમિત મિશ્રાએ આ સોંગને ગાયું હતું.

અગ્નિપથ

વર્ષ 2012માં રિલીઝ કરવામાં આવેલ આ ફિલ્મનું સોંગ ‘દેવા શ્રીગણેશા’ ગણપતિ બાપ્પાના હીટ ગીતોના લિસ્ટમાં શામિલ છે. આ ગીતમાં હૃતિક રોશન ગણેશજી આરતી કરતા જોવા મળશે છે અને પ્રિયંકા પણ તેમના સાથે જોવા મળશે.

 ડેડી

ફિલ્મ ‘ડેડી’માં ‘આલા રે આલા ગણેશા’ સોંગ પણ આ લિસ્ટમાં છે. આ ગીતમાં મુંબઈમાં મનાવવામાં આવતો ગણેશોત્વ સેલિબ્રેશનનું નજરો જોવા મળશે. અરુણ ગવલીના જીવન પર બની આ ફિલ્મમાં અર્જુન રામપાલ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

 બાજીરાવ મસ્તાની

ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના ‘ગજાનના’ ગીતમાં ગણપતિ બાપ્પાની આરતી થઇ રહી હોય અને બેકગ્રાઉન્ડમાં દીપિકા પાદુકોણ તેની જિંદગી બચાવવાની જંગ લડતી હોય છે. પ્રિયંકા અને રણવીર સિંહ ગણપતિ બાપ્પાની આરતી કરતા જોવા મળશે.